બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / બિઝનેસ / વિશ્વ / Layoffs at Twitter : If you're on the way to the office, go home, first check if you've got a job: Musk's mail rattles

છટણી શરૂ / ઑફિસ માટે રસ્તામાં હોવ તો ઘરે જાઓ, પહેલા ચેક કરો કે નોકરી બચી છે કે નહીં: મસ્કના મેલથી હડકંપ

Megha

Last Updated: 10:23 AM, 4 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્વિટરના કર્મચારીઓને ઉઠતાંની સાથે જ ચોંકાવનારો મેલ મળ્યો કે આજે ઓફિસ આવવાનું વિચારી રહ્યા છો, તો ઊભા રહો અને પહેલા ચેક કરો કે તમારી નોકરી બચી છે કે નહીં.

  • ટ્વિટરના કર્મચારીઓને ઉઠતાંની સાથે જ  ચોંકાવનારો મેલ મળ્યો
  • ઓફિસ આવવાનું વિચારી રહ્યા છો તો ચેક કરો કે તમારી નોકરી બચી છે કે નહીં
  • નોકરી નથી બચી તો પર્સનલ ઈમેલ પર આવશે નોટિફિકેશન 

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક કોઈ પણ શરમ રાખ્યા વીના ટ્વિટરના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહ્યા છે. બન્યું એવું છે કે શુક્રવારે જ્યારે ટ્વિટરના કર્મચારીઓ સૂઈને જાગ્યા ત્યારે તેમને કંપની તરફથી ખૂબ જ ચોંકાવનારો મેલ મળ્યો હતો. આ મેલનો અર્થ બસ એ જ હતો કે જો તમે આજે ઓફિસ આવવાનું વિચારી રહ્યા છો, તો ઊભા રહો અને પહેલા ચેક કરો કે તમારી નોકરી બચી છે કે નહીં. પહેલેથી જ એવું માનવામાં આવતું હતું કે મસ્ક શુક્રવારે ટ્વિટરના અડધા કર્મચારીઓને કાઢી મૂકશે પણ કોઈએ વિચાર્યું ન હતું કે તેને આ રીતે તેને કાઢવામાં આવશે. એલન મસ્કે ટ્વિટર ખરીદ્યું અને પહેલા તેને CEO પરાગ અગ્રવાલ અને સમગ્ર બોર્ડને બરતરફ કરી દીધા હતા અને હવે તે મોટી સંખ્યામાં કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી રહ્યા છે.

નોકરી નથી બચી તો પર્સનલ ઈમેલ પર આવશે નોટિફિકેશન 
ટ્વિટર તરફથી કર્મચારીઓને એક મેઈલ આવ્યો હતો જેમાં લખ્યું હતું કે, 'ટ્વિટરને વધુ સારું બનાવવા માટે અમે શુક્રવારે અમારા વૈશ્વિક કર્મચારીઓને ઘટાડવાની મુશ્કેલ પ્રક્રિયામાંથી પસાર થઈશું અને આનાથી ઘણા કર્મચારીઓ પર અસર થશે જેમણે ટ્વિટરમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. પણ કમનસીબે આ પગલું જરૂરી છે. તમે સ્પેમ ફોલ્ડર સહિત તમારો મેઇલ ચેક કરો. જો તમારી નોકરી પર તેનો અસર નથી થયો તો તમને તમારા Twitter ઈ-મેલ દ્વારા નોટિફિકેશન મળશે અને જો નોકરી નથી બચી તો પર્સનલ ઈમેલ પર આવશે નોટિફિકેશન આવશે. જો તમને twitter-hr@ થી શુક્રવારે સાંજે 5PM PST સુધી કોઈ મેઇલ ન મળે તો [email protected] પર મેઇલ કરો.

ટ્વિટરના બધા ઓફિસ અસ્થાયી રૂપે બંધ 
મેલમાં આગળ લખવામાં આવ્યું છે કે, 'ટ્વિટર સિસ્ટમ્સ, કસ્ટરમ ડેટા અને દરેક કર્મચારીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઓફિસ અસ્થાયી રૂપે બંધ રહેશે. આ સાથે જ દરેક બેજ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો તમે ઑફિસમાં છો અથવા ઑફિસ પર જવા માટે રસ્તામાં છો તો કૃપા કરીને ઘરે પાછા ફરો. આ બધા માટે પડકારરૂપ બનશે પછી ભલે તમારી નોકરીને અસર થઈ હોય કે નહીં.'

ટ્વિટર ખરીદતાની સાથે જ મસ્કે સૌથી પહેલા સીઈઓ પરાગ અગ્રવાલને બહારનો રસ્તો બતાવ્યો હતો. સાથે જ બીજા ચાર વરિષ્ઠ અધિકારીઓને પણ રજા આપવામાં આવી હતી. જેમાં સીએફઓ નેડ સેગલ અને પોલિસી હેડ વિજયા ગડ્ડેનો સમાવેશ થાય છે. બ્લૂમબર્ગના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે મસ્ક હજુ 3,000 કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ