બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું ડેન્ગ્યુ અને વાયરલ તાવની અસર હાર્ટ પર થાય છે?, જાણો એક્સપર્ટ પાસેથી
Last Updated: 02:46 PM, 21 September 2025
દેશમાં હાલમાં ઘણા રાજ્યોમાં ડેંગ્યુ અને વાયરલ તાવના કેસ ઝડપથી વધી રહ્યા છે. મચ્છરજન્ય રોગો તથા મોસમ બદલાવથી થતી બીમારીઓના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ રહી છે. ડેંગ્યુ એ એડિસ એજિપ્ટાઈ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે જ્યારે વાયરલ તાવ સામાન્ય રીતે વાયરસના સંક્રમણ અને મૌસમી ફેરફારના કારણે થાય છે. આ બંને બીમારીઓમાં દર્દીને તાવ, શરીરમાં દુખાવો, થાક, અને નબળાઈ જેવી લક્ષણો જોવા મળે છે.
ADVERTISEMENT

ખાસ કરીને ડેંગ્યુમાં પ્લેટલેટ્સનું સ્તર ઝડપથી ઘટી શકે છે, જે ખૂન વહી જવાનો ખતરો અને અંગોમાં નુકસાન ઉભું કરી શકે છે. વાયરલ તાવ લાંબો સમય ચાલે તો લીવર, કિડની અને શ્વસનતંત્ર પર ભાર પડતો હોય છે.પરંતુ હવે પ્રશ્ન એ છે કે શું આ બીમારીઓનો અસર માત્ર શરીર સુધી મર્યાદિત છે કે પછી હ્રદય પર પણ પડતો હોય છે?
ADVERTISEMENT
હ્રદય પર ગંભીર અસર થઇ શકે છે
એક નિષ્ણાંત મુજબ ડેંગ્યુ અને વાયરલ તાવ હ્રદય પર પણ ગંભીર અસર કરી શકે છે. ડેંગ્યુના વાયરસ હ્રદયની મસલ્સને સીધો અસર કરી શકે છે, જેને માયોકાર્ડાઈટિસ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં હ્રદયની ધબકન અનિયમિત બની શકે છે અને પંપ કરવાની ક્ષમતા ઘટી શકે છે. કેટલાક દર્દીઓમાં બ્લડ પ્રેશર ઘટી જાય છે અને "શોક" જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. વાયરલ તાવમાં લાંબા સમય સુધી તાવ રહેવાના કારણે શરીરમાં સોજો અને આંતરિક તાણ વધે છે. આથી હ્રદય પર વધારે દબાણ પડે છે. વાયરસ હ્રદયની ઇલેક્ટ્રિકલ પ્રવૃત્તિને પણ અસર કરે છે, જેના કારણે ધબકનમાં અસમાનતા આવી શકે છે. વિશેષ કરીને જે દર્દીઓને પહેલેથી હ્રદય સંબંધિત સમસ્યાઓ હોય, તેઓ માટે ડેંગ્યુ અને વાયરલ તાવ વધુ જોખમભર્યા સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT

શું ધ્યાન રાખવું જોઈએ?
ADVERTISEMENT
વધુમાં વાંચો: 6 કલાકથી ઓછી ઊંઘ લેનારા લોકો સાવધાન! શરીરના આ ભાગ પર પડે છે ગંભીર અસર
ADVERTISEMENT
ડેંગ્યુ અને વાયરલ તાવ જેવી બીમારીઓને સામાન્ય ન સમજવી જોઈએ. યોગ્ય તકેદારી અને સમયસર સારવારથી આપણે હ્રદય અને શરીરના બીજા અંગોને બચાવી શકીએ છીએ. હવે જ્યારે મૌસમી ફેરફાર અને મચ્છરજન્ય રોગોનો ખતરો વધુ છે, ત્યારે દરેક વ્યક્તિએ પોતાની અને પરિવારની સલામતી માટે સચોટ પગલાં લેવી જરુરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.