બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / સ્પોર્ટસ / Cricket / KL Rahul got a bigger responsibility in the middle of the World Cup, replacing Hardik Pandya as vice-captain

World Cup 2023 / વર્લ્ડકપની વચ્ચે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર: હાર્દિક પંડ્યા બહાર થયો તો આ સ્ટાર પ્લેયરને અપાઈ મોટી જવાબદારી

Pravin Joshi

Last Updated: 08:04 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેએલ રાહુલને ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે કેપ્ટન રોહિત શર્મા સાથે મળીને ટીમની રણનીતિ બનાવશે. હાર્દિક પંડ્યાના વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ BCCIએ KLના ખભા પર વાઇસ કેપ્ટનશિપની જવાબદારી સોંપી છે.

  • હાર્દિક પંડ્યા પગની ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર
  • કેએલ રાહુલને ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો 
  • ભારતીય ટીમ રવિવારે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ KL રાહુલને વર્લ્ડ કપ 2023 ની મધ્યમાં ટીમ ઈન્ડિયાના ઉપ-કપ્તાન તરીકે નિયુક્ત કર્યા છે. હાર્દિક પંડ્યા ઈજાના કારણે વર્લ્ડ કપની બાકીની મેચોમાંથી બહાર છે. આવી સ્થિતિમાં ભારતીય બોર્ડે પંડ્યાની જગ્યાએ કેએલ રાહુલને આ જવાબદારી સોંપી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે શનિવારે સવારે હાર્દિક પંડ્યાને વર્લ્ડ કપમાંથી બાકાત રાખવાની પુષ્ટિ કરી હતી. વર્લ્ડ કપ પહેલા હાર્દિક પંડ્યાને BCCI દ્વારા વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ઈજાના કારણે પંડ્યા વર્લ્ડ કપમાં ઘણી મેચ રમી શક્યો ન હતો. બાંગ્લાદેશ સામેની મેચમાં તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. હવે તે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. એક અહેવાલ અનુસાર, BCCIની વરિષ્ઠ પસંદગી સમિતિએ રોહિત શર્માના ડેપ્યુટી તરીકે કેએલ રાહુલના નામને મંજૂરી આપી દીધી છે.

Team India Squad: વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં K L રાહુલની જગ્યા પાક્કી, આ  ખેલાડીનું કપાઈ જશે પત્તું, લાખો ફેન્સના તૂટશે દિલ | World Cup 2023 Team  India Squad ...

વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા અજેય

ભારતીય ટીમ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ ઈન્ડિયાએ સતત 7 મેચ જીતીને સેમીફાઈનલની ટિકિટ મેળવી લીધી છે. ભારતીય ટીમ રવિવારે આઠમી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાવાની છે. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ રમાશે. ભારતીય ટીમ 7 મેચમાં 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા પર રહેશે. ભારતીય ટીમ વિરાટ કોહલીને તેના 35માં જન્મદિવસ પર જીતની ભેટ આપવા કોલકાતામાં હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ