બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / Know The Health and beauty Benefits Of Coconut Water

હેલ્થ / વજન ઘટાડવાથી લઈને અનેક રોગમાં લાભદાયી છે નારિયેળ પાણી

Bhushita

Last Updated: 04:19 PM, 16 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નારિયેળ પાણી પીવાથી ઇમ્યુન સિસ્ટમ સારી રીતે કામ કરે છે. રોજ નારિયેળ પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને સાથે જ શરીરમાં ગ્લુકોઝનું સ્તર પણ નોર્મલ રહે છે. આજે અમે આપને જણાવીશું કે જો રોજ 1 ગ્લાસ નારિયેળનું પાણી પીવામાં આવે તો તમને કયા લાભ થાય છે.

નારિયેળ પાણીને હેલ્થ માટે વરદાન માનવામાં આવે છે. નારિયેળ પાણી પીવાથી હેલ્થને અનેક પ્રકારના ફાયદા થાય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન, મિનરલ્સ મળી રહે છે. આ સિવાય પણ તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડન્ટ્સ, એમીનો એસિડ, એન્જાઇમ્સ, બી કોમ્પલેક્સ અને વિટામીન સી હોય છે. તેનાથી ઈમ્યુન સિસ્ટમ સારી રીતે કામ કરી શકે છે. નારિયેળ પાણી શરીરમાં ગ્લૂકોઝનું પ્રમાણ નોર્મલ રાખે છે. 

વજન ઘટાડે છે
જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો તો તમે તમારા ડાયટમાં નારિયેળ પાણી અવશ્ય સામેલ કરો. નારિયેળ પાણીમાં કેલોરી ઘણી ઓછી હોય છે. તેને પીધા બાદ જંકફૂડ ખાવાની ઇચ્છા પણ ઘટી જાય છે. 

ઇમ્યુનિટી વધારે છે
ઘણા ઓછા લોકો જાણે છે કે નારિયેળ પાણીમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણ હોય છે. આ શરીરની ઇમ્યુનિટી પાવરને મજબૂત કરવાની સાથે અનેક ઇન્ફેક્શનથી પણ શરીરને બચાવે છે. 

હાઈ બ્લડપ્રેશરમાં ફાયદારૂપ
જેમને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા છે તેઓએ પોતાના ડાયટમાં નારિયેળ પાણી અચૂક પીવું જોઈએ. નારિયેળ પાણી બ્લડપ્રેશરને નોર્મલ રાખે છે. તેમાંનું વિટામિન સી, મેગ્નેશિયમ અને પોટેશિયમ બ્લડપ્રેશરને ઓછું કરવાનું કામ કરે છે. 

ત્વચાને કરે છે ફાયદો
નારિયેળ પાણી સ્વાસ્થ્યને જ ફાયદો કરે છે એવું નથી. તે સ્કીનને પણ સુંદર બનાવે છે. જે લોકોને ચહેરા પર ખીલ થાય છે તે લોકોએ રાતના સમયે નારિયેળ પાણી ચહેરા પર લગાવીને સૂવું. સવારે ઊઠીને ચહેરો ધોઈ લેવો. તેમ કરવાથી ખીલની સમસ્યા ઝડપથી ખતમ થાય છે. 

કિડનીને રાખે છે હેલ્ધી
જે લોકોને કિડનીની સમસ્યા રહેતી હોય તેઓએ રોજ એક ગ્લાસ નારિયેળનું પાણી પીવું જોઈએ. તેમાના મિનરલ્સ, પોટેશિયમ અને મેગ્નેશિયમ કિડનીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coconut Water Drink 1 glass of Coconut Water Health and Beauty Benefits health tips નારિયેળ પાણીના ફાયદા Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ