બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Ishant Sharma bowled a deadly ball in IPL 2024, he batted at the dismissed best man
Last Updated: 11:39 PM, 3 April 2024
જે મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેનોએ 18 છગ્ગા ફટકાર્યા હતા, 22 ચોગ્ગા ફટકાર્યા હતા. જે મેચમાં દિલ્હીની ટીમે 20 ઓવરમાં 272 રન લૂટાંવ્યા હતા. .એ જ મેચમાં લોકો દિલ્હીના ફાસ્ટ બોલર ઈશાંત શર્માને સલામ કરી રહ્યા છે. આ મેચમાં ઈશાંત શર્માએ 3 ઓવરમાં 43 રન આપ્યા હતા પરંતુ તેના એક બોલે સનસનાટી મચાવી દીધી હતી. ઇશાંત શર્માએ 20મી ઓવરમાં આ બોલ ફેંક્યો અને તેને IPL 2024નો સૌથી ખતરનાક બોલ કહી શકાય.
ADVERTISEMENT
YORKED! 🎯
— IndianPremierLeague (@IPL) April 3, 2024
Ishant Sharma with a beaut of a delivery to dismiss the dangerous Russell!
Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #DCvKKR | @ImIshant pic.twitter.com/6TjrXjgA6R
ADVERTISEMENT
રસેલ ઈશાંતના યોર્કર પર પડ્યો હતો.
ઈશાંત શર્માએ આ બોલ આન્દ્રે રસેલને ફેંક્યો હતો. રસેલ આ મેચમાં ઉગ્ર દેખાતો હતો. તેણે 18 બોલમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 41 રન બનાવ્યા હતા પરંતુ તે પછી ઈશાંતે એક બોલ ફેંક્યો જેનો તેની પાસે કોઈ જવાબ નહોતો. ઇશાંત શર્માએ રસેલને શાનદાર યોર્કર ફેંક્યો. બોલ રમતી વખતે રસેલ સંપૂર્ણપણે ગોથું ખાઇ ગયો, અને ક્લિન બોલ્ડ થઇ ગયો...એટલું જ નહીં યોર્કરનો સામનો કરવા જતા તે પીચ પર જ પડી ગયો હતો. રસેલને ઈશાંતનો આ બોલ એટલો ગમ્યો કે પોતાને આઉટ કરનાર ઇશાંત શર્માના આ બોલ માટે તેણે તાળીઓ પાડી હતી. .
ADVERTISEMENT
આ પણ વાંચોઃ IPL ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનારા 5 કેપ્ટન, લિસ્ટમાં ધોની ટોપમાં, અન્ય નામ પણ ચોંકાવનારા
આ એક બોલ સિવાય ઇશાંત શર્મા કંઇ ખાસ કરી શક્યો ન હતો
આ બોલ સિવાય ઈશાંત શર્મા આ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. પોતાની બીજી ઓવરમાં ઇશાંત શર્માએ 26 રન આપ્યા હતા અને તેને ડાબોડી બેટ્સમેન સુનીલ નરેને ધોયો હતો. નરેને ઇશાંતની ઓવરમાં 3 સિક્સ અને 2 ફોર ફટકારી હતી.
ADVERTISEMENT
Sunil Narine at it again 🔥🔥@KKRiders are off to some start in Vizag!
— IndianPremierLeague (@IPL) April 3, 2024
Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #DCvKKR pic.twitter.com/UipTFUHznQ
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.