બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / Ligier Myli smallest electric car from France was spotted in India during testing

ઓટો વર્લ્ડ / નેનો કરતાં પણ નાની કાર: MG Comet ને આપશે સીધી ટક્કર, જાણો કેવા Ligier Myli ના ફીચર્સ

Vaidehi

Last Updated: 07:17 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nano અને MG Comentને પણ પાછળ મૂકી દે તેવી ધમાકેદાર અને સૌથી નાની ઈલેક્ટ્રિક કાર ટેસ્ટિંગ દરમિયાન ભારતમાં સ્પૉટ થઈ છે.

  • Nano અને MG Comentની સ્પર્ધા વધી
  • Ligier Myli નામક ફ્રાંસની સૌથી નાની કાર ભારતમાં
  • આ ઈલેક્ટ્રિક કાર ટેસ્ટિંગ દરમિયાન ભારતમાં થઈ સ્પૉટ

ઈન્ડિયન માર્કેટમાં ઈલેક્ટ્રિક કારની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.એક તરફ ટાટા મોટર્સ અને મહિંદ્રા જેવી કંપનીઓ ઈલેક્ટ્રિક વ્હીકલમાં નવા વેરિયન્ટ્સ લઈને આવી રહી છે તો બીજી તરફ અનેક વિદેશી બ્રાંડ EVની સાથે ભારતની માર્કેટમાં જગ્યા બનાવી રહી છે. થોડા દિવસો પહેલાં MG એ પોતાની સૌથી નાની અને સસ્તી કાર MG Cometને લૉન્ચ કરી હતી. હવે ફ્રાંસની કંપની Ligierએ 2 દરવાજાવાળી નાની કાર Myliએ ભારતમાં ટેસ્ટિંગ કરી.

17નાં દશકામાં આ બ્રાંડ Le Mens રેસ અને ફોર્મૂલા- વન રેસ સાથે જોડાઈ હતી. આ બ્રાંડ નાની કારનાં નિર્માણ માટે ફેમસ છે. મોટરબીમની રિપોર્ટ અનુસાર આ બ્રાંડ હવે માઈક્રો ઈલેક્ટ્રિક SUVને ભારતમાં ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવી છે. જો કે અત્યાર સુધી કંપની દ્વારા આ કાર અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

કેવી છે Ligier Myli?
 Ligier Myli યૂરોપીયન બજારમાં કુલ 4 વેરિયન્ટ્સમાં મળે છે. જેમાં ગુડ, આઈડિયલ, એપિક અને રેબેલ સમાવિષ્ટ છે. તેની લંબાઈ આશરે 2960 મિમી છે જે ભારતીય બજારમાં લૉન્ચ કરવામાં આવેલી ટાટાની Nano કરતાં પણ નાની છે. આ 2 ડોર કાર છે. તેનો વ્હીલબેઝ ઘણો નાનો છે અને તેમાં 15 ઈંચનો અલૉય વ્હીલ અને ડિસ્ક બ્રેક્સ આપવામાં આવે છે.

તેનું વજન આશરે 460 કિગ્રા 
ગ્લોબલ માર્કેટમાં આ કાર ત્રણ અલગ-અલગ બેટરીનાં પેક સાથે આવે છે જેમાં 4.14 kWh, 8.28 kWh અને 12. 42 kWh  શામેલ છે. તેનો સૌથી નાનો બેટરી પેક વેરિયન્ટ 63 કિમી, મિડિયમ વેરિયન્ટ 123 કિમી અને હાયર વેરિયન્ટ 192 કિમી સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. સાઈઝમાં નાની હોવાની સાથે સાથે આ કાર વજનમાં પણ હળવી છે. તેનું વજન આશરે 460 કિગ્રા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ