બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / keep these things in mind when buying a car tips and tricks
ADVERTISEMENT
હાલ કાર બજારમાં રોનક છવાયેલી છે. ગાડીઓ પર સારું એવું ડિસ્કાઉન્ટ અને ઑફર્સ મળી રહી છે. એક્સપર્ટનું માનીએ તો નવી કાર ખરીદવાનો આ એકદમ સારો સમય છે કારણ કે હાલ જે પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે એ કદાચ પછીથી ના મળે, કારણ કે ઑટો સેક્ટરમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને કંપનીઓ પોતાના વેંચાણને વધારવા માટે આ ઑફર્સનો સહારો લઇ રહી છે. નવી કાર ખરીદવી સારી વાત છે પરંતુ શું તમે જાણો છો કે કાર ડીલર એક નવી કાર વેચતી વખતે તમને કેવી રીતે ચૂનો લગવે છે? જો તમે પહેલી વખત કાર ખરીદવા જઇ રહ્યા છો તો આ રિપોર્ટ પર ધ્યાન આપો.

ADVERTISEMENT
જૂની કાર એક્સચેન્જ કરતી વખતે ધ્યાન આપો
જો તમે નવી કાર ખરીદતી વખતે જૂની કાર એક્સચેન્જ કરો છો એમાં તમને વધારે ફાયદો થવાનો નથી કારણ કે શો રૂમ વાળા તમારી જૂની કારની સાચી વેલ્યૂ લગાવતા નથી, તમને એું કહેવામાં આવે છે કે 'આ મૉડલની કોઇ વેલ્યૂ નથી, આ મૉડલ સારું નથી, એનાથી વધારે તમને ભાવ નહીં મળે' અને તમે સરળતાથી એમની વાતોમાં ફસાતા જાવ છો. તમારી પાસેથી ઓછી કિંમતમાં લઇને એ કારને બીજાને સારા ભાવમાં વેચી દે છે. એટલા માટે કારને ક્યારેય પણ ડીલર સાથે એક્સચેન્જ ના કરો, હંમેશા ઓપન માર્કેટમાં જ વેચો. અહીંયા તમને વધારે કિંમત મળશે.
વેંચાણનો ટાર્ગેટ
દરેક કાર સેલ્સમેન અને ડીલરની પાસે કાર વેંચાણનો ટાર્ગેટ હોય છે જે મહિનો પૂરો થવા સુધી પૂરો કરવાનો હોય છે. એટલા માટે કાર ખરીદવા મહિનાના છેલ્લા દિવસોમાં જાવ. ખુલીને ભાવ કરો. તેમજ બને એટલા રૂપિયા ઓછા કરાવો.
ADVERTISEMENT

ઉતાવળ ના દેખાડશો
કાર ખરીદતી વખતે ક્યારેય પણ કોઇ મૉડલને લઇને ઊતાવળ ના દેખાડશો. આવું જોઇને સેલ્સમેન તમારી પાસેથી વધારે પૈસા વસૂલ કરવાનો પ્રયત્ન કરશે. તમને જણાવી દઇએ કે સેલ્સમેનને ફાઇનાન્સ અને ઇન્શ્યોરન્સમાં પણ કમિશન મળે છે. એમાં પણ વધારેમાં વધારે ભાવ કરો.
ADVERTISEMENT
કાર એક્સેસરિઝનો ખેલ
કાર લેતી વખતે સેલ્સમેન તમને એક્સેસરિઝ માટે જણાવવાનું શરૂ કરશે. સેલ્સમેન તમને ઇન્ટીરિયર કારપેટ, સીટ કવર્સ, સ્ટીરિયો સિસ્ટમ, પાર્કિંગ સેન્સર અને બીજી ઘણી ચીજો લગાવવાનું કહેશે અને એની કિંમત પણ વધારે જણાવશે. પરંતુ તમે ઓપન માર્કેટ જેમ કે (લાજપત નગર, કરોલ બાગ, સાકેત) જેવી જગ્યાઓ પર ઓછો ભાવ કરી શકો છો અને એ પણ અસલી એક્સેસરિઝ. પરંતુ બિલ વગર કોઇ પણ એક્સેસરિઝ ખરીદશો નહીં એનાથી તમને અસલી સામાન મળશે. આટલું જ નહીં કોઇ સેલ્સમેન તમને કહે છે કે આ કારની સાથે તમને 15000 રૂપિયાની એક્સેસરિઝ ફ્રી આપવામાં આવી રહી છે તો એક્સેસરિઝની જગ્યાએ એટલી જ કિંમતનું ડિસ્કાઉન્ટ માંગી લો અને એ જ એક્સેસરિઝ બહારથી લગાવી દો. તમને સસ્તી પડશે અને બીજા ઘણા વિકલ્પ પણ મળી જશે.

ADVERTISEMENT
ડિસ્કાઉન્ટની વાસ્તવિકતા
કાર કંપનીઓ માત્ર એ જ મૉડલ્સ પર ડિસ્કાઉન્ટ ઑફર્સ આપે છે જેનું વેંચાણ ઓછું થાય છે. કારણ કે સ્ટૉક ક્લિયર થઇ શકે. જે ગાડીઓ વેટિંગમાં ચાલી રહી હોય અથવા જે એકદમ નવું મૉડલ હોય એની પર ક્યારેય ડિસ્કાઉન્ટ મળશે નહીં. એવામાં સારી જીલ માટે તમે શોરૂમમાં ઉપલબ્ધ મૉડલને જ સિલેક્ટ કરો છો તો તમે વધારેમાં વધારે પૈસા બચાવી શકશો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.