બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Kolkata Knight Riders celebrated with cake and champagne after the win video viral

VIDEO / રિંકૂ સિંહ 'પાર્ટી તો બનતી હૈ'! જીત બાદ કોલકાતા નાઈટ રાઇડર્સે કેક અને શેમ્પેઈન સાથે કરી ઉજવણી

Megha

Last Updated: 11:30 AM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિંકૂ સિંહે પાંચ સિક્સર ફટકારીને કોલકાતા નાઈટ રાઈડર્સને જીત અપાવી હતી જે બાદ ડ્રેસિંગ રૂમમાં જીતની ઉજવણી કરતી વખતેને એક વિડીયો હાલ વાયરલ થયો છે

  • કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના ડ્રેસિંગ રૂમમાં જીતની ઉજવણી થઈ 
  • ઉજવણીનો વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ 
  • રિંકુ સિંહે સતત પાંચ સિક્સર ફટકારીને ત્રણ વિકેટથી જીત અપાવી 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીએલની મેચ રમાઈ હતી. આ મેચમાં પહેલા બેટિંગ કરીને ગુજરાત ટાઈટન્સે 205 રન કર્યાં હતા. કોલકાતાની ટીમે છેલ્લી ઓવરમાં આ મેચ જીતી લીધી હતી. કોલકાતાના ખેલાડી રિંકૂ સિંહ આ જીતનો હીરો બન્યો હતો.

આ જીત બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના ડ્રેસિંગ રૂમમાં આનંદ અને ખુશી છવાઈ ગઈ હતી. જીતની ઉજવણી કરતી વખતે આખો ડ્રેસિંગ રૂમ ગાતો અને નાચતો હતો જેનો એક વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

KKRના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા શેર કરવામાં આવેલા વિડિયોમાં, મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિત, સહાયક કોચ અભિષેક નાયર, ભરત અરુણ અને શો સ્ટોપર રિંકુ સિંહ સહિતના ખેલાડીઓ નાચતા-ગાતા જોવા મળ્યા હતા સાથે જે કેક કાપીને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. 

સતત પાંચ સિક્સર ફટકારીને ત્રણ વિકેટથી જીત અપાવી 
રવિવારે (9 એપ્રિલ) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલ ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં રિંકુ સિંહે કોલકાતા નાઇટ રાઇડર્સને છેલ્લી ઓવરમાં સતત પાંચ સિક્સર ફટકારીને ત્રણ વિકેટથી જીત અપાવી હતી. જણાવી દઈએ કે મેચની છેલ્લી ઓવરમાં કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે 29 રનની જરૂર હતી અને એ સમયે છેલ્લી ઓવર યશ દયાલની હતી તે ઓવરમાં પહેલા બોલ પર ઉમેશ યાદવે એક રન લઈને રિંકુ સિંહને સ્ટ્રાઈક આપી હતી. ત્યારબાદ બેટ્સમેન રિંકુએ મેચમાં સિક્સરનો એવો વરસાદ કર્યો કે ગુજરાતની ટીમ જોતી જ રહી ગઈ. 

નોંધનીય છે કે રિંકુ સિંહ 21 બોલમાં 48 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો જેમાં છ સિક્સર અને એક ફોરનો સમાવેશ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ