ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રમતગમત ક્ષેત્રે મોટું આયોજન! કરાઈમાં ₹1,450 કરોડના ખર્ચે 143 એકરમાં બનશે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ હબ

ગુજરાત / રમતગમત ક્ષેત્રે મોટું આયોજન! કરાઈમાં ₹1,450 કરોડના ખર્ચે 143 એકરમાં બનશે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ હબ

Published By: Nidhi Panchal

Last Updated: 02:20 PM, 4 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની તૈયારી વચ્ચે ગુજરાતના રમતગમત માળખાને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવાની દિશામાં મોટું પગલું ભરાયું છે. કરાઈ ખાતે 143 એકર વિસ્તારમાં ₹1,450 કરોડના ખર્ચે આધુનિક સ્પોર્ટ્સ હબ બનાવવાનું આયોજન છે.

ADVERTISEMENT

અમદાવાદમાં યોજાનારી ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં રમતગમતના માળખાને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવાની દિશામાં મોટું આયોજન હાથ ધરાયું છે.

Common

કરાઈ ખાતે ગુજરાત પોલીસ એકેડમીના ૧૪૩ એકર વિસ્તારમાં અંદાજે રૂ. ૧,૪૫૦ કરોડના ખર્ચે વિશાળ સ્પોર્ટ્સ હબ વિકસાવવાની યોજના છે. આ સંકુલમાં ૫૦ હજાર દર્શકોની બેઠક ક્ષમતા ધરાવતું એથ્લેટિક્સ સ્ટેડિયમ, આંતરરાષ્ટ્રીય ધોરણનું ઈન્ડોર શૂટિંગ સેન્ટર અને વિવિધ રમતો માટેની મલ્ટિ-સ્પોર્ટ્સ ઈન્ડોર એરેના સહિતની સુવિધાઓ ઊભી કરાશે.

સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું આયોજન

આ સમગ્ર સંકુલને સ્પર્ધાત્મક રમતો, તાલીમ, રહેણાક અને ખેલાડીઓને જરૂરી સહાયક સુવિધાઓના સંકલન સાથે એક આધુનિક હાઈ-પર્ફોર્મન્સ સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું આયોજન છે. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈન્ડોર શૂટિંગ સેન્ટરમાં ૧૦, ૨૫ અને ૫૦ મીટરની રેન્જ બનાવવામાં આવશે. જ્યારે ઈન્ડોર એરેના વિવિધ રમતોની સ્પર્ધાઓ અને મોટા રમતગમતના કાર્યક્રમોના આયોજનને અનુરૂપ તૈયાર કરાશે.

આ પણ વાંચો : દિવાળીની ખરીદી વચ્ચે અમદાવાદના બજારોમાં દબાણનો કહેર! ફૂટપાથ અને પાર્કિંગમાં મીઠાઈ-ફરસાણનાં કાઉન્ટર્સ

માસ્ટર પ્લાનમાં રમતગમત, તાલીમ, વહીવટ, શિક્ષણ, રહેણાક સુવિધાઓ અને સ્પર્ધાઓના સંચાલન માટે અલગ-અલગ ઝોન બનાવવાની જોગવાઈ છે. સમગ્ર સંકુલની રચના એવી રીતે કરાશે કે મોટી સ્પર્ધાઓ દરમિયાન ખેલાડીઓ, અધિકારીઓ, દર્શકો અને સહાયક કર્મચારીઓની અવરજવર સરળતાથી થઈ શકે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Ahmedabad ComonWealth Games

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ