બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:31 PM, 18 April 2024
લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ઘણા પ્રસંગોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે આઈપીએલ 2024માં અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. રાહુલ પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ક્રિકેટમાંથી રાહુલની આવક કરોડો રૂપિયામાં છે. આ સાથે તેઓ અન્ય રીતે પણ કમાણી કરે છે. રાહુલની આઈપીએલ સેલેરી 17 કરોડ રૂપિયા છે. લખનૌ ફ્રેન્ચાઈઝી તેને એક સીઝન માટે 17 કરોડ રૂપિયા આપે છે. આ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે કરોડો રૂપિયા લેવામાં આવે છે. BCCIએ રાહુલને A કેટેગરીમાં રાખ્યો છે. તેઓ વાર્ષિક રૂ. 5 કરોડ ચાર્જ કરે છે. આ સાથે તેઓ મેચ ફી પણ લે છે.
ADVERTISEMENT

મેચ ફીની સાથે રાહુલ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પણ સારી કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે એક શૂટ માટે 10 લાખ રૂપિયા ચાર્જ કરે છે. રાહુલે Puma, Realme અને Bharat Pe સહિત ઘણી બ્રાન્ડ સાથે કરાર કર્યા છે. કેએલ રાહુલે બોલીવુડ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે. બંને મુંબઈમાં જ રહે છે. રાહુલ પાસે બેંગ્લોરમાં લક્ઝરી એપાર્ટમેન્ટ પણ છે. તે લગભગ 7000 હજાર ચોરસ ફૂટ છે. રિપોર્ટ્સ અનુસાર તેની કિંમત 65 લાખ રૂપિયા છે.
ADVERTISEMENT

વધુ વાંચો : આ છે IPLના ઇતિહાસમાં સૌથી ઓછાં રન બનાવનારી ટીમો, જાણો પહેલાં નંબર પર કઈ ટીમ?
ADVERTISEMENT
એક રિપોર્ટ અનુસાર રાહુલ પાસે કરોડો રૂપિયાની કાર છે. તેમના કાર કલેક્શનમાં BMW X5, લેન્ડ રોવર ડિફેન્ડર, રેન્જ રોવર વેલાર અને ઓડી R8 સહિત અનેક વાહનોનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.