ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Travel / Know about IRCTC Best Tourism Tour Packages of Nainital

ટુર / નૈનીતાલ ફરવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો IRCTC લાવ્યું છે આ બેસ્ટ પેકેજ

Published By: Noor

Last Updated: 02:01 PM, 11 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IRCTC (ઇંડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ) યાત્રીઓ માટે નૈનીતાલ, મુક્તેશ્વર, ભીમતાલ અને સાતતાલ માટે ચાર રાત્રિ અને પાંચ દિવસનું એક બેસ્ટ ટુર પેકેજ લાવ્યું છે. આ પેકેજ હેઠળ તમે માત્ર 14,900 રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચીને આ બેસ્ટ ડેસ્ટિનેશન્સનો આનંદ ઉઠાવી શકો છો. આઇઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઇટ પર અપાયેલી જાણકારી મુજબ આ ટુરની શરૂઆત લખનઉથી દર ગુરુવારે થશે.

ADVERTISEMENT

  • પેકેજમાં એક વ્યક્તિનો ખર્ચ 18,900 રૂપિયા થશે
  • આ ટુરની શરૂઆત લખનઉથી શરૂ થશે
  • 5 દિવસ અને 4 રાતનું પેકેજ

ભારતીય રેલ્વેની પર્યટન શાખા આઇઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઇટ અનુસાર આ પેકેજ માટે એક વ્યક્તિનો ખર્ચ 14,900 રૂપિયા થશે. આ ટુર માટે ડબલ અને ટ્રિપલ ઓક્યુપેન્સી માટે અલગ અલગ પેકેજ છે. જો તમે આ ટુર પેકેજ હેઠળ નવેમ્બર 2019 અને ડિસેમ્બર 2019ની વચ્ચે બુકિંગ કરાવો છો તો તમને ડબલ ઓક્યુપેન્સી માટે પ્રતિ વ્યક્તિ 18,900 રૂપિયા અને ટ્રિપલ ઓક્યુપેન્સી માટે 14,900 રૂપિયા ચુકવવા પડશે. વેબસાઇટ અનુસાર આ ટુર લખનઉથી શરૂ થશે અને આખી રાત યાત્રા બાદ બીજા દિવસે કાઠગોદામ પહોંચશે.

કાઠગોદામથી એક કલાકની યાત્રા બાદ યાત્રીઓને નૈનીતાલની એક હોટલમાં શિફ્ટ કરાશે. પેકેજ અનુસાર તમામ યાત્રીઓ માટે નૈનીતાલમાં ચાર રાત્રિ માટે આવાસ અને ભોજનની વ્યવસ્થા હશે. હોટલથી લઇને ટુરમાં સામેલ દર્શનીય સ્થળોની યાત્રા માટે વાહનની સુવિધા પણ પેકેજમાં ઉપલબ્ધ છે. આઇઆરસીટીસી અનુસાર કોઇ પણ પ્રકારની રૂમ સર્વિસ કે ટુર પેકેજથી અલગ અથવા વધારાના દર્શનીય સ્થળોની યાત્રા માટે યાત્રીઓએ અલગ પૈસા ખર્ચવા પડશે. 

નૈનીતાલના ધાર્મિક સ્થળો વિશે પણ જાણો

નૈનીતાલમાં પ્રાણી ઉદ્યાન, નૈનીતાલ રાજભવન, હનુમાન ગઢી, સ્નો વ્યૂ, નૈની સરોવર, નૈના દેવી મંદિર, પહાડી દ્રશ્યો, નૈની પીક, પંગોટ, ઇકો કેવ ગાર્ડન જોવાલાયક છે. 

મુક્તેશ્વર ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં આવેલુ છે. તે કુમાઉના પહાડો પર 2286 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. અહીંથી નંદાદેવી, ત્રિશુલ અને હિમાલય પર્વતોની ટોચ જોવા મળે છે. અહીં પહાડો ઉપર શિવજીનું મંદિર છે જે મુક્તેશ્વર મંદિરના નામથી ઓળખાય છે. અહીં પહોંચવા માટે 100 સીડીઓ ચઢવી પડે છે. અહીં ભગવાન શિવની સાથે બ્રહ્મા, વિષ્ણુ, પાર્વતી, હનુમાન અને નંદીજી વિરાજમાન છે. 

ભીમતાલ નૈનીતાલમાં આવેલુ એક પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે.અહીં નૈનીતાલની જેમ મોટું સરોવર છે. આ સરોવર નૈનીતાલ કરતા પણ મોટું છે. ભીમકાય હોવાથી તેનું નામ ભીમતાલ પડ્યુ હતુ. તે નૈનીતાલથી 22 કિમીના અંતરે આવેલું છે. એવું પણ કહેવાય છે કે ભીમે જમીન ખોદીને અહીં આ સરોવરનું નિર્માણ કર્યુ હતુ

નૈનીતાલથી 23 કિલોમીટર દુર અને સમુદ્રતટથી 1370 મીટરની ઉંચાઇ પર સ્થિત સાતતલ એક અનોખું અવિસ્મરણીય સ્થળ છે. આ સ્થાનની તુલના ઇંગ્લેન્ડના વેસ્ટમોરલેન્ડ સાથે કરાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

IRCTC Nainital Tour Packages Travel આઇઆરસીટીસી ટુર પેકેજ નૈનીતાલ Tour

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ