બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / KBC 15 'Kon Banega Crorepati' 15th season is about to start, promo released, watch video

KBC 15 / આતુરતાનો અંત: શરૂ થવા જઇ રહી છે 'કોન બનેગા કરોડપતિ'ની 15મી સિઝન, પ્રોમો રિલીઝ, જુઓ Video

Megha

Last Updated: 09:58 AM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિતાભ બચ્ચન ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરવા ટીવી પર આવી રહ્યા છે.  'કૌન બનેગા કરોડપતિ'ની સીઝન 15નો પ્રોમો રિલીઝ થવાની સાથે જ તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

  • 'કૌન બનેગા કરોડપતિ'ની સીઝન 15ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા
  • બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન શો હોસ્ટ કરવા જઈ રહ્યા
  • ટીવી પરના સૌથી લોકપ્રિય શોમાંથી એક છે KBC

અમિતાભ બચ્ચનના લોકપ્રિય શો 'કૌન બનેગા કરોડપતિ'ની સીઝન 15ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નોંધનીય છે કે ચેનલે અગાઉ કેટલાક પ્રોમો શેર કર્યા હતા જેમાં સેટની ઝલક જોવા મળી હતી. 'KBC 15' આ વખતે પણ બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હોસ્ટ કરવા જઈ રહ્યા છે.  

ટીવી પરના સૌથી લોકપ્રિય શોમાંથી એક છે KBC
'કૌન બનેગા કરોડપતિ' ટીવી પરના સૌથી લોકપ્રિય શોમાંથી એક છે. જ્યારે પણ તે શરૂ થાય છે તે TRP લિસ્ટમાં ટોપમાં સ્થામ મેળવી લે છે એવામાં બિગ બીનો શો ટીઆરપી લિસ્ટમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. જણાવી દઈએ કે આ શોનો નવો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે 'કૌન બનેગા કરોડપતિ' ક્યારે અને કયા સમયે બતાવવામાં આવશે. આ દરમિયાન શોના નવા પ્રોમોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. 

અમિતાભ બચ્ચન એનર્જીથી ભરેલા જોવા મળ્યા
અમિતાભ બચ્ચન ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરવા ટીવી પર આવી રહ્યા છે. પ્રોમો રિલીઝ થવાની સાથે જ તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વીડિયોની શરૂઆતમાં કહેવાયું છે કે, 'જ્ઞાનનો સૌથી મોટો અધ્યાય ફરી શરૂ થઈ રહ્યો છે.'અમિતાભ સંપૂર્ણ એનર્જી સાથે સ્ટેજ પર આવે છે અને કહે છે, 'આ નવા યુગમાં તમારા બધાનું સ્વાગત છે, એક નવા અભિગમ સાથે, 5G સ્પીડમાં અપગ્રેડ થઈ રહ્યાં છે. 

'KBC' ફરી શરૂ થવા જઈ રહ્યું છે
જણાવી દઈએ કે 'કૌન બનેગા કરોડપતિ 15' 14 ઓગસ્ટથી ટેલિકાસ્ટ થશે. તેને સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યે સોની એન્ટરટેઈનમેન્ટ ટીવી પર જોઈ શકો છો. ચેનલે કેપ્શનમાં લખ્યું કે, ' જ્ઞાનદાર, દાનદાર અને શાનદાર રીતે કૌન બનેગા કરોડપતિ તમને મળવા માટે નવા સ્વરૂપમાં આવી રહ્યું છે.' નોંધનીય છે કે 'કૌન બનેગા કરોડપતિ' વર્ષ 2000માં શરૂ થઈ હતી. KBCની 15મી સીઝન સોની ચેનલ પર ટેલિકાસ્ટ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ