બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Kanpur: 10 year old accused tried to rape 3 year old girl

ક્રાઈમ / 10 વર્ષના છોકરાએ 3 વર્ષની બાળકી પર કર્યો રેપનો પ્રયાસ, પછાડીને ભાગ્યો, હોસ્પિટલમાં મોત, બીજી 3 સાથે પણ કર્યું આવું

Vaidehi

Last Updated: 06:42 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાનપુરમાં 10 વર્ષનાં એક છોકરાએ 3 વર્ષની બાળકી સાથે રેપ કરવાનો પ્રયાસ કર્યો . આ દરમિયાન એક મહિલા ઘટનાસ્થળ પર પહોંચી પછી જે થયું એ ચોંકાવનારું.

  • કાનપુરમાં 10 વર્ષનાં છોકરાએ કરી ગંદી હરકત
  • 3 વર્ષની બાળકીને સાઈકલ પર બેસાડી લઈ ગયો
  • પછી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો

UPનાં કાનપુરમાં 22 મેનાં રોજ એક ચોંકાવનારી દુ:ખદ ઘટના બની છે. એક 10 વર્ષનાં છોકરાએ 3 વર્ષની બાળકીનો રેપ કરવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન એક મહિલા ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આ દ્રશ્ય જોઈ છોકરા પર ચીસો પાડવા લાગી. તેથી છોકરો બાળકીને જમીન પર પટકીને ભાગી ગયો. ઘાયલ થયેલી છોકરીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ ઈલાજ દરમિયાન તે મૃત્યુ પામી. આરોપ છે કે આ છોકરાએ દિવ્યાંગ બાળકી સહિત 3 નાની બાળકીઓ સાથે આવું કૃત્ય કર્યું છે.

આ ઘટના બાદ છોકરાનાં પરિવારજનોએ પહેલા તેની ઉંમર 7 વર્ષની જણાવી પરંતુ તપાસ બાદ ખબર પડી કે તેની ઉંમર 10 વર્ષની છે. પોલીસે આ છોકરાને બાળસુધાર ગૃહમાં મોકલી દીધો છે. આરોપ છે કે આ છોકરાએ પહેલા પણ આવું કૃત્ય અન્ય 3 બાળકીઓ સાથે કર્યું છે.

બાળકીને સાઈકલ પર બેસાડીને લઈ ગયો
જે બાળકીનું મોત થયું તેને 22 તારીખે આ છોકરો પોતાની સાઈકલ પર બેસાડીને એક નાળાનાં કાંઠા પર લઈ ગયો હતો જ્યાં તેણે રેપ કરવાનાં પ્રયાસો કર્યાં. ત્યારે અચાનક એક મહિલાએ જોઈ લીધું. મહિલાની ચીસોથી છોકરો બાળકીને જમીન પર પટકીને ભાગી ગયો.

દિવ્યાંગ બાળકી સાથે પણ કરી છે ગંદી હરકત
વિસ્તારનાં લોકોએ કહ્યું કે 10 વર્ષનાં આ બાળકે આ પહેલા પર પોતાના એક સંબંધીની બાળકી સાથે પણ આવી હરકત કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં તેના થોડા દિવસ બાદ એક દિવ્યાંગ બાળકી સાથે પણ આવું કૃત્ય કર્યું હતું.  આવી રીતે અત્યાર સુધી વિસ્તારની 3 બાળકીઓ સાથે આવું વ્યવહાર કરી ચૂક્યો છે.

છોકરાનું મેડિકલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું
ACP ચકેરી અમરનાથ યાદવે કહ્યું કે' છોકરાનું મેડિકલ ટેસ્ટિંગ કરાવ્યાં બાદ તેને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યું છે. બાળકીનો પોસ્ટમાર્ટમ કરવામાં આવી રહ્યો છે. ' એટલું જ નહી માતાએ તો ડોક્ટર પર પણ આરોપ મૂક્યો છે કે તેની બાળકીનું મોત 2 દિવસ પહેલા જ થઈ ગયું હતું પરંતુ કોઈએ જણાવ્યું નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ