ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / EPFO નો મોટો નિર્ણય, હવે PF એકાઉન્ટમાંથી તમામ નાણા ઉપાડી શકાશે, સમજો સંપુર્ણ ગણિત

તમારા કામનું / EPFO નો મોટો નિર્ણય, હવે PF એકાઉન્ટમાંથી તમામ નાણા ઉપાડી શકાશે, સમજો સંપુર્ણ ગણિત

Published By: Nidhi Panchal

Last Updated: 10:14 PM, 13 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્મચારીઓ માટે આવી મોટી ખુશખબર, જે તેમના ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવશે. નવી યોજના હેઠળ હવે ઉપાડના નિયમો સરળ બન્યા છે અને પ્રક્રિયા પણ સંપૂર્ણ પેપરલેસ થઈ ગઈ છે. જાણો, કેવી રીતે તમારું PF વધુ લાભદાયક બનશે.

ADVERTISEMENT

નવી દિલ્હીમાં યોજાયેલી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ની 238મી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) બેઠકમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે હવે કર્મચારીઓ તેમના PF ખાતામાંથી કર્મચારી અને નોકરીદાતા બંનેનું યોગદાન – એટલે કે 100% બેલેન્સ ઉપાડી શકે છે. અગાઉ સંપૂર્ણ ઉપાડ ફક્ત નિવૃત્તિ કે બેરોજગારીની સ્થિતિમાં જ શક્ય હતો, પરંતુ હવે આ નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

epfo1-new-logo

આ નિર્ણય સાથે EPFO એ આંશિક ઉપાડના 13 જુદા નિયમોને સરળ બનાવીને ત્રણ મુખ્ય કેટેગરીમાં વહેંચ્યા છે – આવશ્યક જરૂરિયાતો (જેમ કે માંદગી, શિક્ષણ, લગ્ન), રહેઠાણની જરૂરિયાતો, અને ખાસ પરિસ્થિતિઓ. હવે સભ્યો શિક્ષણ માટે 10 વખત અને લગ્ન માટે 5 વખત ઉપાડ કરી શકશે, જ્યારે અગાઉ આ મર્યાદા 3 વખત સુધી જ હતી. ઉપરાંત, આંશિક ઉપાડ માટે લઘુત્તમ સેવા અવધિ હવે 12 મહિના રાખવામાં આવી છે.

નવી શરત શું છે?

EPFO એ નવી શરત મૂકી છે કે સભ્યોએ પોતાના ખાતામાં ઓછામાં ઓછા 25% બેલેન્સ "લઘુત્તમ બેલેન્સ" તરીકે જાળવી રાખવા પડશે. આ રકમ પર તેમને દર વર્ષે 8.25% વ્યાજ દરે ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે, જે તેમના ભવિષ્યમાં નિવૃત્તિના સમય પર તેમનો સહારો બની શકે છે.

vtv app promotion

ઉપાડવાની પ્રક્રિયા

ઉપરાંત, PF ઉપાડની પ્રક્રિયા હવે સંપૂર્ણપણે પેપરલેસ અને ઓટોમેટેડ બનશે. EPFOએ જાહેરાત કરી છે કે હવે 100% ઓટો-સેટલમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવશે, જેમાં દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર નહીં રહે. આથી ઉપાડની પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે. અંતિમ PF ઉપાડનો સમયગાળો બે મહિનાથી વધારીને 12 મહિના, અને પેન્શન ઉપાડ સમયગાળો 36 મહિના કરવામાં આવ્યો છે. આ પગલાથી કર્મચારીઓને તાત્કાલિક નાણાકીય રાહત મળશે અને તેમનું ભવિષ્ય પણ સુરક્ષિત રહેશે.

આ પણ વાંચો : વૈજ્ઞાનિકોને મળી ગઇ બીજી પૃથ્વી, પાણી સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ

EPFOના આ સુધારાઓ કર્મચારીઓ માટે એક મોટી રાહતરૂપ સાબિત થશે, કારણ કે હવે તેઓ તેમની જરૂરિયાતો અનુસાર સરળ રીતે ભંડોળ ઉપાડી શકશે – તે પણ કોઈ જટિલ પ્રક્રિયા કે વિલંબ વિના. આ નિર્ણયથી કરોડો કર્મચારીઓના જીવનમાં નાણાકીય સુગમતા અને ભવિષ્યની નિશ્ચિતતા બંને વધશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

employee benefits PF withdrawal EPFO

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ