બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આ રીતે જાણો ગેસ પૂરો થવાનો છે, 10 સેકન્ડની ટ્રીકથી પડી જશે ખબર

કામની વાત / આ રીતે જાણો ગેસ પૂરો થવાનો છે, 10 સેકન્ડની ટ્રીકથી પડી જશે ખબર

Nirav Kumar

Last Updated: 04:00 AM, 27 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમારા સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે તે જોવા અમુક લોકો તેને ઉપાડીને ચેક કરે છે. પરંતુ એક ટ્રીક વાયરલ છે જેને અજમાવી તમે એક્ઝેક્ટ જાણી શકો છો કે, સિલિન્ડરમાં કેટલો ગેસ છે.

જ્યારે રસોઈ બનાવતી વખતે સિલિન્ડર અચાનક ખૂટી જાયઅને બીજો સિલિન્ડર ઉપલબ્ધ ન હોય ત્યારે ખબર પડે છે કે, ગેસ સિલિન્ડર કેટલો મહત્વનો છે. આવી પરિસ્થિતિઓમાં, લોકો ઘણીવાર એવું ઈચ્છે છે કે તેમને ખબર પડે કે કેટલો ગેસ બાકી છે જ્યારે તેને સિલિન્ડરને ઉપાડીને કે હલાવીને તપાસે છે. આ યુક્તિ માત્ર એક અંદાજ આપે છે. સિલિન્ડરમાં ગેસની અસલી માત્રા તપાસવાની એક અલગ રીત છે અને તે અતિ સરળ છે. આ વાયરલ હેક દ્વારા તમે થોડીવારમાં નક્કી કરી શકશો કે સિલિન્ડર ઓછો છે કે પૂરતો.

  • સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે, આ હેક દ્વારા જાણો

સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે તે તપાસવા માટે લોકો સામાન્ય રીતે તેમના હાથમાં સિલિન્ડર ઉપાડે છે. પરંતુ આ કેટલો ગેસ બાકી છે તેનો ખૂબ સચોટ ખ્યાલ આપતું નથી. એવામાં એક હેક વાયરલ છે જે તમને વધુ સચોટ ખ્યાલ મેળવવામાં મદદ કરી શકે છે. આ માટે તમારે કોઈ સાધનોની જરૂર નથી. માત્ર ગરમ પાણીની જરૂર પડે છે. ચાલો પગલું-દર-પગલાં જોઈએ કે તમારે શું કરવાની જરૂર છે.

vtv app promotion

સૌપ્રથમ એક જગમાં ગરમ પાણી ભરો. પાણી એટલું ગરમ હોવું જોઈએ કે સિલિન્ડરની સપાટી પર તેનું તાપમાન અનુભવાય. હવે, આ પાણીને ઉપરથી નીચે સુધી સિલિન્ડર પર રેડો, સિલિન્ડરની એક બાજુ સંપૂર્ણપણે ભીની કરો. ત્યાર બાદ સિલિન્ડર પર પાણીની ગરમી અનુભવવા માટે 5-10 સેકન્ડ રાહ જુઓ.

હવે સિલિન્ડરને સ્પર્શ કરો અને તપાસો. જ્યાં પણ તમને ગરમ લાગે ત્યાં ગેસ નથી. મતલબ કે, સિલિન્ડર ખાલી છે. જ્યાં પણ તમને ઠંડુ લાગે ત્યાં LPG ગેસ હાજર છે. મતલબ કે, તમારું સિલિન્ડર ભરેલો છે.  આ સરળ હેક દ્વારા તમે તમારા સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે તેનો ચોક્કસ અંદાજ લગાવી શકો છો.

વધુ વાંચો : ROનું ફિલ્ટર ક્યારે બદલવુ જોઇએ ? જાણી લો 'ફિલ્ટર લાઇફ' ને ઓળખવાની રીત

  • આ હેક અજમાવતી વખતે આ સાવધાની રાખો

જો તમે તમારા સિલિન્ડરમાં ગેસ તપાસવા માટે આ હેક અજમાવી રહ્યા હોવ તો અમુક સાવચેતીઓ રાખવાની ખાતરી કરો. જેમ કે, આ પ્રક્રિયા દરમિયાન ઉકળતા પાણીનો ઉપયોગ કરવાનું ટાળો, કેમ કે આ બળી શકે છે. આ સિવાય પાણી રેડતી વખતે ગેસનો સ્ટવ  બંધ હોવો જોઈ  અને નજીકમાં કોઈ આગ ન હોવી જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hot Water Viral Trick Gas Cylinder
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ