બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / know about geysers this is the reason of geyser blast while bathing

સાવધાન / શિયાળો આવી રહ્યો છે, ઘરમાં ગીઝર હોય તો ખાસ જાણી લેજો આ વાત: આ એક ભૂલના કારણે ન્હાતા સમયે થઈ શકે છે બ્લાસ્ટ

Arohi

Last Updated: 04:55 PM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Geyser Blast: વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે સ્વિચ ઓન રાખવાના કારણે બાથરૂમનું ગીઝર ધમાકા સાથે ફૂટી ગયું. તેની સાથે જ ઉકણતુ પાણી બધે ફરી વળ્યું.

  • ઘરમાં ગીઝર હોય તો ખાસ જાણી લેજો
  • એક ભૂલના કારણે નહાતી વખતે થયો બ્લાસ્ટ
  • બાથરૂમનું ગીઝર ધમાકા સાથે ફૂટી 

શિયાળાએ દસ્તક આપી દીધી છે. આમ તો ધીરે ધીરે નવેમ્બરના અંત સુધી દેશના મોટાભાગના ભાગોમાં કડકડતી ઠંડીનો અનુભવ થવા લાગે છે. એવામાં ગરમ પાણીથી લોકો નહાવાનું પ્રીફર કરે છે. તેના માટે અમુક લોકો ગીઝર તો અમુક લોકો આયરન રોડનો ઉપયોગ કરે છે. જો તમે પાણી ગરમ કરવા ગીઝરનો ઉપયોગ કરો છો તો આ વીડિયો તમારે જરૂર જોવો જોઈએ. 

ધડાકા સાથે ફાટ્યુ ગીઝર
સોશિયલ મીડિયા પ્લેફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં એક યુવતી પોતાના ઘર પર ગીઝરની દુર્ઘટના વિશે જણાવી રહી છે. યુવતીએ જણાવ્યું, જ્યારે તમે નહાવા જાઓ તો ગીઝરને 5 મિનિટ પહેલા ઓન કરી દો અને ગીઝરને ઓફ કર્યા બાદ જ બાથરૂમમાં જાઓ, ગીઝર ઓન હોય ત્યારે કોઈ કામ ન કરો. હું તમને રિક્વેસ્ટ એટલા માટે કરી રહી છું કે આજે અમારા ઘરે એક દુર્ઘટના થઈ. આ તમારા ઘરે ન થાય તેનું ધ્યાન રાખો. 

તમે તો નથી કરી રહ્યાને આવી ભૂલ? 
વીડિયોને શેર કરતા તેણે જણાવ્યું, "બાથરૂમમાં નહાવા જતા પહેલા આ વીડિયોને જરૂર જુઓ." વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે સ્વિચ ઓન કરવાના કારણે બાથરૂમનું ગીઝર ધમાકાની સાથે ફાટ્યું. તેની સાથે જ આખા બાથરૂમમાં ઉકળતુ પાણી ફરી વળ્યું. આજલા માર્કેટમાં ઈન્સ્ટન્ટ ગીઝર આવી ચુક્યા છે જેનાથી લગભગ 20 લિટર પાણી દસ મિનિટમાં જ ગરમ થઈ જાય છે. શક્ય હોય તો ગીઝર ઓન કરી બાથરૂમમાં ન જાઓ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ