બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / KKR's win changed the entire points table, Delhi Capitals suffered a heavy loss
IPL 2024 ની 16મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચનું વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી જે દિલ્હી કેપિટલ્સનું હોમ ગ્રાઉન્ડ છે. KKRની ટીમે આ મેચમાં 106 રનના વિશાળ અંતરથી જીતી મેળવી લીધી. આ મોટી જીત બાદ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમને પોઈન્ટ ટેબલમાં મોટો ફાયદો થયો છે. જ્યારે દિલ્હીને ભારે નુકસાન થયું છે.
ADVERTISEMENT
પોઈન્ટ ટેબલમાં KKRને થયો બમ્પર ફાયદો
કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હીની ટીમને હરાવી સિઝનની ત્રીજી જીત હાંસલ કરી લીધી. આ સાથે KKR ટીમના 3 મેચમાં 6 પોઈન્ટ થઈ ગયા છે અને તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ચુકી છે. આ મેચ પહેલા તે બીજા નંબર પર હતી. ત્યારે પોઈન્ટ્સ ટેબલમાં આ બદલાવ બાદ રાજસ્થાન રોયલ્સ ટીમ બીજા સ્થાને સરકી ગઈ છે. રાજસ્થાન રોયલ્સે પણ 3 મેચ રમી છે અને તમામ મેચમાં જીત મેળવી છે. પરંતુ KKRનો નેટ રન રેટ રાજસ્થાન રોયલ્સ કરતા વધુ સારો છે. બીજી તરફ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ પણ ટોપ-4માં યથાવત છે.
દિલ્હી કેપિટલ્સને થયું ભારે નુકસાન
આ મેચમાં કારમી હાર બાદ દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને સરકી ગઈ છે. દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધીમાં 4 મેચ રમી છે અને માત્ર 1 જ મેચમાં જીત મેળવી છે. દિલ્હી કેપિટલ્સ પાસે હાલમાં 2 પોઈન્ટ છે અને નેટ રન રેટ -1.347 પર પહોંચી ગયો છે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સની મોટી હારનો ફાયદો RCB અને પંજાબની ટીમને થયો છે. બંને ટીમો એક-એક સ્થાન ઉપર આવી ગઈ છે.
ADVERTISEMENT
વધુ વાંચો: ઈશાંત શર્માએ ફેંક્યો IPL 2024 ઘાતક બોલ, આઉટ થયેલા બેસ્ટમેને બેટ થાબડી કર્યા વખાણ
KKR એ એકતરફી રીતે જીતી લીધી મેચ
આ મેચમાં KKR માટે બોલરો અને બેટ્સમેનોએ જોરદાર પ્રદર્શન કર્યું. કેકેઆરની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો જે યોગ્ય સાબિત થયો. KKR ટીમે 272 રન બનાવ્યા, જે IPLના ઈતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર છે. આ પછી દિલ્હી કેપિટલ્સ 166 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને દિલ્હીની ટીમ 106 રનથી મેચ હારી ગઈ હતી.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.