બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ધર્મ / karanataka govt. plans to open temples by e-pooja and e-darshan

આસ્થા / આ રાજ્યમાં મંદિરોમાં દર્શન માટે કરાશે ખાસ વ્યવસ્થા : ઘરે બેઠા મળશે સુવિધા

Parth

Last Updated: 04:29 PM, 27 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકડાઉનના કારણે કર્ણાટક સરકારે રાજ્યના ૨૧૦ એ-ગ્રેડ મંદિરોમાં ઓનલાઇન પૂજા અને દર્શનની સેવા શરૂ કરી છે. ભક્તો કોકુના સુબ્રમણ્યમ્ મંદિર, કોલ્લુરના મુકાંબિકા મંદિર, મેસુરના ચામુંડેશ્વરી મંદિર, બેંગલુરુના કટેલુ દુર્ગાપરમેશ્વરી મંદિર અને વનશંકરી મંદિર સહિતના ૨૧૦ મંદિરોમાં ઈ-પૂજા અને દર્શન કરી શકશે.

  • જળ ચઢાવવાથી લઇને મહામસ્તાભિષેક જેવી સેવાઓ પણ સામેલ 
  •  શ્રધ્ધાળુઓને પ્રસાદ કુરિયર કરીને તેમના ઘરે મોકલવામાં આવશે 
  • લોકડાઉનમાં ઘટી ગઈ છે મંદિરોની આવક 

ભક્તો કરશે ઓનલાઈન બુકિંગ 

ભક્તો ઓનલાઇન લગભગ ૩૦ પ્રકારની સેવાઓ માટે બુકિંગ કરી શકશે અને લાઇવ સ્ટ્રિમિંગથી જોઇ પણ શકશે. તેમાં જળ ચઢાવવાથી લઇને મહામસ્તાભિષેક જેવી સેવાઓ પણ સામેલ છે. આ એ-ગ્રેડ મંદિરોમાં અત્યારે દાનની રકમ સાવ નહીંવત આવે છે. આ તમામ મંદિરોને મહિનામાં ઓછામાં ઓછા ૨૫ લાખ રૂપિયાનું દાન મળતું હોય છે. ઓનલાઇન સેવા-પૂજા બુક કરાવનારા શ્રધ્ધાળુઓને પ્રસાદ કુરિયર કરીને તેમના ઘરે મોકલવામાં આવશે.

રાજ્યના મંદિરોની આવક વધશે 

લગભગ ૬૦ દિવસ કરતાં વધુ સમયથી મંદિરોમાં શ્રધ્ધાળુઓ માટે પ્રવેશ બંધ છે. આ દરમિયાન દાનની આવકમાં પણ ભારે ઘટાડો થયો છે. તેના કારણે દૈનિક ગતિવિધિઓના સંચાલનમાં પણ ભારે પરેશાની આવી રહી છે. બીજી બાજુ એ પણ છે કે, મંદિરોમાં કેટલાય લોકો પોતાની માનતાઓની પૂજા કરાવવા ઇચ્છે છે, પરંતુ તેઓ લોકડાઉનના કારણે તેમ કરી શકતા નથી. રાજ્ય સરકારે મંદિરોની આવક વધારવા અને મંદિરોની વ્યવસ્થા યોગ્ય રીતે ચલાવવા માટે આ નિર્ણય લીધો છે. 

 પ્રસાદ અને કુરિયર વગેરેના પૈસા પણ સામેલ રહેશે 

મંદિરોમાં પૂજા અને સેવાઓના ભાવ નક્કી કરેલા હશે. પૂજાનું મહત્ત્વ, તેની સામગ્રી, સમય વગેરેના આધારે તેની રકમ નક્કી કરવામાં આવશે. તેમાં પ્રસાદ અને કુરિયર વગેરેના પૈસા પણ સામેલ રહેશે.  સેવાઓ મંદિરો મુજબ અલગ અલગ હશે. તેની યાદી અને રકમ ટુંક સમયમાં ઓનલાઇન મુકાશે. કર્ણાટકમાં કુલ ૩૫,૦૦૦ જેટલા મંદિરો આવેલા છે. તેને એ, બી અને સી કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ