ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ઝારખંડ હાઈકોર્ટે આપ્યા જામીન
ADVERTISEMENT
ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલા ડોરાન્ડા ટ્રેઝરી કેસમાં RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને જામીન મળી ગયા છે. ઘાસચારા કૌભાંડ સાથે સંબંધિત આ પાંચમો કેસ છે, જેમાં તેને ઝારખંડ હાઈકોર્ટે જામીન આપ્યા છે. સીબીઆઈએ જામીન આપવાનો સખત વિરોધ કર્યો હતો.
આરજેડી ચીફના વકીલે કહ્યું કે તેમને આ આધાર પર જામીન આપવામાં આવ્યા છે કે તેમણે અડધી સજા ભોગવી છે અને તેમની તબિયત ખરાબ છે. તેઓ ટૂંક સમયમાં મુક્ત થશે. લાલુ યાદવે 1 લાખ રૂપિયાના બોન્ડ અને દંડ તરીકે 10 લાખ રૂપિયા ભરવા પડશે.આરજેડી ચીફ ચારા કૌભાંડ સાથે સંબંધિત ચાર કેસમાં દોષિત ઠર્યા છે અને તેમને જામીન પણ મળી ચૂક્યા છે.
ADVERTISEMENT
(1).jpg)
ડોરાન્ડા ટ્રેઝરીમાંથી 139 કરોડ રૂપિયાની ગેરકાયદેસર ઉપાડ
ADVERTISEMENT
આ મામલો ડોરાન્ડા ટ્રેઝરીમાંથી 139 કરોડ રૂપિયાની ગેરકાયદેસર ઉપાડ સાથે સંબંધિત છે. ઝારખંડ હાઈકોર્ટે શુક્રવારે જામીન આપ્યા હતા. 27 વર્ષ પછી, કોર્ટે ફેબ્રુઆરીમાં ડોરાન્ડા ટ્રેઝરી કેસમાં પોતાનો ચુકાદો આપ્યો. આમાં લાલુ યાદવ દોષી સાબિત થયા હતા. તેને પાંચ વર્ષની જેલ અને દંડ ફટકારવામાં આવ્યો હતો.
અલગ-અલગ 53 કેસ નોંધાયા
ADVERTISEMENT
1996માં સીબીઆઈએ અલગ-અલગ ટ્રેઝરીમાંથી ખોટી રીતે અલગ-અલગ રકમ ઉપાડવા બદલ 53 કેસ નોંધ્યા હતા. તેમાંથી ડોરાન્ડા ટ્રેઝરી કેસ સૌથી મોટો હતો.જેમાં સૌથી વધુ 170 આરોપીઓ સામેલ હતા. 55 આરોપીઓ મૃત્યુ પામ્યા છે.
અલગ અલગ કેસમાં કુલ 30 થી વધારે વર્ષની સજા
ADVERTISEMENT
લાલુ ચાઈબાસા ટ્રેઝરીમાંથી 37.7 કરોડ રૂપિયા ગેરકાયદે ઉપાડવાના કેસમાં જામીન પર બહાર છે. જેમાં તેને 5 વર્ષની સજા થઈ હતી. દેવઘર તિજોરીમાંથી ગેરકાયદેસર રીતે 79 લાખ ઉપાડવાના કૌભાંડના બીજા કેસમાં પણ તે જામીન પર બહાર છે. આ કેસમાં તેને સાડા ત્રણ વર્ષની સજા થઈ હતી. ચાઈબાસા ટ્રેઝરીમાંથી 33.13 કરોડ રૂપિયા ગેરકાયદે ઉપાડવાના ત્રીજા કેસમાં પણ તેઓને જામીન આપવામાં આવ્યા હતા. આ કેસમાં તેને 5 વર્ષની સજા થઈ હતી. દુમકા તિજોરીમાંથી ગેરકાયદેસર રીતે 3.13 કરોડ ઉપાડવાના ચોથા કેસમાં તેને બે અલગ-અલગ કલમોમાં 7-7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ તેમાં પણ તે જામીન પર બહાર છે.
સંકળાયેલા મુદ્દાઓ