બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 'The Kerala Story 2' ની રિલીઝ કેમ અટકી? જાણો મેકર્સને કેટલું નુકસાન થશે, સમજો

મનોરંજન / 'The Kerala Story 2' ની રિલીઝ કેમ અટકી? જાણો મેકર્સને કેટલું નુકસાન થશે, સમજો

Jinal Chauhan

Last Updated: 01:30 PM, 27 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

“ધ કેરલા સ્ટોરી 2: ગોઝ બિયૉન્ડ” ફિલ્મની રિલીઝ ઉપર 27 ફેબ્રુઆરી, 2026ના રોજ થવાની હત, પરંતુ કેરલા હાઇ કોર્ટે આ ફિલ્મ પર 15 દિવસ માટે સ્ટે લગાવ્યો છે. આ સમયગાળામાં ફિલ્મ કોઈપણ સિનેમામાં રિલીઝ નહીં કરી શકાય. ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આ મોટો ઝાટકો છે.

“ધ કેરલા સ્ટોરી 2: ગોઝ બિયૉન્ડ” ફિલ્મની રિલીઝ ઉપર 27 ફેબ્રુઆરી, 2026ના રોજ થવાની હત, પરંતુ કેરલા હાઇ કોર્ટે આ ફિલ્મ પર 15 દિવસ માટે સ્ટે લગાવ્યો છે. આ સમયગાળામાં ફિલ્મ કોઈપણ સિનેમામાં રિલીઝ નહીં કરી શકાય. ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આ મોટો ઝાટકો છે.

ફિલ્મના વિરોધમાં હાઇ કોર્ટમાં અરજી કરાઈ હતી. અરજદારોએ દલીલ કરી કે ફિલ્મનું વિષય અને તેની રિલીઝથી સમાજમાં સામ્પ્રદાયિક તણાવ અને જાહેર શાંતિ ભંગ થઈ શકે છે. કોર્ટે આ દલીલોને ગંભીરતાથી લઈ 15 દિવસની રોક લગાવી દીધી છે.

એડવાન્સ બુકિંગ

કાનૂની અડચણ આવવાના પહેલાં જ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગઈ હતી અને બુક માય શો (BMS) પર લગભગ 5 હજાર ટિકિટોના પ્રી-સેલ સાથે ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાની શરૂઆત કરી દીધી હતી. પરંતુ હવે ફિલ્મ પર લાગેલા કોર્ટના સ્ટેના કારણે તેના એડવાન્સ બુકિંગ કેન્સલ કરવાની અથવા દર્શકોને ટિકિટના પૈસા પરત આપવાની સ્થિતિ ઊભી થઈ શકે છે જેના કારણે ફિલ્મને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

શા માટે છે વિવાદ?

‘ધ કેરલા સ્ટોરી 2’નું ટીઝર 30 જાન્યુઆરીએ રિલીઝ કરાયું હતું. ટીઝર બહાર આવ્યા પછીથી જ ફિલ્મ વિવાદોમાં આવી ગઈ. ટીઝરમાં ત્રણ હિંદુ યુવતીઓ ઉલ્કા ગુપ્તા, ઐશ્વર્યા ઓઝા અને અદિતિ ભાટિયાની કહાની બતાવવામાં આવી છે. તેમની જિંદગીમાં લવ અફેર પછી ધર્મ પરિવર્તનના કાવતરાની વાત કહેવામાં આવી છે. ટીઝરમાં યુવતીઓ હિજાબ પહેરીને પોતાનું દુઃખ વ્યક્ત કરતી જોવા મળે છે અને અંતમાં “હવે સહન નહીં… લડીશું” જેવા શબ્દો સાંભળવા મળે છે.

ટીઝરની શરૂઆત એક મોટા દાવા સાથે થાય છે કે 25 વર્ષમાં ભારત ઇસ્લામિક સ્ટેટ બની જશે. આ દાવાએ જોરદાર ચર્ચા ઉભી કરી. ટીઝરમાં એક દૃશ્ય એવું પણ છે જેમાં મુખ્ય અભિનેત્રીને તેના સસરિયાવાળા જબરદસ્તીથી બીફ ખવડાવતા બતાવવામાં આવ્યા છે. તેમાં તેનો પતિ તેના હાથ પકડી રાખે છે અને તેનું નાક દબાવીને તેને જબરદસ્તી બીફ ખવડાવતો દેખાડવામાં આવ્યો છે. આ દૃશ્યોને કારણે ફિલ્મ પર વધુ વિવાદ ઊભો થયો છે.

અરજી કરવામાં આવી

ફિલ્મનું ટીઝર બહાર આવ્યા પછી શ્રીદેવ નમ્બૂદરી નામના એક બાયોલોજિસ્ટે કેરલા હાઇ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં માંગ કરવામાં આવી હતી કે ફિલ્મના રિલીઝ અને જાહેર પ્રદર્શન પર રોક લગાવવામાં આવે અથવા કેન્દ્ર સરકારને કોર્ટ દ્વારા નક્કી કરેલી સમયમર્યાદાની અંદર Exhibit P3 રિવિઝન અરજી પર વિચાર કરીને નિર્ણય લેવા માટે સૂચના આપવામાં આવે. સાથે જ માંગ કરવામાં આવી હતી કે આ નિર્ણય આવે ત્યાં સુધી ફિલ્મની રિલીઝ રોકી રાખવામાં આવે. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે ફિલ્મમાં કોઈ મજબૂત આધાર વગર સમગ્ર રાજ્યને બદનામ કરતી અને દુર્ભાવનાપૂર્વક રજૂ કરેલી વાતો છે.

અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું કે ફિલ્મ કેરળ અને કેરળના લોકોને ભારતના બાકીના ભાગથી અલગ પાડવાનો પ્રયાસ કરે છે. ફિલ્મનું નામ પણ લેખક અથવા નિર્દેશકના અંદાજિત ડરને હકીકત તરીકે રજૂ કરવાનો પ્રયાસ છે. જોકે અરજદાર લેખક અથવા ફિલ્મમેકરને પોતાના ડર કે વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતાનો વિરોધ નથી કરતા પરંતુ તે ડરને સમગ્ર કેરળ રાજ્ય પર ખોટી રીતે લાદી શકાય નહીં એવું પણ અરજીમાં જણાવાયું છે.

કેરલાના મુખ્યમંત્રીનો વિરોધ

ફિલ્મને લઈને કેરલાના મુખ્યમંત્રી પી. વિજયને પણ કડક વિરોધ કર્યો હતો. તેમણે ફિલ્મને પ્રોપેગેંડા ગણાવી અને તેને ધર્મનિરપેક્ષતા માટે ખતરો જણાવ્યું હતો. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર ફિલ્મના બોયકોટની માંગને સમર્થન આપ્યું હતું. તેમણે લખ્યું હતું કે નફરત ફેલાવતી ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ના સીક્વલની રિલીઝ સંબંધિત સમાચારને ગંભીરતાથી લેવી જોઈએ. પ્રથમ ભાગમાં દર્શાવવામાં આવેલા સામ્પ્રદાયિક એજન્ડા અને ખુલ્લા ખોટા દાવાઓને સારી રીતે સમજી ચૂકેલા કેરલાએ ધર્મનિરપેક્ષતાને કમજોર બનાવવાના આ પ્રયાસનો ફરી એક વખત બોયકોટ કર્યો છે. તેમણે આગળ લખ્યું હતું કે સામ્પ્રદાયિક દંગા ભડકાવવા માટે બનાવેલી કથાઓને ખુલ્લી છૂટ આપવામાં આવે છે જ્યારે કલાત્મક અને આલોચનાત્મક અભિવ્યક્તિને દબાવી દેવામાં આવે છે જે ખૂબ જ ચોંકાવનારી વાત છે. તેમણે કહ્યું કે આપણે સૌએ એક થઈને આપણી જમીનને આતંકનો અડ્ડો સાબિત કરવાની આ કોશિશોનો વિરોધ કરવો જોઈએ અને અંતે સત્યની જ જીત થશે.

vtv app promotion

આ પણ વાંચોઃ લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-મનીષ સિસોદિયા આરોપ મુક્ત, રાઉઝ એવન્યુ કોર્ટનો ચુકાદો

ફિલ્મ નિર્માતાઓનું નિવેદન

ફિલ્મના નિર્માતાઓએ કહ્યું હતું કે આ ફિલ્મ કોઈ રાજ્ય વિરુદ્ધ નથી. પ્રોડ્યુસર વિપુલ અમૃતલાલ શાહે જણાવ્યું હતું કે અમે કેરળના વિરોધમાં નથી. કેરળ ભગવાનનો દેશ છે. અમે ઇચ્છીએ છીએ કે ત્યાંથી આ નેગેટિવીટી જલ્દીથી દૂર થઈ જાય. તેમણે વધુમાં કહ્યું હતું કે કેટલીક લોકોએ પહેલી ફિલ્મની ટીકા કરી હતી અને 32,000નો આંકડો ખોટો હોવાનું જણાવ્યું હતું. તેના જવાબમાં તેમણે યુટ્યુબ પર એક વિડિયો બનાવ્યો હતો જે હજુ પણ ઉપલબ્ધ છે. તેમાં તેમણે નામ અને આંકડા દર્શાવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

film controversy Kerala Story 2 stay High Court order
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ