બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 03:42 PM, 20 April 2024
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી અભિનેત્રીઓ વચ્ચે કેટ ફાઈટ થવી સામાન્ય વાત છે. એવી ઘણી અભિનેત્રીઓ છે જેમની એકબીજા સાથે બિલકુલ નથી બનતી પરંતુ આજે અમે બે અભિનેત્રીઓ વચ્ચેની કેટ ફાઈટની વાત નથી કરી રહ્યા. અમે વાત કરી રહ્યા છીએ જોન અબ્રાહમ અને કરીના કપૂરની.
ADVERTISEMENT
એક સમય એવો હતો જ્યારે જોન અબ્રાહમ અને કરીના કપૂર વચ્ચે અણબનાવ હતો. જે બાદ કરીનાએ જ્હોન સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. બેબોએ જોનની એક્ટિંગ સ્કિલ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. એ સમયે કરીના કપૂર ખાને ટેલિવિઝન શો કોફી વિથ કરણમાં ખુલ્લેઆમ કહ્યું હતું કે તે જોન અબ્રાહમ સાથે કામ કરવા માંગતી નથી. જ્યારે બેબોએ આનું કારણ જણાવ્યું તો લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.
ADVERTISEMENT
જોન અબ્રાહમ સાથે કામ કરવાની વાત કરતી વખતે કરીનાએ તેને એક્સપ્રેશનલેસ ગણાવ્યો હતો. જો કે આ પછી જોન અબ્રાહમ તરફથી કોઈ પ્રતિક્રિયા જોવા મળી નથી. એવું માનવામાં આવે છે કે કદાચ આ જ કારણ છે કે જોન અને કરીના આજ સુધી કોઈ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નથી.
જ્યારે જોન અબ્રાહમ કરણ જોહરના શો કોફી વિથ કરણમાં દેખાયો ત્યારે તેને સલમાન ખાનની વર્લ્ડ ટૂર વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. આ દરમિયાન કરીના કપૂરનું નામ પણ લેવામાં આવ્યું હતું. કરણે જોન અબ્રાહમને પૂછ્યું કે તે બધાથી કેમ અંતર રાખે છે, જેના પર જોન કહ્યું, 'વહેલા સૂવું અને વહેલા જાગવું તેની આદત છે અને આ જ કારણ છે કે તે લોકો સાથે ફરતો નથી'. આ દરમિયાન જોને નો કોમેન્ટ કહીને કરીનાના સવાલને નજરઅંદાજ પણ કર્યો હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.