બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / kapil sharma unites with sunil grover archana puran singh krushna abhishek rajiv thakur for netflix

મનોરંજન / ઝઘડો ખતમ! આખરે 6 વર્ષ બાદ કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે સમાધાન, ફરી એકસાથે કરશે કામ, જાણો ક્યાં જોઈ શકાશે શૉ

Manisha Jogi

Last Updated: 03:35 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કપિલ શર્માએ તેમના ટીવી શૉની મદદથી દર્શકોને પેટ પકડીને હસાવ્યા છે, હાલમાં કપિલ શર્મા તેમના કોમેડી શૉને આગળ લઈ જતા હોય તેવું લાગી રહ્યું છે.

  • કપિલ શર્માએ ટીવી શૉ પર દર્શકોને પેટ પકડીને હસાવ્યા છે
  • કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર ફરી સાથે કામ કરશે!
  • નેટફ્લિક્સે સોશિયલ મીડિયા પર શેર કર્યો વિડીયો

કોમેડિયન કપિલ શર્મા ઘણા સમયથી ટીવી પર દર્શકોનું મનોરંજન કરે છે. કપિલ શર્માએ તેમના ટીવી  શૉની મદદથી દર્શકોને પેટ પકડીને હસાવ્યા છે, હાલમાં કપિલ શર્મા તેમના કોમેડી શૉને આગળ લઈ જતા હોય તેવું લાગી રહ્યું છે. કપિલ શર્માએ ઘર બદલ્યું હતું, ત્યારે જણાવ્યું હતું કે, ‘ઘર બદલ્યું છે, પરિવાર નહીં’. તેમની આ વાત પરથી સ્પષ્ટ થઈ ગયું હતું કે, દર્શકોને ખાસ સરપ્રાઈઝ આપશે. કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર ફરી એકવાર ટીવી પર એકસાથે જોવા મળશે. 

નેટફ્લિક્સે વિડીયો શેર કર્યો
નેટફ્લિક્સે સોશિયિલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોની શરૂઆત કપિલ શર્માથી થાય છે, ત્યારપછી સુનિલ ગ્રોવર પણ જોવા મળે છે. બંને કોમેડિયન હસી મજાક કરતા જોવા મળે છે. ત્યારપછી શૉના અન્ય સભ્ય કૃષ્ણા અભિષેક, કીકૂ શારદા, રાજીવ ઠાકુર અને અર્ચના પૂરન સિંહ પણ જોવા મળે છે, ત્યારપછી તમામ સભ્ય હસી મજાક કરે છે. 

કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વિવાદ
વર્ષ 2017માં કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે વિવાદ થયો હતો. રિપોર્ટ્સ અનુસાર ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ની ટીમ શૉ કરીને ઓસ્ટ્રેલિયાથી મેલબોર્ન પરત ફરી રહી હતી. તે સમયે ફ્લાઈટમાં સુનિલ ગ્રોવર અને કપિલ શર્મા વચ્ચે વિવાદ થઈ ગયો હતો. આ વિવાદ એટલી હદે વધી ગયો હતો કે, ત્યારપછી તેમણે સાથે કામ કર્યું નહોતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ