ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / આજથી કમુરતા શરુ, આવતા 30 દિવસ સુધી ભૂલથી પણ ન કરતાં આ 6 કામ

ધર્મ / આજથી કમુરતા શરુ, આવતા 30 દિવસ સુધી ભૂલથી પણ ન કરતાં આ 6 કામ

Last Updated: 01:31 AM, 16 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મમાં કમુરતાનું પણ મહત્વ છે. કેમ કે, આ દરમિયાન હિંદુ ધર્મમાં શુભ પ્રવૃત્તિઓને પ્રતિબંધિત માનવામાં આવે છે. જો આ શુભ પ્રવૃત્તિ કરવામાં આવે તો વિઘ્ન આવી શકે છે.

ADVERTISEMENT

આજથી એટલે કે 16 ડિસેમ્બર 2025થી કમુરતા શરૂ થશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ ત્યારે કમુરતા શરૂ થાય છે. કમુરતાના આ 30 દિવસના સમયગાળા દરમિયાન તમામ શુભ કાર્યોને પ્રતિબંધિત માનવામાં આવે છે. આ દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવું ખૂબ જ અશુભ મનાય છે. તો એવામાં ચાલો જાણીએ કે, 15 જાન્યુઆરી 2026 સુધી કયા કાર્યો ન કરવો જોઈએ.

કમુરતા દરમિયાન, લગ્ન, ગૃહ પ્રવેશ, નામકરણ વિધિ, મુંડન, અન્નપ્રાશન અને વાસ્તુ પૂજન જેવી શુભ પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ. આ દરમિયાન કુલ 16 વિધિઓ કરવાને પર પ્રતિબંધિત માનવામાં આવે છે.

કમુરતા દરમિયાનના 30 દિવસના દરમિયાન તુલસીના પાન તોડવાને પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે.  કેમ કે, કમુરતા દરમિયાન શ્રી હરિની પૂજા પણ કરવામાં આવે છે અને તુલસી વિષ્ણુ ભગવાનને ખૂબ પ્રિય માનવામાં આવે છે.

vtv app promotion
  • સાત્વિક આહાર અને પ્રોપર્ટી
    આ સિવાય કમુરતા દરમિયાન માત્ર સાત્વિક આહાર જ લેવો જોઈએ. જેમાં લસણ, ડુંગળી, માંસ, માછલી અને ઈંડા જેવા તામસિક આહારને ટાળવા જોઈએ. કેમ કે, તેનાથી સૂર્ય દેવ ક્રોધિત થાય છે. આ દરમિયાન ઘર બનાવવું કે જમીન ખરીદવી અથવા વેચવાને પણ અશુભ મનાય છે. આ દરમિયાન આ કામ કરવાથી તેમાં અવરોધો અને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

વધુ વાંચો : નોકરીમાં પ્રમોશન, રિલેશનશિપમાં પ્રેમ, વૃષભ-કન્યા સહિત આ 5 રાશિઓને 2026માં મોજે દરિયા!

  • નવો વ્યવસાય અને ઘર બદલાવ
    કમુરતામાં નવો વ્યવસાય શરૂ કરવાને પણ અશુભ માનવામાં આવે છે. કેમ કે, તેનાથી આર્થિક સમસ્યાઓ થઈ શકે છે. આ દરમિયાન નવી નોકરીમાં જોડાવું  કે મોટું રોકાણ પણ ન કરવું જોઈએ. આ સિવાય નવું ઘર બદલવાને પણ અશુભ માનવામાં આવે છે. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hinduism Kamurta Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ