બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Kush Patel of Ahmedabad's Naroda committed suicide in London due to financial constraints

દુઃખદ / અંતે 11 દિવસે લંડનમાં ગુમ નરોડાના કુશ પટેલનો મૃતદેહ બ્રિજના છેડેથી મળી આવ્યો, કારણ આત્મહત્યા

Malay

Last Updated: 07:49 AM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદના નરોડાના કુશ પટેલે આર્થિક સંકડામણના કારણે લંડન બ્રિજ પરથી ઝંપલાવી ટૂંકાવ્યું જીવન, કુશ પટેલ 9 મહિના પહેલા સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો લંડન.

  • અમદાવાદના યુવકનો લંડનમાં આપઘાત
  • 11મી ઓગસ્ટથી ગુમ હતો નરોડાનો કુશ પટેલ 
  • મિત્રોએ વેમ્બલી પોલીસમાં નોંધાવી હતી ફરિયાદ

Ahmedabad News: અમદાવાદના નરોડાના યુવકે લંડનમાં આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે. યુવકના આપઘાત બાદ પરિવાર ભાંગી પડ્યો છે. હાલ તો યુવકનો મૃતદેહ લંડન શબ ઘરમાં રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. 

મૃતક કુશ પટેલ

સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો કુશ પટેલ 
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના નરોડાનો રહેવાસી કુશ પટેલ નામનો યુવક 9 મહિના પહેલા જ સ્ટુ઼ડન્ટ વિઝા પર લંડન ગયો હતો. લંડન ગયા બાદ કુશ દરરોજ નિયમિત પરિવારજનો સાથે ફોન પર વાતચીત કરતો હતો, 11મી ઓગસ્ટ બાદ તેનો ફોન ન આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. પરિવારજનોએ 2 દિવસ રાહ જોયા બાદ લંડન રહેતા કુશના મિત્રોને જાણ કરી હતી. જેથી આ મિત્રો કુશના ઘરે ગયા હતા. જોકે, ત્યાં કુશ મળી આવ્યો નહતો. 

મિત્રોએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ
જે બાદ તેઓએ કુશની શોધખોળ હાથ ધરી હતી. તેઓએ અનેક જગ્યા શોધવા છતાં કોઈ ભાળ મળી નહતી. જેથી તેઓએ વેમ્બલી પોલીસમાં કુશના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસ ફરિયાદના આધારે તેની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, તો લોકેશનના આધારે પણ શોધખોળ હાથ ધરી હતી. જેમાં તેનું લાસ્ટ લોકેશન લંડન બ્રિજ પાસે મળ્યું હતું. જ્યાં જઈને તપાસ કરતા પોલીસને કુશ મળ્યો નહોતો.

19મી રાત્રે મળી આવ્યો હતો મૃતદેહ
જે બાદ 19મી ઓગસ્ટની રાત્રે લંડન બ્રિજના એક છેડેથી એક મૃતદેહ મળી આવ્યો હતો, પરંતુ મૃતદેહ અને ચહેરાનો ભાગ સાવ સડી ગયેલો હોવાથી પોલીસ પણ તેની ઓળખ કરવામાં મુશ્કેલીમાં મુકાઈ હતી. જે બાદ પોલીસે કુશ ડીએનએ અને બાયોમેટ્રિક મેળવ્યા હતા. જે મૃતદેહ સાથે મેચ થઈ ગયા હતા. જે બાદ પોલીસે આ મૃતદેહ કુશ પટેલનો જ હોવાની પુષ્ટિ કરી હતી. 

પરિવારમાં ફરી વળ્યું શોકનું મોજું
જે બાદ પોલીસ દ્વારા આ અંગેની જાણ કુશના મિત્રોને તથા કુશના પરિવારજનોને કરવામાં આવતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે આપઘાત કરવા પાછળનું કારણ જાણવા તપાસ કરી તો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે યુવકે આર્થિક સંકડામણના કારણે લંડન બ્રિજ પરથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. યુવકની આત્મહત્યાને કારણે પરિવારમાં માતમ છવાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ