બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખેડૂતો આનંદો! Kisan Credit Cardમાં વધી લોન લિમિટ, જાણો નવા નિયમો

photo-story

7 ફોટો ગેલેરી

ખુશખબર / ખેડૂતો આનંદો! Kisan Credit Cardમાં વધી લોન લિમિટ, જાણો નવા નિયમો

Last Updated: 08:19 PM, 7 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કેન્દ્ર સરકારે ખેડૂતોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા અને ખાનગી વ્યાજખોરોના જાળમાંથી મુક્ત કરવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજનામાં મોટા ફેરફારો કર્યા છે.

1/7

photoStories-logo

1. ખેડૂતો આનંદો! Kisan Credit Cardમાં વધી લોન લિમિટ, જાણો નવા નિયમો

નાણાકીય મુશ્કેલીઓ અને ખાનગી શાહુકારોના મોંઘા વ્યાજના બોજમાંથી દેશના ખેડૂતોને મુક્ત કરાવવા અને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાના હેતુથી કેન્દ્ર સરકારે 'કિસાન ક્રેડિટ કાર્ડ' (KCC Scheme) માં મોટા સુધારા કર્યા છે. સરકારે આ યોજનાનો વ્યાપ વધારવાની સાથે તેની લોન મર્યાદામાં પણ મોટો વધારો કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. પરંપરાગત ખેતી ઉપરાંત અન્ય વ્યવસાયો માટે પણ લોન

નાણા મંત્રાલયની તાજી જાહેરાત મુજબ, હવે KCC યોજના માત્ર ઘઉં કે ડાંગર જેવી પરંપરાગત ખેતી પૂરતી સીમિત નથી. હવે પશુપાલન, મત્સ્યપાલન, ડેરી, બકરી પાલન અને ડુક્કર પાલન જેવા કૃષિ સંબંધિત અન્ય વ્યવસાયો માટે પણ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લોન મેળવી શકાશે. આ પહેલનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોની આવકના નવા સ્ત્રોત ઊભા કરવાનો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. બજેટમાં મોટો નિર્ણય: ધિરાણ મર્યાદા ₹5 લાખ થઈ

ખેતીનો વધતો ખર્ચ અને આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકારે કિસાન ક્રેડિટ કાર્ડની ધિરાણ મર્યાદા ₹3 લાખથી વધારીને સીધી ₹5 લાખ કરી દીધી છે. આ વધારેલી રકમથી ખેડૂતો સારી ગુણવત્તાના બિયારણ, ખાતર, આધુનિક મશીનરી ખરીદી શકશે તેમજ પાક લણણી પછી તેના સુરક્ષિત સંગ્રહ કે પશુપાલન વ્યવસાયના વિસ્તાર માટે ઉપયોગ કરી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કોઈપણ ગેરંટી વગર મળશે ₹2 લાખની લોન

નાના અને સીમાંત ખેડૂતો પાસે બેંકમાં ગેરંટી તરીકે મૂકવા માટે જમીન કે અન્ય સંપત્તિ હોતી નથી. આ સમસ્યા દૂર કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અને સરકારે ગેરંટી વગરની લોનની મર્યાદા ₹1.6 લાખથી વધારીને સીધી ₹2 લાખ કરી દીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. સમયસર ચુકવણી પર માત્ર 4% વ્યાજ

સામાન્ય રીતે KCC હેઠળ લેવામાં આવતી ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક 7% વ્યાજ લાગે છે. પરંતુ જે ખેડૂતો સમયસર લોનની ચુકવણી કરે છે તેમને કેન્દ્ર સરકાર તરફથી 3% ની વધારાની સબસીડી આપવામાં આવે છે, જેથી તેમને આ લોન માત્ર 4% ના રાહત દરે મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો

KCC માટે જમીન ધરાવતા ખેડૂતો ઉપરાંત ભાગીદારીમાં ખેતી કરતા ખેડૂતો અને મહિલા સ્વસહાય જૂથો (SHGs) પણ અરજી કરી શકે છે. અરજી નજીકની સરકારી, ગ્રામીણ કે સહકારી બેંકમાં જઈને અથવા 'જન સમર્થ પોર્ટલ' અને 'કિસાન ઋણ પોર્ટલ' દ્વારા ઓનલાઇન કરી શકાય છે. ઓળખ માટે આધાર કાર્ડ અને પાન કાર્ડની જરૂર પડે છે. ઉપરાંત જમીનની પાસબુક, બેંક ખાતાની વિગત અથવા પશુપાલન/મત્સ્યપાલન સંબંધિત જગ્યાની વિગતો રજૂ કરવાની રહેશે. હાલમાં દેશની 450 થી વધુ બેંકો આ કાર્ડ આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. સરળ ચુકવણી અને કુદરતી આપત્તિમાં રાહત

KCC હેઠળ મંજૂર થયેલી મર્યાદા 5 વર્ષ માટે માન્ય રહે છે. તેમાં દર મહિને EMI આપવાની કોઈ ફરજિયાત શરત નથી; ખેડૂતો પાક વેચાયા પછી એકસાથે રકમ જમા કરાવી શકે છે. પૂર કે દુષ્કાળ જેવી કુદરતી આપત્તિના સમયે RBI ના નિયમો મુજબ વ્યાજમાં છૂટછાટ અને ધિરાણ ચુકવણીની મુદતમાં વધારો કરી આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

FarmersLoan KisanCreditCard KCCScheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ