બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / karnataka cm announcement update dk shivakumar siddaramaiah mallikarjun kharge

BIG BREAKING / સિદ્ધારમૈયાના શિરે તાજ: રાહુલ ગાંધીની મુલાકાત બાદ નામ પર મહોર, DKને પણ અપાઈ ખાસ ઑફર

Malay

Last Updated: 12:49 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Karnataka CM News: કર્ણાટકમાં મુખ્યમંત્રીના નામ પર મહોર લાગી ચૂકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી સાથે બેઠક યોજાયા બાદ મુખ્યમંત્રીની ખુરશી પર સિદ્ધારમૈયાને બેસાડવામાં આવ્યા છે.

 

  • કર્ણાટકના મુખ્યમંત્રી બનશે સિદ્ધારમૈયા!
  • ડીકે શિવકુમારને પણ અપાઈ શકે છે ખાસ મંત્રાલયો!
  • રાહુલ ગાંધી થોડીવારમાં કરશે સત્તાવાર જાહેરાત

કર્ણાટકના નવા મુખ્યમંત્રીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સિદ્ધારમૈયાને મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડવામાં આવશે. સાથે જ ડીકે શિવકુમારને નાયબ મુખ્યમંત્રીના પદની સાથે બે મહત્વના મંત્રાલયો સોંપવામાં આવશે. આ અંગે રાહુલ ગાંધી બપોરે  1 વાગ્યે સત્તાવાર જાહેરાત કરી શકે છે. 

ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ પદની ઓફર
કર્ણાટકના મુખ્યમંત્રીને લઈને ચાર દિવસથી ચાલી રહેલી અટકળોનો દોર હવે ખતમ થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સિદ્ધારમૈયા કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનશે. તેઓ આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. તો ડીકે શિવકુમારને મહત્વપૂર્ણ મંત્રાલયોની સાથે ડેપ્યુટી સીએમ પદની ઓફર કરવામાં આવી છે. આવતીકાલે બેંગ્લુરુમાં ધારાસભ્ય દળની બેઠક યોજાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીઓને આવતીકાલે બપોરે 3.30 વાગ્યે કંતીરવા સ્ટેડિયમમાં શપથગ્રહણની તૈયારી કરવા માટે કહેવામાં આવ્યું છે.

80થી વધુ ધારાસભ્યો સિદ્ધારમૈયાના સપોર્ટમાં 
મુખ્યમંત્રીના પદને લઈને છેલ્લા ચાર દિવસથી બેંગ્લુરુથી લઈને દિલ્હી સુધી અનેક બેઠકો યોજાઈ હતી. સિદ્ધારમૈયા રેસમાં સૌથી આગળ હતા. આ પહેલા રવિવારે યોજાયેલી કોંગ્રેસ ધારાસભ્ય વિધાયક દળની બેઠકમાં તમામ ધારાસભ્યોએ મલ્લિકાર્જુન ખડગેને મુખ્યમંત્રીની પસંદગી કરવા કહ્યું હતું. આ પછી કોંગ્રેસ અધ્યક્ષે નિરીક્ષકોને તમામ ધારાસભ્યો સાથે વન ટુ વન વાત કરવા કહ્યું હતું. જેમાંથી 80થી વધુ ધારાસભ્યોએ સિદ્ધારમૈયાની તરફેણમાં મતદાન કર્યું હતું.

સિદ્ધારમૈયાનું પલડું ક્યાં રહ્યું ભારે?
- સિદ્ધારમૈયા કોંગ્રેસના કર્ણાટકમાં સૌથી મોટા નેતાઓમાંથી એક છે. તેઓને શરૂઆતથી જ મુખ્યમંત્રીના પદ માટે ડીકે શિવકુમાર કરતા વધુ મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા હતા. સિદ્ધારમૈયાએ તેમની રાજકીય કારકિર્દીમાં 12 ચૂંટણી લડી, જેમાંથી તેમણે 9માં જીત મેળવી હતી.

- સિદ્ધારમૈયા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આ પહેલા તેઓ 1994માં જનતા દળની સરકારમાં કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી હતા. તેમની સામે ભ્રષ્ટાચારનો કોઈ કેસ પણ નથી. જ્યારે ડીકે શિવકુમાર સામે ઘણા કેસ ચાલી રહ્યા છે. તેઓ જેલમાં પણ જઈ ચૂક્યા છે.

- સિદ્ધારમૈયા અને ડીકે બંનેને ગાંધી પરિવારના નજીકના માનવામાં આવે છે. મલ્લિકાર્જુન ખડગેએ 2008માં સિદ્ધારમૈયાને JDSમાંથી કોંગ્રેસમાં લાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેઓ મલ્લિકાર્જુન ખડગેની ખૂબ નજીકના હોવાનું કહેવાય છે.

- સિદ્ધારમૈયા 2013થી 2018 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી રહ્યા. સિદ્ધારમૈયા કુરુબા સમુદાય (ઓબીસી)માંથી આવે છે. તે કર્ણાટકમાં ત્રીજો સૌથી મોટો સમુદાય છે. એટલું જ નહીં સિદ્ધારમૈયાને રાજ્યના સૌથી મોટા ઓબીસી નેતા માનવામાં આવે છે. સિદ્ધારમૈયાને શિવકુમાર કરતા મોટા જન નેતા માનવામાં આવે છે.
 

કોંગ્રેસે મારી હતી બાજી
10 મે, 2023ના રોજ કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં રેકોર્ડબ્રેક 73.19 ટકા મતદાન થયું હતું. ત્યારે 17 મેના રોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ માટે સવારના 8 વાગ્યાથી રાજ્યભરના 36 કેન્દ્રો પર મતગણતરી શરૂ થઇ ગઇ હતી. જેમાં કોંગ્રેસની જીત થઈ હતી. કર્ણાટકની કુલ 224 સીટોમાંથી  કોંગ્રેસને 135 સીટો, ભાજપને 66 સીટો, જેડીએસને 19 સીટો અને અન્યને 4 સીટો મળી છે.  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ