ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:33 PM, 7 January 2026
ADVERTISEMENT
પોતાના મધુર અવાજથી ચાહકોના દિલમાં ખાસ સ્થાન બનાવનાર લોકપ્રિય ગુજરાતી ગાયિકા કિંજલ દવે હાલ થોડો સમય કામથી દૂર રહીને રજાઓનો આનંદ માણી રહી છે. પોતાના મંગેતર ધ્રુવિન શાહ સાથે તે માલદિવ્સમાં ટાઈમ પસાર કરી રહી છે. ખાસ વાત એ છે કે આ રોમેન્ટિક વેકેશન માટે બંનેએ પ્રાઇવેટ જેટ દ્વારા મુસાફરી કરી હતી. જેની શાનદાર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈને ચાહકોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
લોકો આ જોડીને દિલથી વખાણ કર્યા
કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા પર પ્રાઇવેટ જેટની અંદર અને બહારના ફોટો તેમજ વીડિયો શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચી લીધું છે. તસવીરોમાં કિંજલ અને ધ્રુવિન સાથે અલગ જ ટ્રેન્ડી અંદાજમાં દેખાઈ રહ્યા છે. તેમની આ વૈભવી મુસાફરીએ ફેન્સમાં ઉત્સાહ જગાવ્યો છે. જ્યાં લોકો આ જોડીને દિલથી વખાણી રહ્યા છે અને તેમને પ્રેમથી “રોયલ કપલ” કહીને સંબોધી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
માલદિવ્સના પ્રવાસની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ
માલદિવ્સ પહોંચ્યા પછી કિંજલ દવેએ માલદિવ્સના બ્લુ વોટર અને સુંદર રિસોર્ટની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. દરિયા કિનારે હળવા અંદાજમાં કિંજલ દવેની આ તસ્વીરો રોકેટ ગતિએ વાયરલ થઈ જવા પામી હતી. કિંજલ દવે તેના વિદેશ પ્રવાસના ફોટા અવાર નવાર સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે. આ વખતે પ્રાઈવેટ જેટમાં તેની મુસાફરીએ લોકોનું ધ્યાન તેની તરફ ખેંચ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 2 બાળકોની મા, 38ની ઉંમર, છતાંય બિકિનીમાં હોટ પોઝ આપી Rubina Dilaikએ વધાર્યા હાર્ટ બીટ્સ
ચાહકોએ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી
ADVERTISEMENT
કિંજલ દવેના ગીતો જેમ વાયરલ થતા હોય છે. માલદિવ્સના પ્રવાસના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સોશિયલ મીડિયા પર ચાહકોએ કોમેન્ટ કરીને ક્યુટ કપલ અને એન્જોય યોર વેકેશન કોમેન્ટસ કરી કિંજલ દવે તેમજ ધ્રુવિન શાહને શુભેચ્છાઓ પાઠવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો