ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / VIDEO: રાત્રે ભૂલથી પણ ન ખાતા આ 8 વસ્તુઓ! નહીં તો ઉડી જશે તમારી ઊંઘ

આરોગ્ય / VIDEO: રાત્રે ભૂલથી પણ ન ખાતા આ 8 વસ્તુઓ! નહીં તો ઉડી જશે તમારી ઊંઘ

Published By: Chintan Chavda

Last Updated: 04:28 PM, 5 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sleep Mistakes: રાત્રે ઊંઘ ન આવવાના ઘણા કારણ હોય છે પણ એમાંથી સૌથી કોમન કારણ છે આપણું ડિનર એટલે કે આપણે રાત્રે શું ખાધું છે. એવામાં 8 એવી વસ્તુઓ છે જે ભૂલથી પણ રાત્રે સૂતા પહેલા ક્યારેય પણ ન ખાવી જોઈએ.

ADVERTISEMENT

દિવસના થાક પછી, શરીરને આરામની જરૂર હોય છે અને એટલે જ રાતની નિંદર કરવી ખૂબ જ જરૂરી માનવામાં આવે છે પરંતુ જો તમે સૂતા પહેલા કંઈક ખોટું ખાઓ છો, તો તે તમારી ઊંઘ બગાડી શકે છે અને પાચનતંત્રને પણ બગાડી શકે છે. રાત્રે આપણું પાચન ધીમું થઈ જાય છે, એટલે જો કોઈ હેવી વસ્તુઓ ખાઈ લીધી હોય તો પરિણામે ગેસ, એસિડિટી, અનિદ્રા અને બેચેની થાય છે. તેથી અમુક વસ્તુઓ રાતે ભૂલથી પણ ન ખાવી જોઈએ. તો ચાલો આના વિશે જાણીએ..

sleep

જેમાંથી પહેલું છે ચા-કોફી

એવું કહેવાય છે કે સૂવાના લગભગ 6 કલાક પહેલા ચા કે કોફી પીવી જોઈએ અને જો એના પછી પીઓ છો તો તમારી ઊંઘ પર અસર પડી શકે છે. ચા અને કોફીમાં કેફીન જોવા મળે છે, જેના સેવનથી તમને અનિદ્રાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, સારી ઊંઘ માટે, સૂવાના 6 કલાક પહેલા સુધી ચા કે કોફીનું સેવન ન કરો. જો કે રાત્રે તમે તમે હર્બલ ટી પી શકો છો.

બીજું છે મીઠી વસ્તુઓ જેવી કે મીઠાઇ

ટૂંકમાં રાત્રે સૂતા પહેલા જો તમે શુગર કે કોઈ મીઠી વસ્તુઓ ખાઈ લો છો નિંદર નહીં આવે કારણ કે મીઠી વસ્તુઓ ખાવાથી શરીરમાં ઉર્જા ઉત્પન્ન થાય છે જેના કારણે ઊંઘ ઊડી જાય છે રાત્રે સૂતા પહેલા ઓછામાં ઓછા 3 કલાક પહેલાં કંઈપણ મીઠી વસ્તુ ખાવાનું ટાળો.

ત્રીજું છે ડાર્ક ચોકલેટ

ખાસ કરીને ડાર્ક ચોકલેટમાં કેફીન અને થિયોબ્રોમિનથી ભરપૂર હોય છે. જે તમારી ઊંઘની ગુણવત્તાને અસર કરી શકે છે. સૂતા પહેલા ચોકલેટ ખાવાથી તમારી ઊંઘમાં સમસ્યા થઈ શકે છે. જો તમને ચોકલેટ ગમે છે, તો સૂવાના સમયે ઓછામાં ઓછા 2-3 કલાક પહેલાં તેને ખાઓ.

ચોથું છે મસાલેદાર ખોરાક

જો તમે ખૂબ મસાલેદાર ખોરાક ખાઓ છો, તો તમને પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે એસિડ રિફ્લક્સ, હાર્ટબર્ન વગેરેનો સામનો કરવો પડી શકે છે, જે તમારી ઊંઘમાં પણ ખલેલ પહોંચાડી શકે છે. આ ઉપરાંત, મસાલેદાર ખોરાક ખાવાથી કુદરતી રીતે શરીરનું તાપમાન ઓછું થાય છે, જેના કારણે ઊંઘમાં પણ તકલીફ થાય છે. આ જ કારણ છે કે નિષ્ણાતો જમતા પહેલા હળવો ખોરાક ખાવાની ભલામણ કરે છે.

Vtv App Promotion 2

પાંચમું છે તળેલો ખોરાક

તળેલો ખોરાક પણ કેટલાક લોકોની પાચન અને ઊંઘ પર પણ અસર કરી શકે છે.

છઠ્ઠુ છે રાત્રે સંતરા - નારંગી જેવા ખાટા ફળો પણ ન ખાવા જોઈએ

કારણ કે ખાટા ફાળોથી કેટલાક લોકોમાં એસિડિટી થઈ શકે છે કારણ કે તેમાં રહેલું એસિડ હોય છે.

સાતમા લીંબુ

રાત્રે લીંબુ ખાવાથી કેટલાક લોકોમાં હાર્ટબર્ન પણ થઈ શકે છે. તે ઊંઘમાં પણ ખલેલ પહોંચાડી શકે છે.

વધુ વાંચો:જે-તે વ્યક્તિના મોત બાદ પાનકાર્ડ કેન્સલ કરાવવું કેમ જરૂરી? જાણો એક ક્લિકમાં

છેલ્લું દારૂ પણ રાત્રે ન પીવું જોઈએ

સામાન્ય રીતે આલ્કોહોલનો ઉપયોગ ઘણીવાર ઊંઘ સુધારવા માટે કરવામાં આવે છે, પરંતુ તે ખરેખર તમારી ઊંઘની ગુણવત્તાને અસર કરે છે. દારૂ પીવાથી શરૂઆતમાં તમને ઊંઘ આવી શકે છે, પરંતુ તે તામરી સ્લીપ સાઇકલને ડિસ્ટર્બ કરે છે અને દારૂના વ્યસનથી દિવસભર થાક અને સુસ્તી આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sleep Mistakes Foods To Avoid Health Tips

Published by

Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ