બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / Politics / jyotiraditya scindia shift in 27 sufdarjung road bunglow emotional family link

સરકારી બંગલો / સિંધિયાની 'ઘરવાપસી': સપનાના મહેલસમાં બંગલામાં ફરી એન્ટ્રી કરશે મહારાજ સિંધિયા, આ કારણે ખાસ છે આ બંગલો

Pravin

Last Updated: 04:35 PM, 8 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનું જ્યાં બાળપણ પસાર થયું છે, તે બંગલામાં તેઓ હવે ફરી એક વાર શિફ્ટ થવા જઈ રહ્યા છે. આ બંગલો અગાઉ રમેશ પોખરિયાલ પાસે હતો, જેમાં હવે સિંધિયા શિફ્ટ થશે.

  • મહારાજ સિંધિયા ફરી એક વાર પોતાના જૂના બંગલામાં શિફ્ટ થશે
  • અગાઉ રમેશ પોખરિયાલ પાસે હતો આ બંગલો
  • આ બંગલાને લઈને થોડી ખેંચતાણ પણ થઈ હતી

દેશની સત્તાના કેન્દ્ર લુટિયંસ દિલ્હીમાં સફદરજંગ મકબરા પાસે આવેલા સરકારી બંગલો 27, સફદરજંગ રોડ એક સામાન્ય બંગલો હોઈ શકે, પણ જ્યોતિરાદિત્ય સિંધિયા માટે આ બંગલો અત્યંત ખાસ છે. જો કે, સિંધિયા માટે આ બંગલો પોતાની જૂની યાદોનું સંભારણુ કહેવુ હોય તો, પણ કહી શકાય. પણ 2019ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ તેમની પાસેથી આ બંગલો છીનવી લેવામાં આવ્યો, જો કે, હવે ફરી એક વાર તેઓ બંગલામાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. 

આ બંગલામાં વિત્યું છે સિંધિયાનું બાળપણ

વર્ષ 1980માં જ્યોતિરાદિત્ય સિંધિયાના પિતા માધવરાવ સિંધિયાને 27, સફદરજંગ રોડવાળો બંગલો ફાળવવામાં આવ્યો હતો. ત્યાર બાદ સતત આ બંગલો સિંધિયા પરિવાર પાસે જ રહ્યો હતો. જ્યોતિરાદિત્ય સિંધિયાનું બાળપણ આ બંગલામાં જ વીત્યું છે. આજ કારણ છે કે, સિંધિયા માટે આ બંગલો અત્યંત ખાસ છે. જ્યારે સિંધિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા અને ભાજપે તેમને રાજ્યસભામાં મોકલ્યા તો, તેમણે આ બંગલામાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી, જો કે, તે સમયે તત્કાલિન કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ આ બંગલામાં રહી રહ્યા હતા. તેથી સિંધિયાએ અન્ય કોઈ સરકારી બંગલામાં રહેવાની જગ્યાએ પોતાના ખાનગી નિવાસ આનંદ લોકમાં રહેવાનું પસંદ કર્યું. હવે ગત 4 એપ્રિલે નિશંકે પાતાનો આ બંગલો ખાલી કરી દીધો છે અને મહારાજ ફરીથી આ બંગલામાં શિફ્ટ થવા જઈ રહ્યા છે. 

આ બંગલામાં શિખ્યો છે રાજકારણનો કક્કો

27, સફદરજંગ રોડનો બંગલો સિંધિયા માટે એટલા માટે ખાસ છે કેમ કે આ બંગલામાંથી જ તેમણે રાજકારણનો એકડો ઘુંટ્યો હતો. હકીકતમાં તેમના પિતા માધવરાવ સિંધિયા રાજીવ ગાંધી સરકારમાં  મંત્રી હતા અને ગાંધી પરિવારની અત્યંત નજીકના હતા. તેને લઈને માધવરાવ સિંધિયાના ઘરે રાજનેતાઓનું આવરોજાવરો રહેતો. પિતા માધવરાવ સિંધિયાના આ બંગલામાં જ દિલ્હી દરબાર ભરાતો હતો. અહીંથી જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજકારણમાં રસ જાગ્યો. એક વિમાન દુર્ઘટનામાં માધવરાવ સિંધિયાનું નિધન થયુ અને બંગલામાંથી જ તેમની અંતિમ યાત્રા નિકળી હતી. આ જ કારણ છે કે, આ બંગલો અને સિંધાયને લાગણીશીલ સંબંધો છે. 39 વર્ષ સુધી સિંધિયા પરિવારે આ બંગલામાં સમય વિતાવ્યો છે. 

આપને જણાવી દઈએ કે, 27 સફદરજંગ રોડનો બંગલો ટાઈપ 8 નો બંગલો છે. ટાઈપ 8ના બંગલા 3 એકરમાં બનેલા હોય છે, તેમાં 8 રૂમ, એક મોટો હોલ, એક ડાઈનિંગ રૂમ અને એક સ્ટડી રૂમ હોય છે. કેબિનેટ મંત્રીઓ, સુપ્રીમ કોર્ટના જજ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિને ફાળવવામાં આવે છે. સિંધિયા હાલમાં કેન્દ્ર સરકારમાં નાગરિક ઉડ્ડયન મંત્રી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ