બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Kinners walk the ramp in Surat: Fashion show organized to bring out the kinners

તુલ્યતા / સુરતમાં કિન્નરોએ કર્યું રેમ્પ વૉક: કિન્નરોને આગળ લાવવા માટે કરાયું હતું ફેશન શૉનું આયોજન

Vishal Khamar

Last Updated: 03:49 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત શહેરમાં એક અનોખા ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું આ ફેશન શોમાં મહિલા અને પુરુષો માટે નહીં પરંતુ કિન્નરો માટે ફેશન શો યોજાયો હતો. જેમાં 21 જેટલા કિન્નરોએ ભાગ લીધો હતો.

  • સુરત શહેરમાં યોજાયો અનોખો ફેશન શો
  • ફેશન શો માં કિન્નરોએ કર્યું રેમ્પવોક
  • "તુલ્યતા" શીર્ષક હેઠળ કિન્નરો માટે કરાયું ફેશન શોનું આયોજન 

અનેક હુલામણા નામથી પ્રચલિત એવું સુરત શહેર કંઈક નવું કરવા ટેવાયેલું છે. આ વખતે પણ સુરત શહેર દ્વારા કંઈક નવું કરવામાં આવ્યું છે. સુરતના વેસુ વિસ્તારમાં એક અનોખા ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું.  આ ફેશન શોમાં ભાગ લેવા માટે મહિલાઓ અને પુરુષો નહીં પરંતુ કિન્નરો આવ્યા હતા. આ ફેશન શો માત્ર કિન્નરો માટે આયોજન કરવામાં આવ્યું હતું. તુલ્યતા શીર્ષક હેઠળ કિન્નરો માટે આ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું.  સમાજમાં માત્ર દાપુ માંગવા માટે પંકાયેલા કિન્નરો હવે અલગ અલગ ક્ષેત્રમાં પોતાનું નામ કરી રહ્યા છે. કિન્નરો પણ દરેક ક્ષેત્રમાં આગળ વધીને પોતાનું નામ રોશન કરે તે માટે આ ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું.  કિન્નરો અને સમાજ વચ્ચે તુલનાત્મક સંબંધો બંધાયેલા રહે એ માટે આ ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન શો માં 21 જેટલા કિન્નરોએ ભાગ લીધો હતો.

આજનાં સમયમાં કિન્નરો અલગ અલગ ક્ષેત્રમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવવા માંગે છે
આમ જોવા જઈએ તો કિન્નરોને સમાજમાં જે દરજ્જો મળવો જોઈએ એ દરજ્જો હજુ સુધી મળ્યો નથી. દરજ્જો ન મળવાને કારણે તેઓ સમાજ સાથે તુલના કરીને ચાલી શકતા નથી. આજના સમાજમાં હવે કિન્નરો એવું ઈચ્છે છે કે તેઓ માત્ર તાળી પાડીને અથવા તો દાપુ માંગીને નહીં પરંતુ અલગ અલગ ક્ષેત્રમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવવા માંગે છે.

સુરત શહેરમાં રહેતા કિન્નરોમાં પણ અલગ અલગ પ્રકારના ટેલેન્ટ છે. કેટલાક સારું ગાઈ શકે છે. કેટલાક વાજિંત્રો વગાડી શકે છે. તો કેટલાક કિન્નરો કોમ્પ્યુટરનું નોલેજ પણ ધરાવે છે. કિન્નરોની અંદર રહેલી પ્રતિભાને બહાર લાવવામાં આવે તો તેઓ પણ અલગ અલગ વ્યવસાય ની અંદર જંપલાવી અને પોતે પગભર થઈ શકે છે.

ફેશન શો થકી કિન્નરોમાં રહેલા ટેલેન્ટને બહાર લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો
કિન્નરો માટેનો ફેશન શો યોજવા માટે ઘણા દિવસોથી તૈયારી કરવામાં આવી રહી હતી. કિન્નરોએ પણ ફેશન શોમાં ભાગ લેવા માટે તનતોડ મહેનત કરી હતી. અને સારી સારી મોડલોને શરમાવે તેવું કેટવર્ક કરીને પધારેલા તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ફેશન શો થકી થી કિન્નરોમાં રહેલા એક નવા ટેલેન્ટને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ચેલેન્જ થકી થી કિન્નરો સાડી માટે મોડલિંગ સીરીયલ અથવા મુવીમાં નાના નાના રોલ પણ કરી શકે છે આ ફેશન શો બાદ કિન્નરોને એક નવો માર્ગ મળ્યો છે.

હેતલ પટેલ (સેક્યુઅલ હરેસમેન્ટ કમિટી મેમ્બર અને ફેશન શો આયોજક)


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ