દુબઈની મુલાકાત દરમિયાન તેઓને હાર્ટએટેક આવ્યો અને 54 વર્ષની નાની વયે બોલિવૂડને અલવિદા કહી ગયા હતા. આજે જાણીએ દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી વિશેની કેટલીક ખાસ વાતો.
- શ્રીદેવી 1985 થી 1992 દરમિયાન સૌથી વધુ કમાણી કરનારી હિન્દી અભિનેત્રી હતી.
- બોલીવુડની પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવીને સ્ટીવન સ્પીલબર્ગ દ્વારા હોલિવૂડની ફિલ્મ 'જુરાસિક પાર્ક'માં ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ બોલિવૂડથી વિરામ લેવાની અનિચ્છાને કારણે ઇનકાર કરી દીધો હતો.

- 'ના જાને કહા સે આઈ હૈ' ગીતના શૂટિંગ દરમિયાન શ્રીદેવીને ખૂબ જ ફીવર હતો.
- શ્રીદેવીએ 1989માં ફિલ્મ 'ચાંદની' માટે તેના સંવાદો સૌ પ્રથમ વખત ડબ કર્યા હતા.
- શ્રીદેવી જ્યારે બોલિવૂડમાં આવી ત્યારે તેને હિન્દી આવડતું નહતું.

- જ્યારે શ્રીદેવી કારકિર્દીના શિખરે પહોંચ્યા ત્યારે તેમને અનેક મેરેજ પ્રપોઝલ મળ્યા જેમાં અમેરિકન અને બ્રિટિશ ભારતીયોનો સમાવેશ થતો.
- શ્રીદેવી અનેક ભાષાઓમાં સ્પષ્ટ વાતચીત કરી શકતી હતી, જેમકે, તમિળ, તેલુગુ, અંગ્રેજી.
- શ્રીદેવી પરિવારમાં કમાનારી એક માત્ર વ્યક્તિ હતી. તે પરિવારની આર્થિક જવાબદારી નિભાવતી હતી.

- શ્રીદેવીએ બોની કપૂરની ફિલ્મ 'જુદાઈ' કર્યા બાદ પોતાની દીકરીઓના નામ જ્હાનવી અને ખુશી રાખ્યા હતા.
- બોની કપૂરની 'હમારા દિલ આપકે પાસ હૈ' માં પણ શ્રીએ મહત્વની ભૂમિકા અદા કરી.
- શ્રીદેવીને 'બાઝીગર' ફિલ્મમાં ડ્યુઅલ રોલ આપવામાં આવ્યો હતો. જો કે ડિરેક્ટરે તેને શાહરૂખ ખાન વિરુદ્ધ કાસ્ટિંગ કરવાનું નક્કી કર્યું કારણ તે દર્શકોને જકડી રાખતી હતી.
ફોટો સૌજન્ય- Twitter.com