બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / laxmi narayan rajyog zodiac maa lakshmi blessing and money lucky rashi

લાભ / અચાનક થઈ શકે છે ધનપ્રાપ્તિ... આ ત્રણ રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ છે લક્ષ્મી નારાયણ યોગ

Published By: Mahadev Dave

Last Updated: 06:16 PM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષમાં શુભ માનવામાં આવતા લક્ષ્મી નારાયણ રાજયોગને પગલે અનેક લોકો પર લક્ષ્મીજીની કૃપા વરસે છે અને ધન- ધાન્યની પ્રાપ્તિ થઈ શકે છે. વાંચો કઈ રાશિનાં જાતકોને થશે લાભ!

  • લક્ષ્મી નારાયણ રાજયોગને પગલે શુભ સંકેત
  • ધનું, મકર, મીન રાશિના જાતકો પર વરસશે કૃપા
  • શિક્ષણ, મીડિયા અને માર્કેટિંગના ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોને ફાયદો

જ્યારે બુધ અને શુક્ર કોઈ પણ રાશિમાં ભેગા થાય છે ત્યારે લક્ષ્મી નારાયણ યોગ કહેવામાં આવે છે.લક્ષ્મી નારાયણ રાજયોગને શુભ યોગ માનવામાં આવે છે. જેનું જ્યોતિષશાસ્ત્રમાં ઘણું જ વિશેષ મહત્વ જોવા મળી રહ્યું છે. જ્યોતિષમાં શુભ માનવામાં આવતા આ યોગને લઈને લોકો પર લક્ષ્મીજીની કૃપા વરસે છે અને વ્યક્તિને ધન- ધાન્યની પ્રાપ્તિ થાય છે. જોકે આ સંયોગની તમામ રાશિના જાતકો પર અસર પડે છે. પરંતુ ધનું, મકર મીન સહિતના કેટલાક રાશિના જાતકો પર વિશેષ અસર પડતી હોય છે.


ધનુ રાશિના જાતકોને ફાયદો
લક્ષ્મીનારાયણ યોગ ધનુ રાશિના જાતકો માટે સફળ અને સકારાત્મક સાબિત થઈ શકે છે. આ યોગને પગલે ધનુ રાશીના લોકોને ધન અને વાણીમા પ્રભાવ વધશે. આ દરમિયાન અટવાયેલા અને ઉધાર આપેલા નાણા પરત મળી શકે છે. પાર્ટનરશીપમાં કામ કરતા લોકોને આ સમયગાળા દરમિયાન સારી સફળતા મળી શકે છે. વધુમાં શિક્ષણ, મીડિયા અને માર્કેટિંગના ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોને આ યોગથી ખૂબ જ લાભ થઈ શકે છે.

મકર અને મીન રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણી લો મંગળવારનું રાશિ ભવિષ્ય |  Know Your Rashi Bhavishya Of Tuesday

મકર રાશિના લોકોના અટકેલા કામો ઉકેલાઈ જશે

તે જ રીતે મકર રાશિના લોકો માટે પણ લક્ષ્મીનારાયણ રાજયોગ સફળતા લાવી શકે છે. આ દરમિયાન મકર રાશિના લોકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. અને ઘણા સમયથી અટકેલા કામો ઉકેલાઈ જશે! વધુમાં અચાનક આર્થિક લાભ થવાની પણ શક્યતાઓ રહેલી છે. તો કોઈપણ આયોજનમાં સફળતા મળી શકે છે અને વિદ્યાર્થી વર્ગને પણ ભાગ્ય સાથ આપે તેવા સંકેત જોવા મળી રહ્યા છે.

મીન રાશિના જાતકોને લાભ

ઉપરાંત મીન રાશિના જાતકો માટે પણ લક્ષ્મી નારાયણ રાજયોગ ખુશીઓનો ખજાનો લઈને આવી શકે છે. આ યોગ તમારી રાશિના 11મા ભાવમાં બનવા જઇ રહ્યો છે. જેને આવક અને લાભનું સ્થાન માનવામાં આવે છે. આ દરમિયાન વેપારમા મોટી ડિલ ફાઇનલ કરી શકો છો અને તેનો લાભ ભવિષ્યમાં મળશે. વધુમાં પ્રવાસની પણ પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Lucky Rashi Maa Lakshmi laxmi narayan rajyog ધન લાભ ધનપ્રાપ્તિ લક્ષ્મી નારાયણ યોગ Astrology

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ