ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: 'રંગ દે બસંતી' ગીત પર વિજયભાઈ રૂપાણીએ રેલાવ્યા હતા સૂર, વીડિયો વાયરલ

ગુજરાત / VIDEO: 'રંગ દે બસંતી' ગીત પર વિજયભાઈ રૂપાણીએ રેલાવ્યા હતા સૂર, વીડિયો વાયરલ

Published By: Dinesh Chaudhary

Last Updated: 05:03 PM, 14 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું વિમાન ક્રેશ દુર્ઘટનામાં અવસાન થયું છે. જો કે, હવે તેમણે ગાયેલું યાદસભર દેશભક્તિનો ગીત વાયરલ થઈ રહ્યું છે.

ADVERTISEMENT

અમદાવાદમાં ગુરૂવારે બપોરે 1 વાગ્યાની આસપાસ મેઘાણીનગર વિસ્તારમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્તની ઘટના બની છે. જેમાં IGP કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્ચમંત્રી વિજય રુપાણી સાથે 242 યાત્રિકો સવાર હતા .જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. ત્યારે ગુજરાતને ક્યારે પૂરી ન થાય તેવી ખોટ પડી છે. જો કે, વિજયભાઈ રૂપાણી એક સરળ અને સૌમ્ય સ્વભાવના વ્યક્તિ હતા. ત્યારે તેમના ગીત ગાતાનો વીડિયો વાયરલ થઈ રહ્યાં છે.

'રંગ દે બસંતી' ગીત પર વિજયભાઈ રૂપાણીએ રેલાવ્યો હતો સૂર

વિજયભાઈ રૂપાણી અત્યારે આપણી વચ્ચે તો રહ્યાં નથી પરંતુ તેમની અનેક યાદો મૂકી ગયા છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે. જે વીરાંજલિ 2016ના કાર્યક્રમ હોવાની વિગતો છે. જેમાં તેઓ સાઈરામ દવે સાથે દેશભક્તિનો જોરદાર સૂરમાં દેશભક્તિ ગીત ગાઈ રહ્યાં છે. જે ગીતના શબ્દો છે રંગ દે બસંતી.

app promo2

આ પણ વાંચો: અરેરાટી! અમદાવાદ પ્લેન ક્રેશમાં ભાઈના મોતનો આઘાત ઝીરવી ન શક્યાં વિરમગામના બહેન, 2 દિવસ બાદ અવસાન

અમદાવાદમાં બની ગોઝારી દુર્ઘટના

નોંધનીય છે કે, વિજય રુપાણીએ મુખ્યમંત્રી તરીકે સૌરાષ્ટ્રમાં અનેક વિકાસના કાર્ય કર્યા છે. ખાસ કરીને રાજકોટના વિકાસમાં તેમનો સિંહફાળો રહ્યો છે. ત્યારે તેમના કાર્યને ગુજરાત હંમેશા યાદ કરશે. અમદાવાદમાં 12 જૂન ગુરુવારના રોજ બપોરે 1.38 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેક ઓફના બે મિનિટ એટલે કે 1.40 વાગ્યે મેઘાણીનગરમાં IGP કમ્પાઉન્ડ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતા પ્લેન ક્રેશ થઈ ગયું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot News Vijay Rupani Patriotic Song Vijay Rupani Death

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ