ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / પહેલા પિતાનો ઇન્શ્યોરન્સ કરાવ્યો, બાદમાં રૂપિયા મેળવવા કર્યો એવો કાંડ, કે પગ નીચેથી જમીન સરકી જશે

કર્ણાટક / પહેલા પિતાનો ઇન્શ્યોરન્સ કરાવ્યો, બાદમાં રૂપિયા મેળવવા કર્યો એવો કાંડ, કે પગ નીચેથી જમીન સરકી જશે

Last Updated: 01:50 PM, 7 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કલબુર્ગી પોલીસે એક હત્યા કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે જેમાં 60 વર્ષીય વ્યક્તિની તેના જ દીકરા દ્વારા હત્યા કરી દેવામાં આવી. રોડ એક્સિડન્ટને રિપોર્ટ લખાવ્યો, પણ બાદમાં પોલીસને ખબર પડી કે દીકરાએ જ ઇન્શ્યોરન્સના પૈસા માટે પિતાની હત્યા કરી હતી.

ADVERTISEMENT

કર્ણાટકના કલબુર્ગીમાં બેન્નૂર ક્રોસિંગ પર લગભગ 6 મહિના પહેલા ટ્રેક્ટરની અડેફેટે ચડતા એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું. બધાએ આ ઘટનાને એક રોડ એક્સિડન્ટ માની લીધું. પોલીસે પણ અકસ્માતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. હવે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઇન્શ્યોરન્સના પૈસા મેળવવા માટે દીકરાએ તેના મિત્ર સાથે મળીને પિતાની હત્યા કરી હતી. કલબુર્ગી પોલીસે આ હત્યા કેસમાં આરોપી દીકરા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે.

ચાલો જાણીએ, શું છે સમગ્ર મામલો

કલબુર્ગીના આદર્શનગરનો રહેવાસી સતીશ એક રેસ્ટોરન્ટ ચલાવતો હતો. તેણે લાખો રૂપિયાની લોન લઈને ઘર બનાવ્યું હતું. આર્થિક તંગી સામે ઝૂઝી રહેલા સતીશે પૈસા મેળવવા માટે એક ભયંકર વિચાર આવ્યો. તેણે પહેલા પોતાના પિતા કલિંગરાય ખમિતકરનો ઇન્શ્યોરન્સ કરાવ્યો, પછી તેમની હત્યાનું કાવતરું ઘડ્યું. 60 વર્ષીય કલિંગરાય તેમના દીકરાના ખરાબ ઈરાદાથી અજાણ હતા. દીકરાએ હત્યાના કાવતરાંમાં પોતાના કેટલાક મિત્રો અરુણ, રાકેશ અને યુવરાજને પણ સામેલ કરી લીધા. આને બદલે ઇન્શ્યોરન્સની રકમ મળ્યા બાદ લાખો રૂપિયા આપવાનું વચન આપ્યું.

પિતાને ચઢાવી દીધા ટ્રેક્ટરની અડફેટે

કલબુર્ગીના એસપી અડુરુ શ્રીનિવાસુલુએ જણાવ્યું કે 8 જુલાઈ 2024એ સતીશ પોતાના પિતા સાથે બાઈક પર ફરવાના બહાને ઘરેથી નીકળ્યો. શાતિર દીકરાએ કલિંગરાયને બાઇક ચલાવવા વિનંતી કરી અને પોતે પાછળ બેસી ગયો. પ્લાન મુજબ બેન્નૂર ક્રોસિંગ પર પહોંચતા જ સતીશે બાઇક રોકવાનું કહ્યું અને પેશાબ કરવાના બહાને ત્યાંથી નીકળી ગયો. કલિંગરાય બાઇક પર બેઠાં-બેઠાં તેના પાછા ફરવાની રાહ જોતા રહ્યા. આ દરમિયાન સતીશે તેના મિત્રોને તેના પિતા ઉપર ટ્રેક્ટર ચલાવવાનો ઈશારો કર્યો. ટ્રેક્ટર પર બેઠેલા તેના ત્રણ મિત્રોએ કલિંગરાય ખમિતકરને ટ્રેક્ટરથી કચડી નાખ્યા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. હત્યાને અકસ્માત સાબિત કરવા માટે સતીશે પોતાને પણ પથ્થરથી ઘાયલ કરી દીધો.

PROMOTIONAL 12

ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી ખુલી પોલ

પોલીસના જણાવ્યા અનુસાર, ગુનો કર્યા પછી, સતીશ રડવાનું નાટક કરતો મડબુલા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને અકસ્માતની ખોટી વાર્તા સંભળાવી. પોલીસે એફઆઈઆર નોંધીને કેસની તપાસ શરૂ કરી દીધી. શાહાબાદના ડીએસપી શંકરગૌડા પાટીલ, સીપીઆઈ જગદેવપ્પા પાલા અને પીએસઆઈ ચેતનની ટીમને સતીશની હરકતો પર શંકા ગઈ. સતીશને આ કેસને આગળ વધારવામાં રસ નહોતો. દરમિયાન, તેના પિતાના મૃત્યુ પછી, ઇન્શ્યોરન્સ કંપની તરફથી 5 લાખ રૂપિયાની રકમ પણ મળી ગઈ, જેમાંથી તેણે 3.5 લાખ રૂપિયા અરુણ કુમારને આપ્યા. તેણે આ પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા. તપાસ દરમિયાન આ ટ્રાન્ઝેક્શનની જાણ થતાં જ પોલીસની શંકા ગઈ.

આ પણ વાંચો: 'રાજનીતિમાં વધારે ના પડો...', સંભલમાં ધમકીઓ શરૂ! 46 વર્ષ બાદ મળી આવેલા મંદિરના પૂજારીનો દાવો

કલબુર્ગીના પોલીસ અધિક્ષક અદુરુ શ્રીનિવાસુલુના જણાવ્યા અનુસાર, તપાસ ટીમે સતીશ, અરુણ કુમાર અને ટ્રેક્ટર ડ્રાઈવર રાકેશ અને યુવરાજની ધરપકડ કરી લીધી. અરુણે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેણે સતીશના કહેવા પર જ તેના પિતાને ટ્રેક્ટર વડે ટક્કર મારી હતી. ત્યારબાદ સતીશે પણ પોતાનો ગુનો કબૂલી લીધો. એસપીએ આ કેસનો પર્દાફાશ કરનારા તપાસ અધિકારીઓને પ્રશસ્તિપત્ર આપ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Karnataka News Kalaburagi Police Crime News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ