બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ઈડન ગાર્ડન્સમાં KKR નો ધમાકો: હાઈ-સ્કોરિંગ મેચમાં ગુજરાત ટાઇટન્સને 29 રનથી હરાવ્યું
Last Updated: 11:52 PM, 16 May 2026
આઇપીએલ 2026 ની રોમાંચક સફર હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે, ત્યારે શનિવારેના રોજ ક્રિકેટના મક્કા ગણાતા કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ પર રનનો મોટો વરસાદ જોવા મળ્યો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સે શાનદાર રમતનું પ્રદર્શન કરીને પોઈન્ટ્સ ટેબલમાં મજબૂત સ્થાન ધરાવતી ગુજરાત ટાઇટન્સને 29 રનથી માત આપી છે. ગુજરાત ટાઇટન્સ પાસે આ મેચ જીતીને પ્લેઓફમાં સીધી એન્ટ્રી કરવાની સુવર્ણ તક હતી, પરંતુ KKR ના બેટ્સમેનોના તોફાને ગુજરાતના આ પ્લાન પર પાણી ફેરવી દીધું હતું. આ જીત સાથે કોલકાતા નાઇટ રાઇડર્સ 12 મેચોમાંથી 5 જીત અને 11 પોઈન્ટ્સ સાથે પ્લેઓફની રેસમાં હજુ પણ ટકી રહ્યું છે. બીજી તરફ, હાર છતાં ગુજરાત ટાઇટન્સ 13 મેચોમાં 8 જીત અને 16 પોઈન્ટ્સ સાથે ટેબલમાં મજબૂત સ્થિતિમાં છે.
ADVERTISEMENT
Snap the streak. Defend the home. Stay in the race 💜#KKR ends #GT's flawless run and ensures they are still fighting for that top 4 spot 👏
— IndianPremierLeague (@IPL) May 16, 2026
Scorecard ▶️ https://t.co/m8jevRTt29#TATAIPL | #KhelBindaas | #KKRvGT | @KKRiders pic.twitter.com/3brkKY8DsW
ADVERTISEMENT
આ મુકાબલામાં ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને કોલકાતાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. KKR ની શરૂઆત સારી રહી નહોતી અને કેપ્ટન અજિંક્ય રહાણે માત્ર 14 રન બનાવીને મોહમ્મદ સિરાજની બોલિંગમાં બોલ્ડ આઉટ થયો હતો. જોકે, ત્યારબાદ ઓપનર ફિન એલન અને યુવા બેટ્સમેન અંગકૃષ રઘુવંશીએ બીજી વિકેટ માટે માત્ર થોડી જ ઓવરોમાં 95 રનની ધમાકેદાર ભાગીદારી કરીને મેચનો રૂખ બદલી નાખ્યો હતો. ફિન એલને ગુજરાતના બોલરોની બરાબરની ધુલાઈ કરતા માત્ર 35 બોલમાં 10 સિક્સર અને 4 ફોરની મદદથી પ્રચંડ 93 રન ફટકાર્યા હતા. એલનને સ્પિનર આર. સાઈ કિશોરે આઉટ કર્યો હતો.
A complete and utter demolition job at Eden Gardens 🔥
— IndianPremierLeague (@IPL) May 16, 2026
Updates ▶️ https://t.co/m8jevRTt29#TATAIPL | #KhelBindaas | #KKRvGT pic.twitter.com/937iZPcOnQ
ADVERTISEMENT
ફિન એલન આઉટ થયા બાદ પણ ગુજરાતના બોલરોને કોઈ રાહત મળી નહોતી. અંગકૃષ રઘુવંશી અને કેમેરોન ગ્રીન વચ્ચે ત્રીજી વિકેટ માટે 108 રનની અણનમ ભાગીદારી નોંધાઈ હતી. રઘુવંશીએ 44 બોલમાં 7 સિક્સર અને 4 ફોર સાથે અણનમ 82 રન બનાવ્યા હતા, જ્યારે કેમેરોન ગ્રીને માત્ર 28 બોલમાં 3 ફોર અને 4 સિક્સરની મદદથી અણનમ 52* રનની ઇનિંગ રમી KKR નો સ્કોર 2 વિકેટે 247 રન સુધી પહોંચાડ્યો હતો.
Innings Break! #KKR put on a batting show to post 247/2 🫡
— IndianPremierLeague (@IPL) May 16, 2026
Will #GT chase down this total?
Scorecard ▶️ https://t.co/m8jevRTt29#TATAIPL | #KhelBindaas | #KKRvGT pic.twitter.com/f0X0blcaCA
ADVERTISEMENT
વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની શરૂઆત આક્રમક રહી હતી. ઓપનર સાઈ સુદર્શન અને કેપ્ટન શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 42 રન જોડ્યા હતા, પરંતુ સુદર્શન 23 રનના સ્કોર પર ઈજાગ્રસ્ત (ચોટિલ) થતાં તેને 'રિટાયર્ડ હર્ટ' થઈને મેદાનની બહાર જવું પડ્યું હતું. ત્યારબાદ આવેલા નિશાંત સિંધુ (1 રન) ને સુનિલ નરેને સસ્તામાં આઉટ કર્યો હતો. અહીંથી શુભમન ગિલ અને જોસ બટલરે મોરચો સંભાળ્યો હતો અને બંને વચ્ચે 128 રનની મજબૂત ભાગીદારી થઈ હતી. કેપ્ટન ગિલે શાનદાર બેટિંગ કરતા 49 બોલમાં 7 સિક્સર અને 5 ફોરની મદદથી 85 રનની આક્રમક ઇનિંગ રમી હતી. જોકે, સુનિલ નરેનની બોલિંગમાં મોટો શોટ મારવાના ચક્કરમાં ગિલ બાઉન્ડ્રી લાઇન પર અનુકૂળ રોયના હાથે કેચ આઉટ થયો હતો અને મેચ KKR તરફ નમી ગઈ હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : મોદી કેબિનેટમાં ફેરબદલની ચર્ચા તેજ, આ રાજ્યોના નેતાઓને મળી શકે સ્થાન
ગિલના આઉટ થયા બાદ સાઈ સુદર્શન ફરી બેટિંગમાં આવ્યો હતો. તેણે 28 બોલમાં 6 ફોર અને 3 સિક્સરની મદદથી અણનમ 53* રન કર્યા હતા, પરંતુ રન રેટ સતત વધી રહ્યો હતો. જોસ બટલરે પણ 35 બોલમાં 57 રન (5 ફોર, 2 સિક્સર) નું યોગદાન આપ્યું હતું, જેને ફાસ્ટ બોલર સૌરભ દુબેએ આઉટ કર્યો હતો. રાહુલ તેવતિયા માત્ર 2 રન બનાવી કેમેરોન ગ્રીનનો શિકાર બન્યો હતો. ગુજરાતની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 218 રન જ બનાવી શકી હતી અને 29 રનથી મેચ હારી ગઈ હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.