બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Know how to make kathiyawadi dahi tikhari recipe at home

રેસિપી / ઘરે શાક ના હોય તો ફટાફટ બનાવી લો આ કાઠિયાવાડી દહીં તિખારી, એકવાર ખાશો તો આંગળા ચાટતા રહી જશો

Noor

Last Updated: 05:36 PM, 20 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણીવખત એવું થાય છે કે ઘરમાં કોઈ જ શાક હોતું નથી અને શું બનાવવું તે સમજાતું નથી. પરંતુ ગુજરાતીઓ એમાં પણ ખાસ કરીને કાઠિયાવાડમાં લોકો દહીં તિખારી બનાવીને ખાતા હોય છે. આને તમે રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો. તે શાકની ગરજ સારે છે. માત્ર પાંચ જ મિનિટમાં ખાસ ટિપ્સ અને ટ્રિક્સ સાથે તમારા રસોડે બનાવો ચટાકેદાર અને ટેસ્ટી દહીં તિખારીની રેસિપી.

સામગ્રી

1 કપ દહીં
6 કળી લસણ
1 ચમચી લાલ મરચું
1 ચમચી ધાણાજીરું
કોથમીર
હીંગ

રીત

સૌથી પહેલાં લસણની ચટણી તૈયાર કરવી. તેના માટે ખાયણીમાં 6 કળી લસણની કળી અને 1 ચમચી લાલ મરચું લઈને ખાંડી લેવું. હવે એક પેનમાં 2 ચમચી તેલ એડ કરો. ગેસ મીડિયમ રાખો. તેમાં ચપટી હીંગ નાખો અને પછી તેમાં વાટેલી લસણની ચટણી તેલમાં એડ કરી લો. પછી તેને સારી રીતે સાંતળી લો. હવે આ સમયે મસાલામાં અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું, અડધી ચમચી શેકેલા જીરાનો પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી તેલમાં મસાલો સાંતળી લો. હવે આ સમયે 1 કપ જાડું અને મોડું દહીં એડ કરો. દહીંમાં પાણી ન હોવું જોઈએ. હવે ફટાફટ મસાલામાં દહીંને ચલાવો. બરાબર મિક્સ કરી લો અને ગેસ બંધ કરી દો. છેલ્લે તેને કોથમીરથી ગાર્નિશ કરો. 

સંકળાયેલા મુદ્દાઓ

Recipe dahi tikhari kathiyawadi recipe
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ