બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે સિબિલ ખરાબ થયો એટલે નોકરી પણ હાથમાંથી ગઇ સમજો, ફ્રોડ કરનારા ચેતી જજો
Last Updated: 03:12 PM, 2 July 2025
આજકાલ મોટાભાગના યુવાનોનું સપનું સરકારી નોકરી કે સારી સેલેરીવાળી નોકરી કરવાનું હોય છે. જો તમે પણ સરકારી કે બેંકની નોકરી માટે તૈયારી કરી રહ્યા છો, તો ફક્ત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ પાસ કરવું જ પૂરતું નથી. હવે તમારે તમારા સિબિલ સ્કોર એટલે કે ક્રેડિટ સ્કોરનું પણ પૂરું ધ્યાન રાખવું પડશે, કારણ કે સિબિલ સ્કોર ખરાબ હોય તો ફક્ત લોન નહીં અટકે, હવે નોકરી પર પણ તેની સીધી અસર પડી શકે છે.
ADVERTISEMENT
જો તમારો નાણાકીય ઇતિહાસ ખરાબ છે, તો અપોઈન્ટમેન્ટ લેટર મળ્યા પછી પણ નોકરી રદ્દ થઈ શકે છે. તાજેતરમાં SBI એ એક કર્મચારીને ખરાબ સિબિલ સ્કોરના કારણે નોકરીમાંથી દૂર કરી દીધો છે અને આ નિર્ણયને મદ્રાસ હાઈ કોર્ટે પણ સાચો માન્યો છે. હવે આ નિર્ણયથી બધા છેતરપિંડી કરનારા લોકોને સારો પાઠ મળી ગયો છે.

ADVERTISEMENT
શું છે આખો મામલો?
ભારતીય સ્ટેટ બેંક (SBI) એ ઉમેદવાર પી.કાર્તિકેયનને નોકરીનો અપોઈન્ટમેન્ટ લેટર આપી દીધો હતો. આ નોકરી સર્કલ બેઝ્ડ ઓફિસર પદ માટે હતી. કાર્તિકેયએ પરીક્ષા અને ઇન્ટરવ્યૂ બંને પાસ કરી લીધા હતા, પરંતુ અપોઈન્ટમેન્ટ લેટર મળ્યાના થોડા દિવસ પછી જ બેંકે તેની જોઈનિંગ રદ્દ કરી દીધી. જણાવાયું કે બેંકે જ્યારે કાર્તિકેયનની સિબિલ રિપોર્ટ (ક્રેડિટ રિપોર્ટ) ચકાસી, ત્યારે તેમાં અનેક ગંભીર નાણાકીય અનિયમિતતાઓ મળી આવી.
ADVERTISEMENT
રિપોર્ટમાં લોન પેમેન્ટમાં મોડું, ક્રેડિટ કાર્ડ બાકી અને અન્ય ખરાબ રેકોર્ડ નોંધાયેલો હતો. બેંકનું કહેવું હતું કે એવા ઉમેદવારને, જેના પોતાના નાણાકીય ઇતિહાસ ખરાબ હોય, તેને બેંકમાં જાહેર નાણાં સાથે સંકળાયેલા કામો સોંપી શકાય નહીં. SBI એ કોર્ટમાં જણાવ્યું કે ભરતી જાહેરાતની શરતોમાં સ્પષ્ટ લખેલું છે કે જો કોઈ ઉમેદવારની સિબિલ કે અન્ય ક્રેડિટ રિપોર્ટ ખરાબ છે, તો તે નોકરી માટે યોગ્ય માનવામાં નહીં આવે. અને આ નિયમ જાહેરાતના કલમ 1(E) માં લખેલો છે.

ADVERTISEMENT
કોર્ટનો નિર્ણય શું છે?
મદ્રાસ હાઈકોર્ટે આ મામલે સુનાવણી આપતાં કહ્યું કે ફક્ત લોન ચૂકવી દેવું જ પૂરતું નથી, પરંતુ આખી સમયગાળાની નાણાકીય ઇતિહાસ સારી હોવી જરૂરી છે. કોર્ટે કહ્યું કે, લોનનો આખો ઇતિહાસ જોઈ શકાય છે. કોઈ પણ ઉમેદવાર જો નોકરી માટે અરજી કરે છે, તો તેને જાહેરાતમાં લખેલી શરતોને માનવી જ પડશે. જો ભરતીની શરતો પહેલેથી જ માન્ય કરી છે, તો આ નિયમને પડકાર આપી શકાય નહીં. તેથી જો તમે છેતરપિંડી કે બેદરકારીથી કર્જ ચૂકવતા નથી, તો ધ્યાન રાખો કે તમને પણ નોકરી મેળવવામાં મુશ્કેલી આવી શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: હવે નહીં રહે કોઇ બેરોજગાર! સરકારની આ સ્કીમ તમને અપાવશે નોકરી, જાણો વિગત
ADVERTISEMENT
આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે હવે ફક્ત લોન નહીં, પરંતુ નોકરી મેળવવા માટે પણ સારા સિબિલ સ્કોરની જરૂરીયાત છે. તમારા નાણાકીય વ્યવહારમાં બેદરકારી નુકસાનકારક બની શકે છે. સમયસર લોન અને બાકી હપ્તા ચૂકવીને સારો ક્રેડિટ ઇતિહાસ જાળવવો ખૂબ જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.