બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Kartik Purnima 2023 remedies to do on purnima as per zodiac signs

ધર્મ / કારતકી પૂર્ણિમાના દિવસે મળશે જાણ્યે-અજાણ્યે થયેલા તમામ પાપોથી છુટકારો, રાશિ મુજબ ઉપાયના ફાયદાથી દરેક મનોકામના થશે પરિપૂર્ણ

Arohi

Last Updated: 09:49 AM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kartik Purnima 2023: કારતકી પૂર્ણિમા પર સ્નાન, દાન અને અમુક ઉપાય કરવાથી વ્યક્તિને બધા પાપોમાંથી છુટકારો મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ શુભ દિવસે રાશિઓના અનુસાર દાન અને ઉપાય કરવાનું પણ ખાસ મહત્વ છે.

  • કારતકી પૂર્ણિમા પર દાન-સ્નાનનું ખાસ મહત્વ 
  • આ ઉપાય કરવાથી પાપોમાંથી મળશે મુક્તિ 
  • શુભ દિવસે રાશિઓ અનુસાર કરો દાન 

સોમવારે 27 નવેમ્બર 2023એ કારતકી પૂર્ણિમા છે. કારતકી પૂર્ણિમા સ્નાનો મહિનો પણ તેની સાથે પૂર્ણ થઈ જશે. પૃથ્વી તત્વની રાશિ વૃષભમાં ઉચ્ચના ચંદ્રમાની ઉપસ્થિતિ કારતકી પૂર્ણિમાના પુણ્યફળને અનેક ગણી વધારી રહી છે. વૃશ્ચિકના સૂર્યની સમે ઉચ્ચ ચંદ્રમાની ઉપસ્થિતિ સ્વાસ્થ્ય લાભ અને પ્રાકૃતિક રસોને બળ આપનાર છે. 

કાર્તક મહિનામાં ભગવાન શ્રીહરિ, માતા લક્ષ્મી અને તુલસી પૂજન કરવાની માન્યતા છે. કહેવાય છે કે કાર્તક મહિનામાં આવનાર પૂર્ણિમા પર સ્નાન, દાન અને અમુક ઉપાય કરવાથી વ્યક્તિને બધા પાપોમાંથી છુટકારો મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સાથે જ પૂર્ણિમાના દિવસે રાશિઓના અનુસાર દાન કરવાનું ખાસ મહત્વ માનવામાં આવે છે. 

કારતકી પૂર્ણિમાના દિવસે કરો આ ઉપાય 
કાર્તિક સ્નાન બાદ શક્તિ પ્રમાણે દાન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થશે. સૌથી સરળ દાનના લોટ, દાળ, ઘી, શાકભાજી, વગેરે બ્રાહ્મણને દાન કરો. સાદી ભાષામાં કરીએ તો બ્રાહ્મણોને સીદુ દાન કરો. વ્રત કર્યું હોય તે મહિલાઓ શણગારની વસ્તુઓ વિવાહિતાઓને દાન કરી શકે છે. જ્યોતિષીય ઉપાયોમાં કારતકી પૂર્ણિમાને લોકો પોતાની જરૂરીયાત અનુસાર તુલાદાન કરી શકે છે. કારતકી પૂર્ણિમા પર અન્નકૂટનું દાન પણ ખાસ મહત્વ ધરાવે છે. 

આ રાશિના લોકોને થશે ફાયદો 
અગ્નિ તત્વ અને પૃથ્વી તત્વની રાશિઓ કારતકી પૂર્ણિમા પર વધારે લાભમાં રહેશે. અગ્નિ તત્વમાં મેષ, સિંહ અને ધન રાશિ આવે છે. પૃથ્વી તત્વની રાશિઓ વૃષભ, કન્યા અને મકર છે. જળ તત્વની રાશિ કર્ક, વૃશ્ચિક અને મીન માટે કારતકી પૂર્ણિમા હિત લાભ આપનાર બનશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ