બ્રેકિંગ ન્યુઝ
Dinesh Chaudhary
Last Updated: 07:15 PM, 14 June 2025
Kalpika Ganesh: સાઉથ ફિલ્મ ઉદ્યોગના કલાકારો કોઈને કોઈ વાતને લઈ ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેલુગુ અભિનેત્રી કલ્પિકા ગણેશ ચર્ચામાં આવી છે. અહેવાલ મુજબ તેણે રેસ્ટોરન્ટમાં હંગામો મચાવ્યો હતો. આ ઉપરાંત તેણે પ્લેટો ફેંકી હતી અને સ્ટાફને પણ શરમજનક સ્થિતિમાં મૂક્યા હતા. તમને જણાવી દઈએ કે, તેના કારણે રેસ્ટોરન્ટની મિલકતને ઘણું નુકસાન થયું છે.
ADVERTISEMENT
રેસ્ટોરન્ટમાં હંગામો!
— Dinesh Chaudhary (@DineshNews_) June 14, 2025
અભિનેત્રી કલ્પિકા ગણેશે મચાવ્યો હોબાળો
ફ્રિમાં કેક ન મળતા રેસ્ટોરન્ટ લીધું માથે
રેસ્ટોરન્ટ સ્ટાફ સાથે અભદ્ર વર્તન કર્યું#kalpikaganesh #KalpikaGaneshcontroversy #KalpikaGaneshlatestnews #KalpikaGaneshmovies pic.twitter.com/tPoj4kTR1i
જાણો સમગ્ર મામલો
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર તેલુગુ અભિનેત્રી કલ્પિકા ગણેશ વિરુદ્ધ ગેરવર્તણૂકનો કેસ નોંધવામાં આવ્યો છે. તેના પર બિલ ચૂકવવાનો પણ ઇનકાર કરવાનો આરોપ છે. રિપોર્ટ અનુસાર, આ સમાચાર 29 મેના છે. અભિનેત્રી પોતાનો જન્મદિવસ ઉજવવા માટે રેસ્ટોરન્ટમાં ગઈ હતી. તે બહારથી પોતાનો જન્મદિવસનો કેક રેસ્ટોરન્ટમાંમાં લઈ જઈ રહી હતી. પરંતુ તેને આ માટે પરવાનગી મળી ન હતી. અભિનેત્રીએ આ અંગે હોબાળો મચાવ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. જેમાં કલ્પિકા સ્ટાફ સાથે લડતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ પોતે આ વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીએ રેસ્ટોરન્ટના સ્ટાફ સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું અને તેમની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો: VIDEO: 'રંગ દે બસંતી' ગીત પર વિજયભાઈ રૂપાણીએ રેલાવ્યા હતા સૂર, વીડિયો વાયરલ
કલ્પિકા ગણેશ ચર્ચામાં રહે છે
ADVERTISEMENT
જો આપણે કલ્પિકા ગણેશના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે વર્ષ 2023માં ફિલ્મ અથર્વમાં જોવા મળી હતી. આ ઉપરાંત અભિનેત્રી બે વેબ સિરીઝમાં પણ જોવા મળી છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી આ હરકતોને કારણે ચર્ચામાં આવી છે. જ્યાં ઘણા લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરી રહ્યા છે અને આ પહેલીવાર નથી જ્યારે કોઈ દક્ષિણ અભિનેત્રીએ આવા કૃત્યો કર્યા હોય. દક્ષિણના કલાકારો ઉપરાંત ઘણા બોલિવૂડ કલાકારોને તેમના ગંદા વર્તન માટે ટ્રોલ કરવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.