બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / બિઝનેસ / kitkat chocolate makers reckitt and nestle price hike

ગ્રાહકોનો મરો / કંડોમ, ચોકલેટ સહિત આ જરૂરી વસ્તુઓના ભાવમાં થશે તોતિંગ વધારો, ખિસ્સા પર પડશે મોટો બોઝ

Pravin

Last Updated: 04:21 PM, 19 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બહું જલ્દી આપને ચોકલેટથી લઈને મેગી અને કોફી સહિત કંડોમ ખરીદવા માટે ખીસ્સા વધારે ઢીલા કરવા પડશે. હકીકતનાં કિટકૈટ અને નેસ્કૈફે બનાવતી કંપની નેસ્લેએ પોતાના પ્રોડક્ટ્સના ભાવ વધારવાના સંકેતો આપી દીધા છે.

  • ટૂંક સમયમાં દેશની જનતા માથે આવશે મોટો બોઝ
  • ચોકલેટ સહિત કેટલીય વસ્તુઓના ભાવ વધશે
  • કંપનીઓના ખર્ચા વધ્યા, ગ્રાહકો દંડાશે

બહું જલ્દી આપને ચોકલેટથી લઈને મેગી અને કોફી સહિત કંડોમ ખરીદવા માટે ખીસ્સા વધારે ઢીલા કરવા પડશે. હકીકતનાં કિટકૈટ અને નેસ્કૈફે બનાવતી કંપની નેસ્લેએ પોતાના પ્રોડક્ટ્સના ભાવ વધારવાના સંકેતો આપી દીધા છે. તો વળી બીજી બાજૂ ડ્યુરેક્સ કંડોમ બનાવતી બ્રિટેનની કંપની રેકિટ બેંકિઝરે પણ કહ્યું છે કે, કંપની ટૂંક સમયમાં પોતાના પ્રોડક્ટ્સની કિંમતમાં વધારો કરશે.

ટૂંક સમયમાં વધશે ભાવ

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર નેસ્લેએ ચેતવણી આપી છે કે, તે ટૂંક સમયમાં પોતાના પ્રોડક્ટ્સની કિંમતોમાં વધારો કરશે. ફૂડ ગ્રુપના બોસ માર્ક શ્નાઈડરે કહ્યું કે, આ વર્ષે કિંમતો વધશે. ડ્યૂરેક્સ અને ડેટોલ બનાવતી કંઝ્યૂમર ગુડ્સ કંપની રેકિટ બેંકિઝરે પણ કહ્યું કે, ટૂંક સમયમાં કિંમતોમાં વધારો થશે.

શા માટે વધશે ભાવ

આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર મેન્યુફેક્ચરિંગ કોસ્ટનો ખર્ચો વધવાના કારણે કંપંનીએ પોતાની પ્રોડ્ક્ટસના ભાવ વધારવા માટે મજબૂર થઈ છે. વર્ષ 2021માં રેકિટનો ખર્ચો 11 ટકા વધ્યો છે. તેમાં મુખ્ય અધિકારી જૈફ કૈરે કહ્યું કે, કાચા તેલ અને પ્લાસ્ટિકથી લઈને શિપિંગ અને મજૂરીનો ખર્ચો વધ્યો છે. તેને લઈને ગ્રાહકોને આગામી દિવસોમાં વસ્તુઓ પર વધારે કિંમતો ચુકવવી પડશે. જો કે, કંપની એ જોઈ રહી છે કે, ગ્રાહકોના ખિસ્સા પર વધારે બોઝ ન આવે.

ખર્ચા વધ્યા જેનો બોઝ ગ્રાહકો માથે નાખશે

તો વળી નેસ્લેએ કહ્યું કે, વધતા પરિવહન ખર્ચાની ભરપાઈ કરવા માટે કંપનીએ પોતાના નાણાકીય પરિણામ પહેલા જ કિંમતોમાં 3.1 ટકાનો વધારો કરી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર 2021ની સરખામણીએ વર્ષ 2022માં ઈનપુટ ખર્ચો વધશે અને ત્યારે આવા સમયે કંપની પાસે ભાવ વધારવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી.

જણાવી દઈએ કે, કંઝ્યુમર ગુડ્સ કંપનીઓ પહેલાથી કાચા તેલ, ઊર્જા અને શ્રમના વધતા ખર્ચાના કારણે પ્રોડક્ટ્સ માટે કિમતોમાં વધારો કરવાની ચેતવણી આપી ચુક્યું છે. 

મોંઘવારી 30 વર્ષના રેકોર્ડ સ્તર પર

હાલમાં જ આવેલા આંકડાથી જાણવા મળે છે કે, જાન્યુઆરીમાં મુદ્રાસ્ફીતિ 30 વર્ષના હાઈ સ્તર પર 5.5 ટકા પર પહોંચી ગઈ છે. બૈંક ઓફ ઈંગ્લેન્ડનું અનુમાન છે કે, આવનારા સમયમાં મોંઘવારીમાં 2 ટકાનો ઈજાફો જોવા મળશે. અને તે 7 ટકાથી વધારે સુધી પહોંચી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ