બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kanu Damor of Aravalli Lalakopa village is doing agricultural work even though he is two hands short

અડગ / Video: ભગવાને બે હાથ ટૂંકા આપ્યા, છતા ચલાવે છે ટ્રેક્ટર : અરવલ્લીના કનુ ડામોરની ગજબની હિંમત

Vishnu

Last Updated: 09:46 PM, 1 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આત્મવિશ્વાસ જ્યારે અડગ હોય તો તમે કોઈપણ સિદ્ધિ હાંસલ કરી શકો છો. અરવલ્લીના કનુ ડામોર તેનું ઉત્તમ ઉદાહરણ છે. ભગવાને તેમના બે હાથ ટૂંકા આપ્યા. પણ આજે એ સામાન્ય વ્યક્તિની જેમ તમામ કાર્યો કરી શકે છે.

  •  એક વેંતના હાથથી જીતવી છે દુનિયા
  • અરવલ્લીના કનુ ડામોરની ગજબની હિંમત
  • હિંમત છે હિમાલય જેવી

કોશિશ કરનારની ક્યારેય હાર નથી થતી. એ કહેવત તો તમે સાંભળી જ હશે. આ કહેવત સાર્થક થઈ રહી છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના લાલાકૉપા ગામમાં. દ્રશ્યમાં દેખાતા આ ચે કનુ ડામોર. જે વિકલાંગ લોકોને પ્રોત્સાહન આપી રહ્યા છે. કનુ ડામોર વિકલાંગ છે. તેમના બન્ને હાથ માત્ર એક જ વેંતના છે. તેમની હાઈટ પણ ઓછી છે.. જોકે તેમની કામ કરવાની ધગશ અને હિંમત હિમાલય પહાડ જેવી છે. જો કનુ ડામોર કોઈ એક કામ ધારી લે તો કરીને જ જંપે  છે.  

ભગવાને આપ્યા બે હાથ ટૂંકા..પણ જિંદગી જીવતા શીખી ગયા
કનુભાઈને ભગવાને અપંગતા તો આપી. પણ સાથે જ જિંદગી જીવતા પણ શીખવાડી દીધું.  કનુ ડામોરનો જ્યારે જન્મ થયો ત્યારે પરિવારમાં ખુશીનો માહોલ હતો. પણ દીકરાની ઉંમર વધતી ગઈ તેમ તેમનો શારીરિક વિકાસ તો થયો. પણ બન્ને હાથની લંબાઈ ન વધી.. જેથી માતા-પિતા ચિંતિત હતા. કનુભાઈ 5 વર્ષના થયા તે સમયે અભ્યાસ માટે શાળાએ જવા જીદ કરી. અને આખરે માતા-પિતા માની ગયા. અભ્યાસમાં કનુંભાઈની રૂચી વધતી ગઈ અને ટૂંકા હાથ હોવા છતાં અનેક પ્રયાસો બાદ લખતા પણ શીખી ગયા. કનુભાઈ અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં પણ પારંગત છે. કનુભાઈએ એમ.એ. બી.એડ સુધી અભ્યાસ કર્યો છે. પણ તેમના ટૂંકા હાથના કારણે ક્યાંય નોકરી ન મળી શકાય તેમના પિતા ખેડૂત હતા. જેથી કનુભાઈએ ખેતી કરવાનું પસંદ કર્યું. અને બાદમાં ખેતીમાં હાથ અજમાવ્યો.

ખેતી કરીને જીવન ગુજારે છે કનુભાઈ
હવે તમે વિચારશો કે એક વેંતના હાથથી કોઈ વ્યિક્ત ખેતી કરી શકે ખરું, પણ એ કરી બતાવ્યું છે કનુ ડામોરે, કનુ ડામોર એક વેંતના હાથ હોવા છતાં સરળતાથી ટ્રેક્ટર ચલાવે છે. એટલું જ નહીં ટ્રેક્ટરથી ખેતર પણ ખેડે છે. હિંમત હાર્યા વિના કનુભાઈ કરિયાણાની દુકાન પણ ચલાવે છે. અને દુકાનનું નામું પણ જાતે જ લખે છે. સામાજિક રીત રીવાજ મુજબ તેમને લગ્ન પણ કર્યા અને હાલ ત્રણ સંતાન પણ છે. જોકે કનુભાઈ ખેતી અને ધંધો કરીને પોતાના પરિવારની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખીને સુખી જીવન જીવી રહ્યા છે. જેના પગલે કનુ ડામોર અન્ય દિવ્યાંગ લોકો માટે પણ પ્રેરણાદાયક બન્યા છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ