બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / know what is the mistry behind shivas third eye

જાણવા જેવું / આવી રહ્યું છે મહાશિવરાત્રિ પર્વ: ફટફટ જાણી લો શિવજી સાથે જોડાયેલ આ રહસ્ય, થશે મોટો ફાયદો

Khevna

Last Updated: 02:22 PM, 22 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણો શિવજીની ત્રીજી આંખ પાછળ શું રહસ્ય છે

  • 1 માર્ચના રોજ મહાશિવરાત્રી 
  • શિવજીની ત્રીજી આંખ- એક રહસ્ય 
  • શાસ્ત્રોમાં આ કથાનું વર્ણન 

મહાશિવરાત્રીનો તહેવાર ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશીના રોજ મનાવવામાં આવે છે. ભગવાન શિવની ઉપાસનાનો આ વિશેષ દિવસ 1 માર્ચ, 2022ના રોજ પડે છે. મહાશિવરાત્રીના દિવસે શિવની પૂજાથી બધી જ મનોકામનાઓ પૂરી થાય છે. 

દિવ્ય દ્રષ્ટિનું પ્રતિક 
શાસ્ત્રો અનુસાર, શિવજીની ત્રીજી આંખ તેમની દિવ્ય દ્રષ્ટિ છે. કહેવાય છે કે આ દિવ્ય દ્રષ્ટિથી કઈ છુપાયેલ નથી. સાથે જ શિવજીની ત્રીજી આંખ જ્ઞાન ચક્ષુ સમાન છે. આ ત્રીજી આનથી તેઓ ત્રણે લોકની ગતિવિધિઓ પર નજર રાખે છે. આ ઉપરાંત, સિવની ત્રીજી આંખ તેમની શક્તિનું કેંદ્ર છે. માનવામાં આવે છે કે તેમની ત્રીજી આંખ ખુલતા જ આખી સૃષ્ટિ નષ્ટ થઇ જશે. 

શિવજીની ત્રીજી આંખની કથા 
ભગવાન શિવની ત્રીજી આંખના વિષયમાં શાસ્ત્રોમાં ઘણી કથાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવી જ એક કથા છે જ્યારે ભગવાન શિવ ધ્યાનમાં મગ્ન હતા તો માતા પાર્વતીએ પોતાની બંને હથેળીઓથી તેમની આંખો ઢાંકી દીધી. જ્યાર બાદ આખી સૃષ્ટિમાં અંધારું છવાઈ ગયું. અહેવાય છે કે ભગવાન શિવની ત્રીજી આંખથી એટલી શક્તિ પ્રજ્વલ્લિત થઇ કે આખી ધરતી ડગવા લાગી. ત્યારે માં પાર્વતીએ શિવની આંખો પરથી પોતાની હથેળીઓ હટાવી લીધી. જ્યાર બાદ સ્થિતિ સામાન્ય થઇ. 

શિવજીના ત્રીજા નેત્રની બીજી કથા 
શાસ્ત્રોમાં વર્ણિત એક અન્ય કથા અનુસાર, એક વાત દક્ષ પ્રજાપતિએ યજ્ઞ આયોજિત કર્યો હતો, જેમાં માતા પાર્વતી તથા શિવને પણ આમંત્રણ હતું. પરંતુ ત્યાં શિવજી સાથે થયેલ અપમાનને માતા પાર્વતી સહ ન કરી શક્યા તથા તેમણે આત્મદાહ કર્યો. કહેવાય છે કે આ ઘટનાથી શિવજી એટલા વિચલિત થઈ ગયા કે વર્ષો સુધી ઘોર તપસ્યા કરતા રહ્યા. સમય સાથે સતીનો જમણ હિમાલયની પુત્રીના રૂપમાં થયો. પરંતુ, ભગવાન શિવ ધ્યાનમાં એટલા મગ્ન હતા કે તેમને કોઈપણ વાતનું ધ્યાન ન રહ્યું. જ્યારે દેવતાગણ ઈચ્છતા હતા કે જલ્દી જ માતા પાર્વતી તથા શિવનું મિલન થઇ જાય, પરંતુ આ માટે બધા જ પ્રયાસો વિફળ રહ્યા. અંતમાં દેવતાગણો કામદેવને શિવજીની તપસ્યા ભંગ કરવા મોકલે છે. કામદેવ પણ ઘણા પ્રયાસોમાં વિફળ રહ્યા. ત્યાર બાદ કામદેવે પુષ્પ બાણ ચલાવ્યું, જે સીધું શિવજીના હૃદયમાં જઈને વાગ્યું તથા શિવજીનું ધ્યાન ભંગ્બ થયું. ધ્યાન ભંગ થવાને કારણે શિવજી એટલા ક્રોધિત થઇ ગયા કે તેમણે પોતાના ત્રીજા નેત્રથી કામદેવને ભસ્મ કરી મુક્યા. જ્યાર બાદ કામદેવના પત્નીએ શિવજીને વિનંતી કરી કે તેમના પતિને ફરી જીવિત કરી દે. ત્યારે શિવજીએ કહ્યું કે દ્વાપર યુગમાં કામદેવનો જન્મ શ્રીકૃષ્ણના પુત્રના રૂપમાં થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ