બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / katrina kaif warned vicky kaushal before marriage about to cancel her wedding with vicky kaushal

મનોરંજન / તો રહેવા દે નથી કરવા લગ્ન...: કેટરિનાએ આપી હતી ધમકી, ખુદ વિક્કી કૌશલે કર્યો ખુલાસો

Manisha Jogi

Last Updated: 06:55 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટરિના કેફ અને વિક્કી કૌશલ પબ્લિસિટી માટે કોઈ ફાલતૂ ડ્રામા કે કંટ્રોવર્સીનો સહારો લેતા નથી. શું તમને ખબર છે કે, વિક્કી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન એન્ડ સમયે કેન્સલ થતા થતા રહી ગયા છે

  • કેટરિના-વિક્કી ફાલતૂ ડ્રામા કે કંટ્રોવર્સીનો સહારો લેતા નથી
  • ફેન્સને વિક્કી અને કૈટની જોડી ખૂબ જ પસંદ આવી રહી છે
  • વિક્કી અને કેટરિનાના લગ્ન એન્ડ સમયે કેન્સલ થતા થતા રહી ગયા છે.

બોલીવુડનું ફેમસ કપલ કેટરિના કેફ અને વિક્કી કૌશલ પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખવાનું પસંદ કરે છે. આ બંને સેલેબ્સ પબ્લિસિટી માટે કોઈ ફાલતૂ ડ્રામા કે કંટ્રોવર્સીનો સહારો લેતા નથી. કપલ તેમની સિમ્પલિસિટીને કારણે ચર્ચામાં રહે છે. ફેન્સને વિક્કી અને કૈટની જોડી ખૂબ જ પસંદ આવી રહી છે. શું તમને ખબર છે કે, વિક્કી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન એન્ડ સમયે કેન્સલ થતા થતા રહી ગયા છે. 

કેટરિનાએ લગ્ન પહેલા આપી ધમકી
કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન બાબતે એક ખાસ ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર લગ્ન પહેલા કેટરિના કૈફને એટલો ગુસ્સો આવી ગયો હતો કે, વિક્કી કૌશલને ધમકી આપી દીધી હતી. કેટરિનાએ ગુસ્સામાં કહી દીધું હતું કે, ‘એક કામ કર લગ્ન ના કરીશ.’ એવું શું થયું કે, કેટરિનાને આટલી હદે ગુસ્સો આવી ગયો હતો. કેટરિનાએ આ બાબતે ખુલાસો કર્યો છે. 

કેટરિનાએ ગુસ્સામાં લગ્ન કેન્સલ કરી દીધા હોત
વિક્કી કૌશલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘મેં લગ્ન પહેલા ફિલ્મનું અડધુ શુટીંગ કરી લીધું અને લગ્ન માટે રજા લીધી. લગ્નના બે દિવસ પછી મને સેટ પર બોલાવી રહ્યા હતા. એટલે મને ધમકી આપી હતી કે, તારે બે દિવસ પછી સેટ પર જ જવું છે, તો લગ્ન ના કરીશ. મેં ના પાડી અને 5 દિવસ પછી ફિલ્મના સેટ પર ગયો હતો.’

વિક્કીએ કેટરિનાના કર્યા વખાણ
વિક્કી કૌશલે જણાવ્યું કે, ‘લગ્ન ખરેખર ખૂબ જ સારા રહ્યા છે. પોતાના માટે એક પાર્ટનર શોધવો તે આશીર્વાદ છે. તમને ખરેખર એવું લાગશે કે, તમે ઘરે આવી ગયા છો અને તમને શુકુન મળે છે. આ એક ખૂબ જ સારો અહેસાસ છે અને તે ખૂબ જ સ્વીટ માણસ છે. કેટરિનાની સાથે રહેવું અને લાઈફને એક્સપ્લોર કરવી ખૂબ જ મજેગાર છે. હું તેની સાથે બહુ જ ટ્રાવેલ કરું છું.’

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ