બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / સ્પોર્ટસ / Cricket / Kane Williamson won hearts even after losing, said something for Team India that the fans said - that's why we respect you

Ind vs NZ / હારીને પણ દિલ જીતી ગયા કેન વિલિયમ્સન, ટીમ ઈન્ડિયા માટે કહી એવી વાત કે ફેન્સ બોલ્યા-એટલે જ અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ

Megha

Last Updated: 11:56 AM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમને જીત માટે અભિનંદન આપતા કેન વિલિયમસને કહ્યું કે તેઓ ટોચની ટીમ છે અને તેણે આ સમગ્ર ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે. આજે એમને શ્રેષ્ઠ રમત બતાવી છે.'

  • સેમિફાઇનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 70 રનથી હાર આપી 
  • કેન વિલિયમસને હાર બાદ પણ ટીમ ઈન્ડિયાના વખાણ કર્યા હતા
  • ટીમ ઇન્ડિયા ટોચની ટીમ છે અને ટોચની ક્રિકેટ રમી છે

વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલ મેચ 15 નવેમ્બરે એટલે કે ગઈકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલી, શ્રેયસ અને શુભમન ગીલની શાનદાર ઈનિંગ્સને કારણે 397 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 70 રનથી હાર આપી 
જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની શરૂઆત સારી રહી ન હતી. પરંતુ બાદમાં કેપ્ટન કેન વિલિયમસન અને ડેરીલ મિશેલે સારી વાપસી કરી હતી. મિશેલે શાનદાર સદી ફટકારી હતી પરંતુ અંતે રન વધુ હતા અને બેટ્સમેન ઓછા હતા. ધીરે ધીરે મિશેલ અને ફિલિપ્સ પણ આઉટ થઈ ગયા હતા. ન્યૂઝીલેન્ડ ટીમ ઈન્ડિયાથી 70 રને હારી ગઈ. હાર બાદ કેપ્ટન કેન વિલિયમસને ટીમ ઈન્ડિયાના ખૂબ વખાણ કર્યા હતા. ચાલો જાણીએ કેન વિલિયમસને શું કહ્યું.

કેન વિલિયમસને હાર બાદ પણ ટીમ ઈન્ડિયાના વખાણ કર્યા હતા
ભારતીય ટીમને જીત માટે અભિનંદન આપતા કેન વિલિયમસને કહ્યું કે તેઓ ટોચની ટીમ છે અને તેઓ એક જ પ્રકારનું ક્રિકેટ રમ્યા હતા. ઍમણે કિધુ,
"સૌથી પહેલા હું ભારતને અભિનંદન આપવા માંગુ છું. તેણે આ સમગ્ર ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે આજે પોતાની શ્રેષ્ઠ રમત બતાવી. તેઓ ટોચની ટીમ છે અને ટોચની ક્રિકેટ રમી છે. અમે ખુશ છીએ કે અમે અંત સુધી લડ્યા, પરંતુ દુઃખની વાત એ છે કે ફરી એકવાર અમે નોક આઉટ સ્ટેજમાંથી બહાર થઈ ગયા. અમે પ્રયાસ કર્યો, પરંતુ ભારત જેવી ટોપ ક્લાસ ટીમથી પાછળ રહી ગયા.

અહીંના ક્રિકેટ ચાહકો અદ્ભુત છે પણ થોડા એકતરફી હતા
વિલિયમસને વધુમાં કહ્યું કે, "તેમના વર્લ્ડ ક્લાસ બેટ્સમેનો આવ્યા અને તેમની શાનદાર રમત બતાવી. જેના કારણે તે 400 રનના સ્કોર સુધી પહોંચી ગયો હતો. આ સ્કોરનો પીછો કરવો મુશ્કેલ હતો કારણ કે બોલરો ખુબ સારું બોલિંગ કરી રહ્યા હતા. અહીંના ચાહકો અદ્ભુત હતા, પરંતુ થોડા એકતરફી હતા. અહીં આવવું ખૂબ જ ખાસ છે અને હું ભારતના હોસ્ટિંગથી ખૂબ જ ખુશ છું."

મેચમાં શું થયું?
આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. રોહિતે પહેલી જ ઓવરથી જ મોટા શોર્ટ્સ મારવાનું શરૂ કરી દીધું હતું. ભારતની પહેલી વિકેટ 71 રનના સ્કોર પર પડી જ્યારે રોહિત શર્માએ 47 રન બનાવીને ટિમ સાઉથીને પોતાની વિકેટ આપી. આ પછી વિરાટ કોહલી અને શુભમન ગિલે ઇનિંગની કમાન સંભાળી હતી. કોહલીએ 117 રનની ઇનિંગ રમી, આ સદી સાથે કોહલીએ તેની 50મી ODI સદી ફટકારી અને સચિન તેંડુલકરનો 49 સદીનો રેકોર્ડ તોડ્યો. શુભમન ગિલ 80 રન પર નાબાદ હતો. શ્રેયસ અય્યરે અને પછી કેએલ રાહુલે મળીને ઈનિંગ્સને 397 રન સુધી પહોંચાડી હતી. અય્યર 105 રન બનાવીને આઉટ થયો હતો.

398 રનનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમની શરૂઆત બહુ સારી રહી ન હતી. ડેવોન કોનવે અને રચિન રવિન્દ્ર બંને 13-13 રન બનાવીને શમીનો શિકાર બન્યા હતા. કેપ્ટન કેન વિલિયમસને ડેરીલ મિશેલ સાથે મળીને દાવને સંભાળ્યો અને ન્યુઝીલેન્ડને સ્પર્ધાત્મક સ્થિતિમાં પહોંચાડ્યું. શમીએ આ બંને વચ્ચેની મજબૂત ભાગીદારીને તોડી નાખી. શમીએ જ લાથમને આઉટ કર્યો હતો. ત્યારબાદ મિશેલ અને ફિલિપ્સ વચ્ચે ભાગીદારી બની હતી. ત્યારબાદ બુમરાહે ફિલિપ્સની વિકેટ લીધી. 

શમીએ આ મેચમાં 7 વિકેટ ઝડપી હતી અને તે વર્લ્ડ કપની સેમીફાઈનલમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. હવે 19મી નવેમ્બરે ફાઇનલમાં ભારતનો મુકાબલો દક્ષિણ આફ્રિકા અથવા ઓસ્ટ્રેલિયા સામે થશે. બંને ટીમો વચ્ચે સેમિફાઇનલ આજે એટલે કે 16 નવેમ્બરે રમાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ