ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / law minister Bhupendrasinh Chudasama appolized Gujarat HC for filing affidavit in the supreme court
ADVERTISEMENT
કાયદામંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા હાઈકોર્ટમાં હાજર થયા હતા અને તેમણે સમય જોઈને કાયદાનું શરણું સ્વીકારી લીધુ હતુ. પોતે સુપ્રીમમાં હાઈકોર્ટની રાવ કરતી પિટિશન મામલે ચૂડાસમાએ દીલથી માફી માંગી છે.
ADVERTISEMENT
શું છે મામલો?
ધોળકા વિધાનસભા બેઠક ઉપરથી ભૂપેન્દ્રસિંહ માંડ 327 મતોથી જીત્યા હતા. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અશ્વીન રાઠોડે હાઈકોર્ટમાં તેમની જીતને પડકારી હતી. કોંગી ઉમેદવારનો આક્ષેપ હતો કે મતગણતરીમાં ઘાલમેલ થવાને કારણે ચૂડાસમાની જીત થઈ છે. આ કેસ હાઈકોર્ટમાં હતો ત્યારે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ હાઈકોર્ટને ઠેકીને સુપ્રિમમાં આ અંગે અરજી કરી હતી. ચૂડાસમાએ પોતાના સોંગદનામામાં હાઈકોર્ટ ઉપર ભેદભાવના આક્ષેપ કર્યા હતા.

ADVERTISEMENT
વાત હવે ત્યાં આવીને અટકી હતી કે, આ કેસની સુનાવણીમાં ચૂડાસમાને પણ સાક્ષી તરીકે નિવેદન આપવા દેવા માટે વિનંતી કરી હતી જેને કોર્ટે માન્ય રાખી હતી. ચૂડાસમાએ સાક્ષીઓની અગાઉ યાદી આપી ત્યારે તેમાં તેમનું નામ નહોતું પરંતુ બીજી તરફ રાઠોડના વકીલે ચૂડાસમાની સાક્ષી બનવાની દરખાસ્તનો વિરોધ કર્યો હતો. જો કે જસ્ટિસ પરેશ ઉપાધ્યાએ ચૂડાસમાની વિનંતીને માન્ય રાખી હતી જેને પગલે તેમના વકીલે તાત્કાલિક આ અંગે અદાલતમાં સોંગદનામું દાખલ કરી દીધુ હતુ જેને પગલે 9મી સપ્ટેમ્બરના રોજ એટલે કે આજે ભૂપેન્દ્ર ચૂડાસમાં હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા અને તેમણે લગે હાથ હાઈકોર્ટની ઠેકીને સુપ્રીમમાં જવા બદલ સુપ્રીમની માફી માંગી લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ