બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / liquor smuggling ahmedabad police rajasthan kothi rent

દારુબંધીના લીરા / VIDEO : અમદાવાદના બંગલામાં મળી દારુની હજારો બોટલો, ઉદયપુરથી કોણ લાવ્યું? મોટો ઘટસ્ફોટ

Hiralal

Last Updated: 04:49 PM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના બોપલના બે વૈભવી બંગલામાંથી 15 લાખથી પણ વધારે કિંમતનો વિદેશી દારુનો જથ્થો ઝડપાયો છે.

અમદાવાદના બોપલના બે વૈભવી બંગલામાં 15 લાખથી વધારેનો દારુ અને બીયર ઝડપાયો છે. બૂટલેગરો રાજસ્થાનના ઉદયપુરથી ગાડીઓ ભરી ભરીને દારુ લાવતા હતા અને આ બંગલામાં સંતાડ્યો હતો અને માગ અનુસાર ડિલિવરી કરતાં હતા. પોલીસે આરોપીના ત્યાં દરોડા પાડ્યા ત્યારે બંને કોઠીઓમાં અલગ અલગ રૂમમાંથી દારૂનો સમગ્ર જથ્થો મળી આવ્યો હતો. ઓરડાઓ બીયરથી ભરેલા હતા. આ ઉપરાંત રૂમમાં અનેક બેડમાં દારૂની બોટલો ભરેલી મળી આવી હતી. ઝડપાયેલા આ દારૂની કિંમત અંદાજે 15 લાખ રૂપિયા છે. ઝડપાયેલા દારૂમાં બિયરની 4,317 બોટલ અને અન્ય તમામ જાણીતી બ્રાન્ડની વ્હિસ્કીનો સમાવેશ થાય છે.

ઉદયપુરથી કેવી રીતે લવાય છે દારુ 
અમદાવાદ ગ્રામ્ય ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ જે એમ પટેલે કહ્યું કે ઉપવન જલધારા હોલીડે રિસોર્ટના બંગલા નંબર 7 અને 15માં દરોડા દરમિયાન લાખોનો દારૂ ઝડપાયો હતો. આ બંને કોઠીઓ રાજસ્થાન સ્થિત દારૂના તસ્કરો ઈશ્વરસિંહ સિસોદિયા, તેના પિતા શંભુસિંહ અને સાળા કરણસિંહે ભાડે રાખી હતી. આરોપીઓ ઉદયપુરના રહેવાસી છે. તેનો સાથી ઇશ્વરસિંહ રાજસ્થાનથી ગુજરાત ગાડીઓમાં વિદેશી દારૂ અને બિયર લાવતો હતો. 

ઉદયપુરથી કોણ લાવ્યું દારુ 
ઉદયપુરના રહેવાશી ઈશ્વરસિંહ સિસોદિયા, તેના પિતા શંભુસિંહ અને સાળા કરણસિંહ ત્યાંથી ગાડીઓમાં ગુજરાતમાં દારુ લાવતાં અને અમદાવાદના બંગલામાં રાખી ગેરકાયદેસર વેપાર કરતાં હતા. 


 

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad liquor smuggling ahmedabad liquor smuggling news liquor smuggling ahmedabad અમદાવાદ દારુબંધી અમદાવાદ લિકર ન્યૂઝ ahmedabad liquor smuggling
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ