બ્રેકિંગ ન્યુઝ
VTV / JVC Launches 6 New Smart LED TVs in India, Prices Start at Rs. 7,499
વિયરા ગ્રુપ, ભારતમાં JVC TVનું મેન્યુફેક્ચરિંગઅને માર્કેટિંગ કરે છે. ટીવીની કિંમતની શરૂઆત માત્ર 7499 રૂપિયા છે. કંપનીએ 24 થી 39 ઇંચના ટીવી લોન્ચ કર્યા છે. JVCVના નવા ટીવી વેચાણ માટે ફ્લિપકાર્ટ પર છે. આ સ્માર્ટ ટીવી સ્માર્ટ કનેક્ટિવિટી, ઇન બિલ્ટ બ્લૂ ટૂથ જેવા ફિચર્સથી સજ્જ છે.
ADVERTISEMENT
નવી રેન્જમાં JVC 32N3105C ખાસ છે, આ સ્માર્ટ LEDની કિંમત 11999 રૂપિયા છે. JVC 32N3105C ટીવી ઇન્ટેલેક્ચુઅલ UI સાથે આવે છે, જે યૂઝરને રસ મુજબ કન્ટેન્ટ બતાવશે. આ ટીવીમાં યૂટ્યૂબ અને નેટફ્લિક્સ સહિત કન્ટેન્ટ માટે ઈન-બિલ્ટ એપ્લિકેશન છે. આ ઉપરાંત યુઝર પોતાની અનુકૂળતા અનુસાર એપ ઇન્સ્ટોલ કરી શકે છે. આ ટીવીનું રિઝોલ્યુશન 1366X768 પિક્સલ છે.

ADVERTISEMENT
ટીવીમાં 24 વૉટનો સાઉન્ડ આઉટપુટ, ક્વૉડ કોર પ્રોસેસર, 1 GB RAM અને 8 GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યુ છે. . Miracastનો ઉપયોગ કરતી આ સ્ક્રીન કાસ્ટિંગને સપોર્ટ કરે છે. 3 HDMI પોર્ટની સાથે તેમાં 2 USB પોર્ટ્સ, ઇન બિલ્ટ WIFI અને ઇથરનેટ ક્નેક્ટિવિટી જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. આ ટીવી માટે ખાસ સ્માર્ટ રિમોટ બનાવવામાં આવ્યુ છે, જે તેના ઇન્ટરફેસ પર નેવિગેશન સરળ બનાવે છે.
JVCની રેન્જમાં JVC 32N380ની કિંમત 9,999 રૂપિયા, JVC 24N380C કિંમત 7,499 રૂપિયા, JVC 32N385C કિંમત 11,999 રૂપિયા, JVC 39N380C કિંમત 15,999 રૂપિયા અને JVC 39N3105C કિંમત 16,999 રૂપિયા છે. JVCએ ભારતમાં અનેક હાયસ સ્પેસિફિકેશન્સ વાળા ટીવી લોન્ચ કર્યા છે, જેમાં JVC 43N7105C અને 55N7105 ટીવીનો પણ સમાવેશ થાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.