બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વગર UAN નંબર તમે PFના રૂપિયા જોઇ શકશો, પાસબુક પણ થઇ જશે ડાઉનલોડ, અપનાવો આ ટ્રિક

કામની વાત / વગર UAN નંબર તમે PFના રૂપિયા જોઇ શકશો, પાસબુક પણ થઇ જશે ડાઉનલોડ, અપનાવો આ ટ્રિક

Last Updated: 01:47 PM, 14 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે તમારું PF એકાઉન્ટનું UAN ભૂલી ગયા છો તો નિરાશ થવાની જરૂર નથી. આજે અમે તમને એ રીત જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે તમારાં PFના પૈસાની માહિતી મેળવી શકશો.

PF એકાઉન્ટ બેલેન્સ

શું તમે તમારા PF એકાઉન્ટના પૈસા ચેક કરવા માગો છો પણ EPFO ની વેબસાઇટ કામ નથી કરતી? તો પણ નિરાશ થવાની જરૂર નથી. આજે અમે તમને એક એવી રીત બતાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે તમારાં PFના પૈસા EPFOની વેબસાઇટ વિના પણ જાણી શકો છો. ચાલો જાણીએ એ રીત શું છે.

તમે તમારાં PFના પૈસા વગર UAN નંબર લોગિન કર્યા પણ જોઈ શકો છો. તેના માટે તમારી પાસે બે વિકલ્પ છે. પહેલો કે તમે SMS દ્વારા તમારું બેલેન્સ જોઈ શકો છો અને બીજું કે તમે મિસ્ડ કોલ દ્વારા તમારું બેલેન્સ જોઈ શકો છો.

SMS દ્વારા PFનું બેલેન્સ ચેક કઈ રીતે કરવું?

  • સૌપ્રથમ તમારું UAN નંબર કાઢીને રાખો અને પછી મોબાઈલનું મેસેજ એપ ઓન કરવું પડશે.
  • હવે તમારે મેસેજમાં 12 આંકડાનો UAN નંબર અને અંગ્રેજી માટે ENG, હિન્દી માટે HIN અથવા મરાઠી માટે MAR લખવું પડશે.
  • પછી તમારે 7738299899 નંબર પર મેસેજ મોકલવો પડશે. ઉદાહરણ તરીકે (EPFOHO 123443457012 HIN) તમારું મેસેજ કંઈક આ રીતે દેખાશે.
  • જ્યારે તમે મેસેજ મોકલી દેશો, થોડા સમય પછી તમને તમારું બેલેન્સ જણાવી દેવાશે.
  • ધ્યાનમાં રાખવું કે તમારે રજિસ્ટર્ડ નંબર પરથી જ મેસેજ કરવો છે, જે તમારા PF એકાઉન્ટ સાથે જોડાયેલો છે.
epfo

મિસ્ડ કોલ દ્વારા PF બેલેન્સ કેવી રીતે જોવું?

  • મિસ્ડ કોલ દ્વારા PF બેલેન્સ જોવાની રીત સૌથી સરળ છે.
  • તેના માટે સૌપ્રથમ તમારે તમારા રજિસ્ટર્ડ નંબર પરથી 9966044425 પર કોલ કરવો પડશે.
  • કોલ લાગવાની બે રીંગ પછી તમારો ફોન કટ થઈ જશે.
  • પછી તમને SMS દ્વારા તમારું PF બેલેન્સ જણાવી દેવાશે.
  • ધ્યાન રાખો કે તમારી KYC પૂર્ણ થયેલી હોવી જોઈએ.

UAN શું છે?

UAN એ 12 અંકનો ખાસ નંબર હોય છે, જે EPF ખાતા સાથે જોડાયેલો હોય છે. તેના વિના તમે તમારું PF એકાઉન્ટ લોગિન કરી શકતા નથી. જ્યારે કોઈ કર્મચારીનું PF ખાતું ખોલે છે ત્યારે તેને 12 અંકનો UAN નંબર આપવામાં આવે છે. જો તમે તમારું UAN ભૂલી ગયા હોવ તો EPFO UAN પોર્ટલ પર “Know your UAN” વિકલ્પનો ઉપયોગ કરો.

EPF ખાતા નંબર અને અન્ય જરૂરી માહિતી આપો. ત્યારબાદ તમને OTP આવશે અને તે સબમિટ કર્યા પછી તમારું UAN મળશે. UAN ને સક્રિય કરવા માટે EPFO UAN પોર્ટલ પર જાઓ. “Activate Your UAN” વિકલ્પ પસંદ કરો. જરૂરી માહિતી ભરો અને OTP દ્વારા સક્રિય કરો.

EPFO_AA.width-800

UAN વગર કેવી રીતે PFના પૈસા જુઓ?

જો તમે તમારા PF એકાઉન્ટનો UAN ભૂલી ગયા હોવ અને તમારું બેલેન્સ ચેક કરવું હોય, તો સૌપ્રથમ epfindia.gov.in પર જાઓ. “UAN/UAN Enrolment Number Not Known” લિંક પર ક્લિક કરો. આધાર નંબર, આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કર્યા પછી OTP આવશે. ત્યારબાદ તમે તમારું બેલેન્સ જોઈ શકશો.

EPF પાસબુક કેવી રીતે ડાઉનલોડ કરવી?

EPF પાસબુક ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ EPFOની વેબસાઇટ પર જવું પડશે, પછી UAN અને પાસવર્ડથી લોગિન કરવું પડશે. ત્યારબાદ Member Passbook પર ક્લિક કરીને સંબંધિત મહિનાની પાસબુક ડાઉનલોડ કરી શકો છો.

વધુ વાંચો: મુશ્કેલીના સમયમાં તમારા 456 રૂપિયા પરિવારને 4,00,000 અપાવશે, એ કઇ રીતે, વાંચો સરકારી સ્કીમ

હાલમાં EPFOની વેબસાઇટ પરથી પાસબુક જોવામાં તકલીફ આવી રહી છે, એવામાં તમે UMANG એપનો ઉપયોગ કરી શકો છો. UMANG એપથી PF પાસબુક ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ UMANG એપ ડાઉનલોડ કરો, પછી EPFO સેક્શનમાં View Passbook પર જાઓ. UAN અને OTPથી લોગિન કરો અને તમારી PF પાસબુક ડાઉનલોડ કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PF balance How to download PF passbook PF account balance check
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ