બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Know on which day the festival of Mahashivratri will be celebrated

Mahashivratri 2024 / જાણો કયા દિવસે ઉજવવામાં આવશે મહાશિવરાત્રિનું પર્વ, આ દિવસે કયા ઉપાય કરવા

Published By: Sanjay Vibhakar

Last Updated: 08:54 AM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાશિવરાત્રિની શરૂઆત 8 માર્ચના રોજ રાત્રે 9:57 વાગ્યે થશે. ઉદય તિથિ પ્રમાણે મહાશિવરાત્રિ 8 માર્ચના રોજ જ ઉજવવામાં આવશે.

આ વર્ષે મહાશિવરાત્રિ 8 માર્ચના રોજ છે. સનાતન ધર્મની અંદર મહાશિવરાત્રિનું ખૂબ જ મહત્વ છે. આ પર્વ ભગવાન શિવ અને માતા પાર્વતી માટે ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાંગ મુજબ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના દિવસે મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિને લઈને લોકોમાં એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. મહાશિવરાત્રિની શરૂઆત 8 માર્ચના રોજ રાત્રે 9:57 વાગ્યે થશે. ઉદય તિથિ પ્રમાણે મહાશિવરાત્રિ 8 માર્ચના રોજ જ ઉજવવામાં આવશે. 

નિશિતા કાળ 
નિશિતા કાળ 8 માર્ચના રોજ રાત્રે 12:05 વાગ્યાથી 9 માર્ચના રોજ 12:56 મિનિટ સુધી રહેશે. 

પ્રથમ પૂજાનો સમય 
મહાશિવરાત્રિની પ્રથમ પૂજા 8 માર્ચના રોજ 6:25 વાગ્યે થશે અને તેનું સમાપન 9:28 વાગ્યે થશે. 

મહાશિવરાત્રિનો શુભ સંયોગ અને પ્રદોષ વ્રત
મહાશિવરાત્રિના દિવસે પ્રદોષ વ્રત પણ છે. પ્રદોષ વ્રતના દિવસે પણ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. પ્રદોષ વ્રત દર મહિને 2 વાર આવે છે. 

વાંચવા જેવું: જલ્દી કરો! આજના દિવસે ખરીદી લો આ 5 શુભ ચીજો, ભાગ્ય ચમકી ઉઠશે, જાણો કેમ

મહાશિવરાત્રિની પૂજા વિધિ 
આ દિવસે ભગવાન શિવની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે. ચંદન તિલક લગાવો. બીલીપત્ર, ભાંગ, ધતૂરો, તુલસી વગેરે અર્પણ કરો. ત્યારબાદ કેસરવાળી ખીરનો ભોગ ચડાવો. મહાશિવરાત્રિના દિવસે શિવ પુરાણનો પાઠ કરવો જોઈએ. આ દિવસે રાત્રિનું જાગરણ પણ કરવામાં આવે છે. 

મહાશિવરાત્રિના દિવસે આ ઉપાય કરવા જોઈએ 

  • જો તમારા લગ્ન જીવનમાં કોઈ સમસ્યા હોય તો તમારે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્નવાળો ફોટો મંદિરમાં રાખી દરરોજ તેની પૂજા કરવી જોઈએ. 
  • તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે તે માટે મહાશિવરાત્રિના દિવસે ગાય માતાને ઘાસ ખવડાવો. 
  • સંતાન સુખની પ્રાપ્તિ માટે મહાશિવરાત્રિના દિવસે 11 શિવલિંગ બનાવો અને તેના પર જળ અર્પણ કરો. તેનાથી સંતાનને લગતી દરેક સમસ્યાઓ દૂર થશે. 
  • તમારી આર્થિક સ્થિતિમાં સુધાર કરવા માટે ભગવાન શિવની પૂજા કરો અને શિવલિંગ પર જળ અર્પણ કરો. 

સંકળાયેલા મુદ્દાઓ

Lord Shiva Mahashivratri 2024 Shiv Parvati ઉપાયો મહાશિવરાત્રિ શિવ પાર્વતી શુભ મુહૂર્ત Mahashivratri 2024

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ