બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / સતયુગમાં બ્રહ્મપુર, દ્વાપરમાં ત્રમ્બકપુર અને કળીયુગમાં ખેડબ્રહ્મા, બ્રહ્માજી મંદિરનો છે અનોખો ઈતિહાસ
Last Updated: 09:41 AM, 15 December 2024
સામાન્ય રીતે કોઈપણ મંદિરનુ બાંધકામ અને તેની બનાવટ લગભગ એક સરખી હોય છે પણ ખેડબ્રહ્માના બ્રહ્માજીના મંદિરનો આકાર બાંધકામ અને બનાવટ વિશિષ્ટ પ્રકારના છે. કેટલાય શ્રદ્ધાળુઓ માટે બ્રહ્માજીનુ મંદિર આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. મંદિર આસપાસના વિસ્તાર સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યોથી લોકો બ્રહ્માજીના મંદિરે દર્શન કરવા આવે છે. મંદિરમાં બ્રહ્માજી બિરાજમાન છે અને તેમની જમણી બાજુ ગાયત્રી માતાજી અને ડાબી બાજુ સાવિત્રી માતાજી બિરાજમાન છે. સ્થાપિત મૂર્તિઓની પૂજા ભાવિકો વર્ષોથી કરે છે.
ADVERTISEMENT

ભગવાન બ્રહ્માજીનું સમગ્ર ગુજરાતમાં એક જ મંદિર હોવાના પગલે લોકો વિશેષ શ્રદ્ધા સાથે દર્શનાર્થે આવે છે. મંદિરે પ્રતિ દિવસ 100 થી લઈ 500 જેટલા લોકો નિયમિત રૂપે દર્શન કરવા આવે છે અને લોકોને શ્રદ્ધા સાથે અતૂટ વિશ્વાસ છે. બ્રહ્માજી જ્યારે બ્રહ્મલોકમાં પરત જતા હતા ત્યારે લોકોની વિનંતીથી પોતાની મૂર્તિ પૂજા માટે આપી હતી. જ્યારે બ્રહ્માજીએ મૂર્તિ આપી ત્યારે તે ચોસઠ મુખની હતી પછી તે બત્રીસ મુખની થઈ બાદમાં સોળ મુખની થઈ પછી આઠ મુખની એટલે કે જેમ જેમ ભાવિકોની સેવા કરવાની શક્તિમાં ઘટાડો થયો તેમ લોકોની વિનંતીથી મુખ ઓછા થયા અને હાલ મંદિરમાં ચતુર્મુખી મૂર્તિ પ્રસ્થાપિત છે.
ADVERTISEMENT

ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી દર્શનાર્થીઓ મંદિરે આવી ભગવાન બ્રહ્માજીના વિશેષ દર્શન કરે છે. સાથોસાથ ખેડબ્રહ્મા સહિત આસપાસના વિસ્તારોમાં કોઈપણ દીકરા કે દીકરીનું લગ્ન હોય તો ગણેશ સ્થાપન બાદ બ્રહ્માજીના દર્શન કરવાની ટેક છે. જેના પગલે દરેક વ્યક્તિ આજે ભગવાન ગણેશના દર્શન બાદ નિયમિત ભગવાન બ્રહ્માજીના દર્શન કરે છે. ખેડબ્રહ્મા પૌરાણિક નગર છે અને તેનુ અસ્તિત્વ આજે પણ આ ભૂમિમાંથી મળી આવે છે. ખેડબ્રહ્મા નગરીમાં મહત્વનું મંદિર બ્રહ્માજીનું છે. બ્રહ્માજીએ આ પવિત્ર ભૂમિને સોનાના હળથી ખેડી હતી એટલે બ્રહ્માની ખેડ કહેવાઈ અને બ્રહ્માની ખેડ એટલે જ ખેડબ્રહ્મા.
ADVERTISEMENT
27 જેટલી ડેરીઓનો ઉલ્લેખ બ્રાહ્મણત્ય માર્કંડ નામના ગ્રંથમાં છે
ખેડબ્રહ્મામા બ્રહ્માજીના મંદિર પાસે એક વાવ આવેલી છે જેને બ્રહ્મ વાપી તીર્થ અને ગોત્ર તીર્થ પણ કહે છે સ્થાનિક લોકો અને ઇતિહાસકારોના કહેવા પ્રમાણે બ્રહ્માજીની પ્રતિમા આ જ વાવમાંથી મળી આવી છે. વાવમાં ગોત્ર દેવતાઓની ડેરીઓ આવેલી છે. અને ખેડબ્રહ્માના બ્રાહ્મણો તથા વૈશ્યોની ગોત્ર દેવતાઓની ડેરીઓ હોવાનું મનાય છે. 27 જેટલી ડેરીઓનો ઉલ્લેખ બ્રાહ્મણત્ય માર્કંડ નામના ગ્રંથમાં છે. વાવ પ્રાચીન હોવાની સાથોસાથ સ્થાનિક લોકો માટે પીવાના પાણીની એક માત્ર જગ્યા હોવાથી કેટલાય લોકો માટે આ મહત્વનું સ્થળ હતું. અતિ પૌરાણિક વાવ હવે દિન પ્રતિદિન ખંડેર સ્વરૂપ બની રહી છે. કોઈપણ મંદિરમાં સ્થાનિક ભક્તોનું અનેક મહત્વ હોય છે તેમજ મંદિરમાં ભગવાનની પ્રતિમા સાથે તાદાત્મય સધાયેલું હોય છે ત્યારે ખેડબ્રહ્મા મંદિરે નિયમિત દર્શનાર્થીઓ આવે છે સાથોસાથ તેમની માનતાઓ પણ પૂરી થતી રહેલી છે જેથી સ્થાનિક વિસ્તાર માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બની રહેલું છે.
ADVERTISEMENT
નવગ્રહની ખાસ પૂજા કરવા મંદિરે આવે છે
ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી આવનારા લોકો આજે પણ આ વાવના દર્શન કરી કૃતાર્થ ભાવ અનુભવે છે. ગુજરાત ભરમાં બ્રહ્માજીનુ એક જ મંદિર હોવાના પગલે ભક્તજનોમાં વિશેષ મહત્વ રહેલું છે સ્થાનિક દર્શનાર્થીઓ સહિત શ્રદ્ધાળુઓ માટે માનતા માનવા સહિત પૂરી કરવાનું આ મંદિર પ્રત્યક્ષ સાક્ષી પૂરી રહ્યું છે. બ્રહ્માજીના મંદિરની બાજુમાં નવગ્રહના મંદિર આવેલા છે ઘણા ભાવિકો નવગ્રહની ખાસ પૂજા કરવા મંદિરે આવે છે. મંદિર પરિસરમાં હનુમાનજીની પ્રતિમાનુ પણ સ્થાપન કરવામાં આવ્યુ છે હનુમાનજીની મૂર્તિમાં આમ તો ડાબી બાજુમાં પનોતી દબાવેલી હોય છે પણ બ્રહ્માજીના મંદિરમાં જમણી બાજુમાં પનોતીને દબાવીને હનુમાનજી ઊભા હોય તેવી પ્રતિમા રાખવામાં આવી છે.
ADVERTISEMENT

કહેવાય છે કે મંદિરમાં મંગળા હનુમાનજી છે મંગળવારના દિવસે હનુમાનજીની વિશેષ ઉર્જાનું મહત્વ રહેલું છે. બ્રહ્માજીના મંદિરની બહારની બાજુમાં બ્રહ્માજી સહિત દેવી-દેવતાઓની સુંદર કોતરણી કરવામાં આવી છે. વર્ષો જૂની કોતરણીથી સજ્જ બ્રહ્માજીનુ મંદિર ઈતિહાસની સાક્ષી પુરાવે છે. સ્થાનિક ભક્તજનો કોઈપણ શુભ કાર્ય કરવાની શરૂઆત કરે તો પહેલા ગજાનંદને યાદ કરી બીજા નંબરે ભગવાન બ્રહ્માને યાદ કરે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.